Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ceasefire થોડા કલાકો પણ ન ટક્યો? UAE-કુવૈત પર મિસાઈલ-ડ્રોન એટેક, Iranમાં બ્લાસ્ટ

US Iran Ceasefire: અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે થયેલ બે સપ્તાહનો યુદ્ધવિરામ ગણતરીના કલાકોમાં જ જોખમમાં મુકાયો છે. ઈરાન દ્વારા UAE પર મિસાઈલ અને કુવૈત પર ડ્રોન હુમલાના અહેવાલો છે, જેનાથી કુવૈતના તેલ પ્રતિષ્ઠાનોને નુકસાન થયું છે. બીજી તરફ, ઈરાનની લાવન રિફાઈનરીમાં મોટો વિસ્ફોટ થયો છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે લેબનાનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ હુમલા ચાલુ રહેશે.
ceasefire થોડા કલાકો પણ ન ટક્યો  uae કુવૈત પર મિસાઈલ ડ્રોન એટેક  iranમાં બ્લાસ્ટ
Advertisement

. US અને ઈરાન વચ્ચે સમજૂતી થયાના થોડા જ સમયમાં UAE અને કુવૈત પર ઈરાની હુમલા શરૂ થયા
. Iran ના લાવન ટાપુ પર આવેલી ઓઈલ રિફાઈનરીમાં ભયાનક બ્લાસ્ટ થયો, જોકે કારણ હજુ અસ્પષ્ટ છે
. પીએમ નેતન્યાહૂએ લેબનાનમાં યુદ્ધવિરામનો ઈનકાર કર્યો અને હોર્મુઝની સામુદ્રધુની ખોલવાની શરત મૂકી

US Iran Ceasefire: અમેરિકા (US) અને ઈરાન (Iran) વચ્ચે 28 ફેબ્રુઆરીથી ચાલી રહેલા યુદ્ધ બાદ બુધવારે સવારે યુદ્ધવિરામ (Ceasefire) નું એલાન કરવામાં આવ્યું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif) અને સેનાધ્યક્ષ ફીલ્ડમાર્શલ આસિમ મુનીર (Asim Munir) ની અપીલ બાદ બે સપ્તાહના યુદ્ધવિરામ પર સંમતિ બની છે. પરંતુ લાગે છે કે આ યુદ્ધવિરામ એક દિવસ પણ ટકી શક્યો નથી.

Advertisement

Advertisement

UAE પર ઈરાનના મિસાઈલ હુમલા

યુએઈ (UAE) નું કહેવું છે કે ઈરાન (Iran) તરફથી હજીપણ મિસાઈલો છોડવામાં આવી રહી છે. યુએઈનું કહેવું છે કે તે ઈરાન તરફથી આવનારી મિસાઈલોના વરસાદને રોકવા માટે વળતી કાર્યવાહી કરી રહ્યું છે.

યુએઈનું કહેવું છે કે તેમની એર ડિફેન્સ ઈરાન તરફથી છોડવામાં આવતી મિસાઈલોને રોકવા માટે સક્ષમ છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે કેટલાક કલાકો પહેલા ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે બે સપ્તાહનો યુદ્ધવિરામ થયો હતો. જો કે યુએઈએ એ સ્પષ્ટ કર્યું નથી કે હુમલો ક્યાં સ્થાને થઈ રહ્યો છે.

આ પણ વાંચો: "આજે રાત્રે એક સભ્યતા ખતમ થઈ જશે", ટ્રમ્પની ધમકીમાં Iran પર Nuclear Attack નો સંકેત?

કુવૈત પર ઈરાનના ડ્રોન એટેક

કુવૈત (Kuwait) ની સેનાનું કહેવું છે કે સવારે આઠ વાગ્યાથી ઈરાની ડ્રોન હુમલાઓનો સામનો કરી રહ્યા છીએ. સેનાનું કહેવું હતું કે તેણે ઘણાં ડ્રોન તોડી પાડયા, જેમાંથી કેટલાક દક્ષિણ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ઓઈલ પ્રતિષ્ઠાનો અને વીજ સ્ટેશનોને નિશાન બનાવી રહ્યા હતા. જેનાથી માળખાગત સુવિધાઓને મોટું નુકશાન થયું છે.

