Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

અમેરિકાના Indo-Pacific કમાન્ડરે પાકિસ્તાન સામેના Operation Sindoor ના કર્યા વખાણ

Operation Sindoor: અમેરિકાના ઇન્ડો-પેસિફિક કમાન્ડના વડા એડમિરલ સેમ્યુઅલ પપારોએ ભારતની મુલાકાત દરમિયાન 'ઓપરેશન સિંદૂર' માં ભારતીય સેનાએ દાખવેલા સંયમના મુક્ત કંઠે વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા "શક્તિ દ્વારા શાંતિ" ના સમાન લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી આક્રમકતા વચ્ચે બંને દેશો સમુદ્રી સુરક્ષા અને સૈન્ય સહયોગને વધુ મજબૂત કરવા માટે કટિબદ્ધ છે
અમેરિકાના indo pacific કમાન્ડરે પાકિસ્તાન સામેના operation sindoor ના કર્યા વખાણ
Advertisement

. એડમિરલ પપારોએ પાકિસ્તાન વિરુદ્ધના ઓપરેશનમાં ભારતે બતાવેલી વ્યવહારકુશળતાને વખાણી
. પપારોએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતી સૈન્ય આક્રમકતા પર ચિંતા વ્યક્ત કરી, જે ચીન તરફ સંકેત આપે છે
. ભારત-અમેરિકા વચ્ચે નેવિગેશનની સ્વતંત્રતા અને હિંદ મહાસાગરની સુરક્ષા માટે વ્યૂહાત્મક સંબંધો વધારવા પર ભાર મૂક્યો

Operation Sindoor: અમેરિકાની ઈન્ડો-પેસિફિક કમાન્ડ (Indo-Pacific Command) ના કમાન્ડર એડમિરલ સેમુઅલ જે પપારો (Admiral Samuel Paparo) એ કહ્યુ છે કે ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારી (India-US Defense Partnership) નો એક જ ઉદેશ્ય શક્તિ દ્વારા શાંતિ જાળવી રાખવાનો છે.

Advertisement

તેમણે તેની સાથે જ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન સંયમ દાખવવા માટે ભારતીય સેના (Indian Army) ની પ્રશંસા કરી હતી. પપારોએ પત્રકારોના એક નાના સમૂહ સાથે વાતચીત કરતા ઈન્ડો-પેસિફિક (Indo-Pacific) ક્ષેત્રમાં વધતી બળજબરીપૂર્વકની કાર્યવાહી અને આક્રમકતા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી, જે અપ્રત્યક્ષપણે આ ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય શક્તિના સંકેત હતા.

Advertisement

ભારતના પ્રવાસે છે Admiral Samuel Paparo

પપારો હાલમાં નવી દિલ્હીના પ્રવાસે છે. તેમણે કહ્યુ છે કે ભારત અને અમેરિકાના હિત સમાન છે અને બંને પક્ષ વિશેષપણે સમુદ્રી ક્ષેત્રમાં સંરક્ષણ અને સૈન્ય સંબંધોને વધુ મજબૂત કરવા પર વિચારણા કરી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે અમેરિકા-ભારત સંરક્ષણ સંબંધ ઝડપથી પ્રગાઢ બની રહ્યા છે અને તે આગળ પણ મજબૂત થવા તરફ અગ્રેસર છે.

આ પણ વાંચો: Indo-France Relation: ભારત અને ફ્રાંસના રણનીતિક તાલમેલનો પાયો જમીનમાં નહીં પણ અંતરિક્ષમાં છે!

ભારત-અમેરિકાના સૈન્ય સંબંધોની પ્રશંસા

અમેરિકાના સૈન્ય અધિકારીએ કહ્યુ છે કે અમારું માનવું છે કે આપણી ભાગીદારીની પ્રતિરોધ પર સારી અસર થયા છે, કારણ કે આ શાંતિ જાળવી રાખવા અને શક્તિના દમ પર શાંતિ સ્થાપિત કરવાના આપણી વચ્ચે એક સંયુક્ત ઉદેશ્યને દર્શાવે છે. તેમણે કહ્યુ કે મારું માનવું છે કે જે પ્રકારે આપણા નીતિ-નિર્માતા સંબંધો પર કામ કરી રહ્યા છે, તે પ્રકારે આપણાં સૈન્ય નેતૃત્વનું કર્તવ્ય છે કે તે ક્ષમતા પર કાર્ય કરે અને કોઈપણ ક્ષણે તે ક્ષમતાનો મુકાબલો કરવા માટે તૈયાર રહે.

