ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનું F-35 Fighter Jet Crash
- Fighter Jet Crash : અમેરિકામાં F-35 લડાકૂ વિમાન ક્રેશ
- લાસ વેગાસમાં વિમાન ક્રેશ થયાની પુષ્ટિ
- સામાન્ય ઈજાઓ સાથે પાયલટનો બચાવ
- ટ્રેનિંગ રેન્જના ગ્રાઉન્ડમાં ક્રેશ થયું હતું
- વાયુસેના દ્વારા વિમાન ક્રેશ અંગે તપાસ
Fighter Jet Crash : મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન (Iran) પર અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત હુમલાઓ વચ્ચે યુએસ સૈન્ય (US Military) માટે માઠા સમાચાર આવ્યા છે. અમેરિકાના નેવાડા ટેસ્ટ રેન્જ (Nevada Test Range) પર તાલીમ દરમિયાન વિશ્વનું સૌથી શક્તિશાળી ગણાતું F-35 ફાઇટર જેટ (F-35 Fighter Jet) દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ અકસ્માતમાં પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયો છે, પરંતુ તેનો જીવ બચી ગયો છે.
Fighter Jet Crash : તાલીમ દરમિયાન સર્જાઈ દુર્ઘટના
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ (KSNV News 3) અનુસાર, લાસ વેગાસની ઉત્તરે આવેલા નેલિસ એરફોર્સ બેઝ (Nellis Air Force Base) નજીક આ અકસ્માત સર્જાયો હતો. F-35 જેટ જ્યારે શસ્ત્રોના પરીક્ષણ અને રણનીતિક કવાયત (Tactics Development) માટે ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે અચાનક તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવતા તે જમીનદોસ્ત થયું હતું. હાલમાં યુએસ સૈન્ય આ મામલે તપાસ કરી રહ્યું છે.
ઈરાનનો દાવો અને અમેરિકાનો ઈનકાર
નોંધનીય છે કે, ગયા મહિને ઈરાને દાવો કર્યો હતો કે તેણે અમેરિકાના એક F-35 ફાઇટર જેટને તોડી પાડ્યું છે. જોકે, અમેરિકી સંરક્ષણ મંત્રાલયે આ દાવાને ફગાવતા જણાવ્યું હતું કે વિમાન પર હુમલો થયો હતો, પરંતુ પાયલોટે કુશળતાપૂર્વક મધ્ય પૂર્વના એક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કર્યું હતું. ગત વર્ષે પણ કેલિફોર્નિયાના લેમૂર નેવલ એર સ્ટેશન (Lemoore Naval Air Station) પાસે એક F-35C જેટ ક્રેશ થયું હતું, જેમાં પાયલોટે પેરાશૂટની મદદથી જીવ બચાવ્યો હતો.
F-35 જેટનું મહત્વ
F-35 એ અમેરિકન વાયુસેનાનું સૌથી આધુનિક સ્ટિલ્થ ફાઇટર (Stealth Fighter) છે. આ વિમાનોનો ઉપયોગ હડતાલ ફરજો (Strike Duties), ગુપ્ત માહિતી એકઠી કરવા અને અત્યાધુનિક યુદ્ધ કવાયતો માટે કરવામાં આવે છે. સતત થઈ રહેલી આ દુર્ઘટનાઓએ હવે આ અત્યાધુનિક વિમાનની ટેકનિકલ વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે.


