Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

US Hindu Temple Attack Plot : અમેરિકામાં હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબારનું કાવતરું નિષ્ફળ, 19 વર્ષીય આરોપીની ધરપકડ

US Hindu Temple Attack Plot : અમેરિકાના ઇલિનોઇસમાં એક હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબારનું મોટું કાવતરું નિષ્ફળ ગયું છે. 19 વર્ષીય શ્વેત વર્ચસ્વવાદી હુમલાખોર એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસે ભારતીયોને નિશાન બનાવવાની ભયાનક યોજના બનાવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેની રાઇફલ જામ થઈ જતાં મોટો નરસંહાર ટળી ગયો. એક સાથી કર્મચારીની સતર્કતાથી પોલીસે આ નિયો-નાઝી યુવકની ધરપકડ કરી હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો.
us hindu temple attack plot   અમેરિકામાં હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબારનું કાવતરું નિષ્ફળ  19 વર્ષીય આરોપીની ધરપકડ
Advertisement

US Hindu Temple Attack Plot : અમેરિકાના ઇલિનોઇસ રાજ્યમાં હિન્દુ ધાર્મિક સ્થળને નિશાન બનાવી સામૂહિક ગોળીબાર કરવાની કથિત યોજના સામે આવી છે. આરોપી ગોળીબારનો પ્રયાસ કરે તે દરમિયાન તેની રાઇફલ જામ થઈ ગઈ હતી, જેના કારણે તે સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સાથી કર્મચારી પાસેથી મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરીને 19 વર્ષીય એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ (Alexandros Paporakis)ની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન તેના ઘરેથી રાઇફલ, મોટી સંખ્યામાં કારતૂસ, બોડી આર્મર અને નફરત ફેલાવતો 8 પાનાંનો દસ્તાવેજ મળી આવ્યો હતો.

Tags :
Advertisement

.

×