US Embassy Attack: ઇરાને સાઉદીમાં અમેરિકી દૂતાવાસ પર ડ્રોનથી કર્યો ભીષણ હુમલો
- રિયાધમાં યુએસ એમ્બેસી કમ્પાઉન્ડ પર ડ્રોન સ્ટ્રાઈક, પરિસરમાં ભીષણ આગ (US Embassy Attack)
- ઈરાન યુદ્ધના ચોથા દિવસે દુબઈમાં અમેરિકી સૈન્ય ઈમારત પર આત્મઘાતી હુમલો
- અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનને પાયમાલ કરવાનું અભિયાન તેજ
US Embassy Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધનો આજે ચોથો દિવસ છે અને સ્થિતિ સતત વણસી રહી છે. મંગળવારે સાઉદી અરેબિયાની (Saudi Arabia) રાજધાની રિયાધમાં સ્થિત અમેરિકી દૂતાવાસ (US Embassy) ના કમ્પાઉન્ડ પર ભયાનક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ દૂતાવાસ પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, રાજદ્વારી ક્વાર્ટરમાં (Diplomatic Quarter) બે આત્મઘાતી ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા અથવા અથડાયા હતા. સાઉદીમાં અમેરિકી સૈન્ય બિલ્ડિંગ પર હુમલો કર્યો છે જેનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.ઓસ્ટ્રેલિયાના એરબેઝ પર ઇરાને કર્યો હુમલો.
US Embassy Attack: ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન પર કડક કાર્યવાહીનો નિર્દેશ
વ્હાઇટ હાઉસે (White House) એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) લશ્કરી કાર્યવાહીનો નિર્ણય લેતા પહેલા છેલ્લા 15 વર્ષમાં 74 થી વધુ વખત એક જ વાત દોહરાવી હતી: "ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર (Nuclear Weapon) બનાવી શકશે નહીં." અમેરિકાએ ટ્રમ્પના 2011 થી અત્યાર સુધીના નિવેદનોનો સંગ્રહ જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે તેહરાનને પરમાણુ શક્તિ બનતા રોકવા માટે આ હુમલા અનિવાર્ય હતા.
🚨BREAKING: terekam video drone Shahed milik Iran menyerang bangunan yang diduga sebagai tempat tinggal personil Amerika Serikat di Dubai. 😳
📰: @MarioNawfal pic.twitter.com/q2Vc3oxk4t
— Extra Time Indonesia (@idextratime) March 3, 2026
દુબઈમાં અમેરિકી સૈનિકો પર હુમલો
ઈરાન અને ઈઝરાયેલ (Israel) વચ્ચેના આ જંગમાં હવે ખાડી દેશો પણ હોમાઈ રહ્યા છે. ઈરાને દુબઈમાં (Dubai) અમેરિકન અને ઓસ્ટ્રેલિયન સૈનિકોને નિશાન બનાવીને મોટો ડ્રોન હુમલો કર્યો છે. જે ઈમારતમાં યુએસ સૈનિકો રોકાયા હતા ત્યાં આત્મઘાતી ડ્રોન ત્રાટકવાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. સદનસીબે, આ હુમલામાં તમામ અમેરિકી સૈનિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
ઈરાનને ભારે નુકસાન
અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં (Joint Air Strikes) ઈરાનના સૈન્ય મથકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું છે. બંને પક્ષો વચ્ચે મિસાઈલ અને ડ્રોન દ્વારા સામસામે હુમલાઓ ચાલુ છે, જેના કારણે વૈશ્વિક સ્તરે અસ્થિરતાનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: US Travel Advisory: મહાયુદ્વની ભારે દહેશત વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, નાગરિકોને તત્કાળ આ દેશ છોડવા આદેશ!


