US-China Trade War : ટ્રમ્પે ડ્રેગન પર લગાવ્યો 104 ટકા ટેરિફ, ચીને કહ્યું-'અમે અંત સુધી....!
- અમેરિકા અને ચીન આવ્યા સામ -સામે
- ચીન પર ટેરિફ 104 ટકા સુધી પહોંચી જશે
- ટ્રમ્પે પહેલા જ ચેતવણી આપી હતી
US-China Trade War : અમેરિકા અને ચીન ટેરિફને લઈને હવે આમને-સામને (US-China Trade War)આવી ચૂક્યા છે. ચીન પર નવા ટેરિફ બુધવારે 104 ટકા સુધી પહોંચી જશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતા ઉત્પાદનો પર 104 ટકા સુધીનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે મંગળવારે અડધી રાત્રિથી એટલે કે 9 એપ્રિલથી લાગુ થશે. આ જાહેરાત ચીન દ્વારા અમેરિકન ઉત્પાદનો પર 34 ટકા વધારાનો ટેરિફ લગાવ્યા બાદ કરાઈ છે. ટ્રમ્પે પહેલા જ ચેતવણી આપી હતી કે, જો ચીન 8 એપ્રિલ સુધીમાં ટેરિફ નહીં હટાવે તો તેના પર 50 ટકા વધારાનો ટેરિફ લગાવવામાં આવશે.
અમેરિકામાં વસ્તુઓના ભાવ વધી શકે છે
ચીને તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તેઓ અંત સુધી લડાઈ કરશે અને અમેરિકન ટેરિફ વધારા સામે કડક પગલા ભરશે. નિષ્ણાંતોનું માનવું છે કે, આ ટ્રેડ વૉરથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી શકે છે અને અમેરિકામાં વસ્તુઓના ભાવ વધી શકે છે.
#BREAKING:
The White House says 104% additional tariffs on #China went into effect at 12:00 PM ET today because China has not removed their 34% tariff on the US, per Fox News.This war is getting ugly !!#stockmarketcrash #TrumpTariffs #tariffs #LatestNews pic.twitter.com/8Gr4HrcXXS
— Shrikant Swami (@swamishrikant) April 8, 2025
આ પણ વાંચો -Dominican Republic માં નાઈટક્લબની છત તૂટી પડી, 20 થી વધુ લોકોના મોત
ચીને ઝૂકવાનો ઇનકાર કર્યો
ટ્રમ્પની ચેતવણીનો જવાબ આપતા ચીને કહ્યું હતું કે અમે કોઈપણ સંજોગોમાં અમેરિકાના દબાણ સામે ઝૂકીશું નહીં. ચીને કહ્યું હતું કે અમે વેપાર યુદ્ધનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. ચીને સોમવારે અમેરિકા પર ટેરિફ દ્વારા આર્થિક પ્રભુત્વ મેળવવાનો આરોપ લગાવ્યો હતો. હવે અમેરિકા દ્વારા ચીન પર #Chinato104% ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવતાં, બંને દેશો વચ્ચેનો વેપાર યુદ્ધ એક નવા તબક્કામાં પ્રવેશી ગયો છે.
આ પણ વાંચો -રાષ્ટ્રપતિ Draupadi Murmuને લિસ્બનના 'સિટી કી ઓફ ઓનર'થી સન્માનિત કરાયા
ચીને 34% નો બદલો લેવો ટેરિફ લાદ્યો
ટ્રમ્પે 2 એપ્રિલે ચીન પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો, ત્યારબાદ અમેરિકામાં થતી તમામ ચીની આયાત પર ટેરિફ દર વધીને 54 ટકા થઈ ગયો હતો. હવે વધારાના ૫૦ ટકા ટેરિફ પછી, અમેરિકા દ્વારા ચીન પર લાદવામાં આવેલ કુલ ટેરિફ વધીને ૧૦૪ ટકા થઈ ગયો છે.શુક્રવારે, ચીને પણ અમેરિકાની તમામ આયાત પર 34 ટકા ટેરિફની જાહેરાત કરી. એટલું જ નહીં, ચીને દુર્લભ ખનિજોની નિકાસ પર નિયંત્રણ અને કેટલીક અમેરિકન કંપનીઓના વેપાર પર પ્રતિબંધ મૂકવાની પણ જાહેરાત કરી હતી. આ નવા યુએસ ટેરિફ દરો 9 એપ્રિલથી અમલમાં આવશે.