Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US Immigration Alert : અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે ખતરાની ઘંટડી, હવે વોરંટ વિના ICE ઘરમાં ઘૂસી શકશે!

અમેરિકામાં વસતા લાખો ઇમિગ્રન્ટ્સ માટે દાયકાઓ જૂનું સુરક્ષા કવચ હવે છીનવાઈ રહ્યું છે. એક લીક થયેલા આંતરિક મેમો મુજબ, ICE અધિકારીઓ હવે ન્યાયાધીશના વોરંટ વિના પણ ઘરમાં બળજબરીથી પ્રવેશ કરી શકશે. સવારે 6 થી રાત્રે 10 વચ્ચે ગમે ત્યારે ત્રાટકનારી આ ટીમ દરવાજો તોડવાની પણ સત્તા ધરાવે છે. આ નવા નિયમે અમેરિકામાં કાનૂની વિવાદ અને નિર્દોષ નાગરિકો પર દરોડા પડવાનો મોટો ભય પેદા કર્યો છે.
us immigration alert   અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે ખતરાની ઘંટડી  હવે વોરંટ વિના ice ઘરમાં ઘૂસી શકશે
Advertisement
  • ન્યાયાધીશના વોરંટ વગર પણ ICE અધિકારીઓ ઘરમાં ઘૂસી શકશે (US Immigration Alert ) 
  • દરવાજો નહીં ખોલનારાઓ સામે એજન્સી હવે બળનો ઉપયોગ કરી શકશે
  • સવારે 6 થી રાત્રે 10 વાગ્યા વચ્ચે દરોડા પાડવા માટે મળી લીલી ઝંડી
  • સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે આ નીતિને 'અમેરિકા માટે ભયાનક' ગણાવી

યુનાઇટેડ સ્ટેટ્સમાં વસતા લાખો ઇમિગ્રન્ટ્સ (Immigrants) માટે અત્યાર સુધી ઘરનો દરવાજો એક મજબૂત સુરક્ષા કવચ સમાન હતો, જે હવે જોખમમાં મુકાયો છે. દાયકાઓથી જે ‘વોરંટ નથી, તો દરવાજો ખુલશે નહીં’ ના મંત્ર પર લોકો ભરોસો રાખતા હતા, તે સુરક્ષાને અમેરિકી એજન્સી ICE (Immigration and Customs Enforcement) હવે એકાએક તોડી શકે છે. એક સંવેદનશીલ આંતરિક મેમો (Internal Memo) લીક થયો છે, જે મુજબ તપાસ અધિકારીઓને હવે ન્યાયાધીશના વોરંટ (Judicial Warrant) ની જરૂર રહેશે નહીં. તેઓ ગમે ત્યારે ઘરમાં બળજબરીથી પ્રવેશીને દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી કરવાની સત્તા ધરાવશે. આ ફેરફારથી વિદેશી નાગરિકોમાં ફફડાટ અને કાનૂની વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Advertisement

US Immigration Alert: શું છે નવો ICE મેમો?

નોંધનીય છે કે અત્યાર સુધી અમેરિકી સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના આદેશ મુજબ, જજની સહી વગરનું વોરંટ હોય તો અધિકારીઓ ઘરમાં ઘૂસી શકતા નહોતા. જોકે, નવા મેમોએ આ આખી પ્રક્રિયાને પલટી નાખી છે:

Advertisement

વહીવટી વોરંટની તાકાત: હવે માત્ર વહીવટી વોરંટ (Administrative Warrant) ના આધારે પણ અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરી શકશે.

ગમે ત્યારે પોલીસ ત્રાટકશે: આ કાર્યવાહી સવારે 6 થી રાત્રે 10 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે.

બળનો ઉપયોગ: અધિકારીઓ દરવાજો ખટખટાવશે અને પોતાની ઓળખ આપશે, પરંતુ જો અંદરથી કોઈ પ્રતિસાદ નહીં મળે તો તેઓ બળનો ઉપયોગ (Use of Force) કરીને દરવાજો તોડી અંદર ઘૂસી શકશે.

રાજકીય અને કાનૂની વિવાદ

આ નવા નિયમથી અમેરિકામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ડેમોક્રેટિક સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલ (Richard Blumenthal) એ આ નીતિને દરેક અમેરિકન માટે ભયાનક અને 'કાળો કાયદો' ગણાવી છે. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે આ ફેરફાર 'તમારા અધિકારો જાણો' (Know Your Rights) અભિયાનને મોટો ફટકો છે.UCLA લો સ્કૂલના પ્રોફેસર અહિલાન અરુલાનન્થમે ગંભીર ચેતવણી આપી છે કે, અમેરિકાના ઘણા રાજ્યોમાં 'સ્ટેન્ડ-યોર-ગ્રાઉન્ડ' (Stand-Your-Ground) કાયદા અમલમાં છે. આવા સંજોગોમાં વોરંટ વિના ઘરમાં ઘૂસવાથી હિંસા અને સંઘર્ષ થવાનું જોખમ વધી શકે છે.

આ નિર્ણયથી કેમ મચ્યો છે ખળભળાટ?

આ નવી નીતિમાં સૌથી મોટું જોખમ એ છે કે ICE ના રેકોર્ડ ઘણીવાર જૂના કે ખોટા હોય છે. જો અધિકારીઓ કોઈ ખોટા સરનામે દરોડો પાડે, તો નિર્દોષ અમેરિકન નાગરિકોએ પણ ભોગ બનવું પડી શકે છે.હાલમાં કેલિફોર્નિયા (California) જેવા રાજ્યોમાં શાળાઓ અને સોશિયલ મીડિયા (Social Media) દ્વારા લોકોને સાવધ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump Administration) ના બોર્ડર ચીફ ટોમ હોમન (Tom Homan) એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ ભોગે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પકડવા માટે કટિબદ્ધ છે.

આ પણ વાંચો :  America Snow Storm : અમેરિકામાં સ્નો સ્ટ્રોમનું તોળાઈ રહ્યું છે સંકટ ! 13 હજાર ફ્લાઈટ રદ

Tags :
Advertisement

.

×