Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US Iran Conflict : ટ્રમ્પની ચેતવણી બાદ ઇરાને પણ આપી ખતરનાક ધમકી

અમેરિકા અને ઈરાન વચ્ચેનો વર્ષો જૂનો સંઘર્ષ હવે એક એવા મોડ પર આવી ગયો છે જ્યાંથી પાછા વળવું અશક્ય લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સીધી આર્થિક ધમકીઓ બાદ ઈરાને ગલ્ફ દેશોને જે શરતો આપી છે, તેણે વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. એક તેલના કુવા સામે ચાર તેલના કુવાઓ ઉડાવી દેવાની ઈરાનની નવી 'ગણતરી' પાછળનો અસલી ખતરો શું છે તે જાણવું જરૂરી છે.
us iran conflict   ટ્રમ્પની ચેતવણી બાદ ઇરાને પણ આપી ખતરનાક ધમકી
Advertisement
  • અમેરિકા દ્વારા તેલ પાઈપલાઈન પર હુમલાની ધમકી બાદ ઈરાન લાલચોળ (US Iran Conflict )
  • જો એક પાવર પ્લાન્ટ પર હુમલો થશે તો ઈરાન 4 ગણો બદલો લેશે
  • અમેરિકાને ટેકો આપનારા ગલ્ફ દેશોના માળખાને નિશાન બનાવવાની ચેતવણી
  • હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી વચ્ચે ઈરાનનો વળતો પ્રહાર કરવાનો પ્લાન તૈયાર

અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો (Peace Talks) હવે સંપૂર્ણપણે અનિશ્ચિતતાના વમળમાં ફસાઈ ગઈ છે. બંને દેશો વચ્ચે કોઈ ઉકેલ આવવાને બદલે વિવાદ વકરી રહ્યો છે. હાલમાં જ અમેરિકાએ ઈરાનની ઓઈલ પાઈપલાઈન પર હુમલો કરવાની ચીમકી આપી હતી, જેના જવાબમાં ઈરાને હવે ચાર ગણો પ્રહાર કરવાની ખુલ્લી ચેતવણી આપી છે.

US Iran Conflict : ઈરાનની ગલ્ફ દેશોને ગંભીર ચેતવણી

ઈરાને તેના પડોશી ગલ્ફ દેશોને (Gulf Countries) અમેરિકાને ટેકો આપવા સામે લાલ આંખ કરી છે. ઈરાનના ઉપરાષ્ટ્રપતિ ઇસ્માઈલ સગાબ એસ્ફહાનીએ (Ismail Saghab Esfahani) સ્પષ્ટ કર્યું છે કે જો હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની નાકાબંધી વચ્ચે ઈરાનના તેલના કુવાઓ કે અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થશે, તો તેહરાનનો જવાબ અત્યંત ભયાનક હશે. ઈરાને કહ્યું કે તે આક્રમક પક્ષને મદદ કરનારા દેશોના પાવર પ્લાન્ટ્સ (Power Plants) પર હુમલો કરશે.

Advertisement

Advertisement

એક તેલના કુવા સામે ચાર પર હુમલો

ઉપરાષ્ટ્રપતિ એસ્ફહાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર જણાવ્યું હતું કે, "અમારી ગણતરી કરવાની રીત અલગ છે. જો અમારો એક તેલનો કૂવો (Oil Well) નિશાન બનશે, તો અમે સામે ચાર કુવાઓનો નાશ કરીશું." ઈરાને આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે અમેરિકાને સમર્થન આપતા દેશોએ ચાર ગણું નુકસાન ભોગવવા તૈયાર રહેવું પડશે.

ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી આર્થિક પાયમાલીની ધમકી

બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ (Truth Social) પર ઈરાનની આર્થિક સ્થિતિ પર પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે લખ્યું હતું કે, "ઈરાન આર્થિક રીતે તૂટી રહ્યું છે અને તે રોકડ માટે તરસ્યું છે. તેઓ દરરોજ 500 મિલિયન ડોલર ગુમાવી રહ્યા છે." ફોક્સ ન્યૂઝ (Fox News) સાથેની વાતચીતમાં પણ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો પ્રતિબંધો (Sanctions) ચાલુ રહેશે, તો ઈરાનની ઓઈલ પાઈપલાઈન (Oil Pipeline) થોડા દિવસોમાં જ ધ્વસ્ત થઈ જશે.

આ પણ વાંચો:   Donald Trump નો પારો સાતમા આસમાને, મહિલા પત્રકારે શૂટરના લખાણ પર સવાલ પૂછતા જ ભડક્યા રાષ્ટ્રપતિ!

Tags :
Advertisement

.

×