આ પણ વાંચો: China Nuclear Sites: ચીનના ખતરનાક મનસૂબા સામે આવ્યા, ડ્રેગને પહાડ ખોદીને બનાવ્યા પરમાણુ ઠેકાણા

ઈન્ડો-પેસિફિકમાં ભારત-અમેરિકા સાથે કામ કરશે

એડમિરલ પપારો (Admiral Samuel Paparo) એ યુદ્ધના બદલાતા સ્વરૂપ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા વિવાદો સંદર્ભે વિસ્તારપૂર્વક જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાની દિશામાં કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યુ કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દુનિયાની 60 ટકા વસ્તી રહે છે. આ દુનિયાના જીડીપીના 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે અને દુનિયાની 10 સૌથી મોટી સેનાઓમાંથી સાત આ ક્ષેત્રમાંથી આવે છે.

ભારત (India) ની પ્રશંસા

અમેરિકાના સૈન્યાધિકારીએ કહ્યુ કે નિશ્ચિતપણે, ચિંતાઓ છે, પરંતુ આપણે આ ચિંતાઓનો સામનો કરવા માટે એ વધતી ભાગીદારીઓનો સહારો લઈએ છીએ જે દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અને દુનિયાના સૌથી મોટા લોકતંત્રની વચ્ચે પારસ્પરિકપણે સમ્માનજનક, સાર્વભૌમ સંબંધનો આધાર બની છે. પપારોએ કહ્યુ કે અમેરિકા અને ભારત બંને સાર્વભૌમતા, નેવિગેશનની સ્વતંત્રતા અને સમુદ્રની સ્વતંત્રતાના સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યુ કે અમે હિંદ મહાસાગર ક્ષેત્રની સુરક્ષામાં ભારતના મહત્ત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરીએ છીએ.

આ પણ વાંચો: ટ્રમ્પે બીજું વિમાનવાહક જહાજ USS Gerald R. Ford ઈરાન તરફ મોકલ્યું, નવાજૂનીના એંધાણ

Operation Sindoor પર શું બોલ્યા ઈન્ડો-પેસિફિક કમાન્ડના કમાન્ડર?

ઓપરેશન સિંદૂર (Operation Sindoor)  પર ટીપ્પણી કરતવા માટે સવાલ કરવામાં વતા અમેરિકાના વરિષ્ઠ સૈન્ય કમાન્ડરે ભારતીય સેનાના વખાણ કર્યા. તેમણે કહ્યુ કે અમે દેખાડવામાં આવેલા સંયમની પ્રશંસા કરીએ છીએ, મને લાગે છે કે આ પ્રકારના અભિયાનોને જોઈ તમામ શાંતિપ્રિય રાષ્ટ્ર ચિંતિત થઈ જાય છે.

પાકિસ્તાન દ્વારા મિસાઈલો સહીત ચીની સૈન્ય ઉપકરણો બાબતે સવા કરવામાં આવતા પપારોએ સ્પષ્ટ ઉત્તર આપ્યો નહીં, પરંતુ કહ્યુ કે આવી સ્થિતિઓનો સામનો કરવા માટે નિરંતર સતર્કતા અને તત્પરતા જરૂરી છે. તેમણે કોઈપણ સ્પષ્ટીકરણ વગર કહ્યુ કે એક મજબૂત પ્રતિરોધક વલણ બનાવી રાખવું મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: અમેરિકાની સેનામાં ચીનને રોકવાની ક્ષમતા નથી!, 200 નવા B-21 બોમ્બરની જરૂર

Tags :
Advertisement

.

×