Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US Iran Ceasefire extends : ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સીઝફાયર લંબાવ્યું, જાણો પાકિસ્તાને કેવી રીતે કરી મધ્યસ્થી?

ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની વિનંતી પર US Iran Ceasefire ની અવધિ લંબાવી છે. ઈરાનને નવો પ્રસ્તાવ રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો છે, જોકે અમેરિકાએ ઈરાની બંદરો પર સૈન્ય નાકાબંધી યથાવત રાખી છે. ઈરાને આ નિર્ણયને છળકપટ ગણાવતા કહ્યું છે કે નાકાબંધી એ બોમ્બમારા જેવી જ કાર્યવાહી છે અને તેનો સૈન્ય જવાબ આપવામાં આવશે.
us iran ceasefire extends   ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સીઝફાયર લંબાવ્યું  જાણો પાકિસ્તાને કેવી રીતે કરી મધ્યસ્થી
Advertisement
  • US Iran Ceasefire ની સમયસીમા ડોનાલ્ડ ટ્રમ્પે વધારી
  • પાકિસ્તાનના અસીમ મુનીર અને શહબાઝ શરીફની વિનંતીનો સ્વીકાર
  • સૈન્ય કાર્યવાહી ભલે થોભી, પણ દરિયાઈ નાકાબંધી રહેશે ચાલુ
  • ઈરાનની ચેતવણી: નાકાબંધી એ બોમ્બમારા સમાન, સૈન્ય જવાબ આપીશું
  • જેડી વેન્સની ઈસ્લામાબાદ યાત્રા હાલ પૂરતી સ્થગિત

US Iran Ceasefire extends : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના યુદ્ધવિરામ (US Iran Ceasefire) ને લંબાવવાનો મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને વડાપ્રધાન શહબાઝ શરીફની ખાસ વિનંતી બાદ ટ્રમ્પે આ પગલું ભર્યું છે. પાકિસ્તાને કૂટનીતિક રસ્તાઓ શોધવા માટે વધુ સમય માંગ્યો હતો, જેથી ઈરાન પર હાલમાં હુમલો કરવાનું ટાળવામાં આવ્યું છે.

Advertisement

ટ્રમ્પની કડક ચેતવણી અને શરતો

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ઈરાની સરકાર હાલ વેરવિખેર છે. પાકિસ્તાનની વિનંતીને માન આપીને અમે હુમલા રોક્યા છે જેથી તેઓ એક સંયુક્ત પ્રસ્તાવ તૈયાર કરી શકે. જોકે, ટ્રમ્પે (US Iran Ceasefire) સ્પષ્ટ કર્યું છે કે અમેરિકી સેના તમામ મોરચે તૈયાર રહેશે અને ઈરાની બંદરો પરની નાકાબંધી [Military Blockade] ચાલુ રહેશે. જ્યાં સુધી ઈરાન પ્રસ્તાવ રજૂ ન કરે અને ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સ્થિતિ રહેશે.

Advertisement

ઈરાનનો તીખો વળતો પ્રહાર

ટ્રમ્પના આ નિર્ણય પર ઈરાને અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપી છે. ઈરાની સંસદના અધ્યક્ષના સલાહકારે જણાવ્યું હતું કે, "હારનાર પક્ષ શરતો લાદી શકે નહીં." ઈરાને અમેરિકાની આ નાકાબંધીને બોમ્બમારો [Bombing] ગણાવી છે અને તેના બદલામાં લશ્કરી કાર્યવાહીની ધમકી આપી છે. ઈરાનનું માનવું છે કે અમેરિકા અચાનક હુમલો કરવા માટે વધુ સમય મેળવવાના ભાગરૂપે આ યુદ્ધવિરામ (US Iran Ceasefire) નો ડ્રામા કરી રહ્યું છે.

આ પણ વાંચો : Donald Trumpની લોકપ્રિયતામાં મસમોટું ગાબડું, સર્વેમાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

Tags :
Advertisement

.

×