US Earthquake: દક્ષિણ અમેરિકામાં આવ્યો 7.4 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ
- દક્ષિણ અમેરિકામાં આવ્યો ભયાનક ભૂકંપ
- આર્જેન્ટિનામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ
- ભૂકંપની થોડી જ મિનિટો બાદ સુનામીની (USGS) ચેતવણી
US Earthquake: આર્જેન્ટિનામાં શુક્રવારે 7.4ની તીવ્રતાનો મોટો (ChileArgentinaearthquake )ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ દક્ષિણ આર્જેન્ટિનાના ઉશુઆઇયાથી 222 કિલોમીટર દક્ષિણમાં ડ્રેક પેસેજ (પાણીની અંદર) સ્થાનિક સમયાનુસાર બપોરે 1 વાગ્યે (ભારતીય સમયાનુસાર સાંજે 6:30 વાગ્યે) આવ્યો હતો. ભૂકંપની થોડી જ મિનિટો બાદ સુનામીની (USGS) ચેતવણી પણ જાહેર કરી દેવાઈ. જેમાં લોકોને દરિયા કિનારાથી દૂર જવા અને ઉંચી જગ્યાઓ પર જવાની અપીલ કરાઈ. અમેરિકન સુનામી ચેતવણી સિસ્ટમ તરફથી જાહેર કરાયેલા મેસેજમાં કહેવાયું છે કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરમાં આવતા કિનારાઓ માટે ખતરનાક લહેરોની ચેતવણી જાહેર કરાઈ છે, જેમાં દક્ષિણ આર્જેન્ટિના અને ચિલી પણ સામેલ છે.
ભૂકંપ પછી અત્યાર સુધી કોઈ નુકસાન કે ઈજાના અહેવાલ નથી. વહીવટીતંત્ર સતર્ક છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ શક્તિશાળી ભૂકંપે ફરી એકવાર દક્ષિણ અમેરિકન દેશોમાં આપત્તિ વ્યવસ્થાપન અને તૈયારીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
-ચિલી અને આર્જેન્ટિનાના દરિયાકાંઠા નજીક 7.4 ની તીવ્રતાનો ભૂકંપ
-300 કિલોમીટરમાં આવતા વિસ્તારોમાં સુનામીનું એલર્ટ જાહેર#ChileArgentinaQuake #EarthquakeAlert #TsunamiWarning #7point4Magnitude #SeismicShock #Gujaratfirst pic.twitter.com/SeNzhhJdi6— Gujarat First (@GujaratFirst) May 2, 2025
આ પણ વાંચો -Indus Water Treaty: સિંધુ જળ સંધિ રદ્દ પર World Bank નું પ્રથમ નિવેદન આવ્યું સામે
વહીવટીતંત્રે બીચ ખાલી કરવાનો આદેશ આપ્યો
જોકે, ભૂકંપ પછી, ચિલીની રાષ્ટ્રીય આપત્તિ નિવારણ અને પ્રતિભાવ સેવા (SENAPRED) એ સુનામીના ભયની ચેતવણી આપી હતી અને દક્ષિણ ચિલીના મેગાલેનેસ પ્રદેશમાં દરિયાકાંઠાના વિસ્તારોને તાત્કાલિક ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. આમાં મેગેલન સ્ટ્રેટ અને એન્ટાર્કટિક ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો -Donald Trump: વિશ્વની સૌથી ધનવાન યુનિ.હાર્વર્ડ પર ટ્રમ્પનું મોટું એક્શન,કહ્યું-તે આ જ લાયક છે..!
ચિલીમાં દરિયાકાંઠાનો વિસ્તાર ખાલી કરાવાયો
દરમિયાન, ચિલીની રાષ્ટ્રીય આપત્તિ નિવારણ અને પ્રતિભાવ સેવાએ જણાવ્યું હતું કે સુનામીના ભયને કારણે દેશના દક્ષિણ છેડે આવેલા મેગાલેનેસ પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા જેમાં સુનામી ચેતવણીના સાયરન વાગતા જોવા મળ્યા અને સ્થાનિક લોકો સુરક્ષિત સ્થળોએ જતા જોવા મળ્યા.
300 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને સમુદ્રમાં સપાટીથી 10 કિલોમીટર નીચે
તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે મોડી રાત્રે ન્યુઝીલેન્ડના પશ્ચિમ કિનારા પર 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, સ્થાનિક સમય મુજબ રાત્રે 1 વાગ્યા પછી ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ન્યુઝીલેન્ડ શહેર ઇન્વરકાર્ગિલથી 300 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને સમુદ્રમાં સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. ન્યુઝીલેન્ડની ભૂસ્તરશાસ્ત્રીય વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, ન્યુઝીલેન્ડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો ન હતો.
1100 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક ચિલીનો પ્યુઅર્ટો વિલિયમ્સ હતો, જ્યાં અત્યાર સુધીમાં 1,100 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. બચાવ એજન્સીઓ અને રાહત ટીમો સક્રિય થઈ ગઈ છે. ચિલીની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રણાલી (COGRID) સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે. રાષ્ટ્રપતિ બોરિકે કહ્યું કે રાજ્યના તમામ સંસાધનો લોકોને મદદ કરવા માટે તૈનાત છે.
ભૂકંપના આંચકાને કારણે મોજા ઉછળ્યા
ભૂકંપના આંચકા અને સુનામીના ભયથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. જોકે હજુ સુધી કોઈ મોટા નુકસાન કે જાનમાલના નુકસાનની પુષ્ટિ થઈ નથી, અધિકારીઓ કહે છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વધુ આફ્ટરશોક્સ આવી શકે છે, અને આ પ્રદેશમાં અસામાન્ય દરિયાઈ મોજાની ગતિવિધિ ચાલુ રહી શકે છે. હાલમાં, લોકોને સલામત સ્થળોએ રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.