Iran ની રિફાઈનરીમાં વિસ્ફોટ

ત્યારે ઈરાનના મેહર ન્યૂઝ એજન્સીના અહેવાલમાં લાવન રિફાઈનરીમાં વિસ્ફોટના સમાચાર છે. ઈરાનના લાવન ટાપુ પર એક ઓઈલ રિફાઈનરીમાં મોટો વિસ્ફોટ થયો છે. યુદ્ધવિરામ બાદ ઈરાનમાં વિસ્ફોટની પહેલી ઘટના છે. હજી વિસ્ફોટના કારણો ઉજાગર થઈ શક્યા નથી.

લેબનાન (Lebnon) માં યુદ્ધવિરામ નથી?

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ઓફિસ તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને ઈરાનની વચ્ચે બે સપ્તાહની યુદ્ધવિરામ સમજૂતી લેબનાનમાં લાગુ નહીં થાય. આ યુદ્ધવિરામને હિઝબુલ્લાહ વિરુદ્ધ લાગુ નહીં કરવામાં આવે. આનાથી સ્પષ્ટ છે કે લેબનાનમાં ઈઝરાયલી દળો તરફથી હુમલા ચાલુ રહેશે.

નેતન્યાહૂની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના ઈરાન પર બે સપ્તાહ માટે હુમલા સ્થગિત કરવાના નિર્ણયોનું સમર્થન કરે છે, પરંતુ શરત એ છે કે ઈરાન હોર્મુઝ ખોલી નાખે અને અમેરિકા, ઈઝરાયલ અને ક્ષેત્રના અન્ય દેશો પર તમામ હુમલા બંધ કરી દે.

આ પણ વાંચો: America-Iran Ceasefire : અમેરિકા-ઈરાન યુદ્ધ પર બ્રેક, ટ્રમ્પે કરી 14 દિવસના સીઝફાયરની જાહેરાત

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલ અમેરિકાના આ પ્રયાસોનું પણ સમર્થન કરે છે, જેનાથી એ સુનિશ્ચિત કરી શકાય કે ઈરાન હવે અમેરિકા-ઈઝરાયલની સાથે ખાડીના બાકી દેશો પર હુમલા નહીં કરે.

મહત્ત્વપૂર્ણ છે કે બુધવારે સવારે અમેરિકા-ઈઝરાયલ (US - Israel) અને ઈરાન વચ્ચે 40 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં શસ્ત્રવિરામ થયો છે. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર 15 દિવસો માટે હુમલા નહીં કરવાની સંમતિ દર્શાવી છે.

આ યુદ્ધવિરામ બાદ ટ્રમ્પે આને વિશ્વશાંતિ માટે મોટો દિવસ ગણાવતા કહ્યુ હતુ કે ઈરાન હવે સંઘર્ષથી થાકી ચુક્યું છે અને શાંતિ ચાહે છે. તેની સાથે અન્ય પક્ષ પણ તણાવ સમાપ્ત કરવાના તરફદાર છે. તેમણે કહ્યુ કે અમેરિકા હોર્મુઝ (Hormuz) માં યુદ્ધજહાજોના આવગમનને સંભાળવામાં મદદ કરશે, જેથી વ્યાપાર અને સપ્લાઈ સામાન્ય બનેલી રહે.

ટ્રમ્પનો દાવો છે કે આગામી સમયમાં ઘણાં સકારાત્મક પગલા ઉઠાવવામાં આવશે અને આનાથી આર્થિક ગતિવિધિઓ પણ વધશે. ઈરાન હવે પોતાના દેશના પુનર્નિર્માણની પ્રક્રિયા શરૂ કરી શકે છે. અમેરિકા આ દરમિયાન સપ્લાઈ ઉપલબ્ધ કરાવશે અને પરિસ્થિતિ પર નજર બનાવી રાખશે.

આ પણ વાંચો: ટ્રમ્પની ધમકી બાદ USS Abraham Lincoln પર યુદ્ધવિમાનોની હલચલ તેજ, VIDEO

Tags :
Advertisement

.

×