Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Donald Trump ની ઈરાનને અંતિમ ચેતવણી; જો ડીલ નહીં થાય તો મહાયુદ્ધ નક્કી! જાણો શું છે વિવાદના મુખ્ય મુદ્દા

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ છતાં પરમાણુ કાર્યક્રમ અને સુરક્ષા ગેરંટી જેવા મુદ્દે ગંભીર મડાગાંઠ સર્જાઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમજૂતી ન થવા પર સૈન્ય કાર્યવાહીની કડક ચેતવણી આપી છે. બીજી તરફ, ઈરાને પાકિસ્તાન મારફતે ૧૪ શરતોનો નવો પ્રસ્તાવ મોકલી શાંતિની અપીલ કરી છે. હાલ હોર્મુઝની નાકાબંધીને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે.
donald trump ની ઈરાનને અંતિમ ચેતવણી  જો ડીલ નહીં થાય તો મહાયુદ્ધ નક્કી  જાણો શું છે વિવાદના મુખ્ય મુદ્દા
Advertisement
  • ટ્રમ્પની ઈરાનને સીધી ધમકી- "ડીલ કરો અથવા હુમલા માટે તૈયાર રહો"
  • પરમાણુ મિશન અને હોર્મુઝ નાકાબંધી પર મડાગાંઠ યથાવત
  • ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને મોકલ્યો 14 શરતોનો પ્રસ્તાવ
  • આર્થિક પ્રતિબંધોને કારણે ઈરાનની તેલ નિકાસ પર ભારે અસર
  • શાંતિની વાતો વચ્ચે પણ સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં (US Iran Conflict News) હાલ યુદ્ધવિરામ છે, પરંતુ શાંતિના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દાવો કર્યો છે કે ઈરાન હવે આર્થિક અને રાજકીય રીતે નબળું પડી ગયું છે અને તે સમજૂતી કરવા માટે મજબૂર છે. ટ્રમ્પના મતે, ઈરાન પાસે હવે મર્યાદિત વિકલ્પો છે અને જો તેઓ શરતો નહીં માને તો સૈન્ય કાર્યવાહીનો (Military Action) વિકલ્પ ખુલ્લો જ છે.

Advertisement

ડીલની રાહમાં ત્રણ મોટા અવરોધ

બંને દેશો વચ્ચેની વાતચીત મુખ્ય ત્રણ મુદ્દાઓ પર અટવાયેલી છે:

Advertisement

  • પરમાણુ કાર્યક્રમ (Nuclear Program): અમેરિકા ઈરાનના પરમાણુ મિશનને સંપૂર્ણપણે રોકવા માંગે છે.
  • હોર્મુઝની નાકાબંધી (Hormuz Blockade): સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી છે.
  • સુરક્ષા ગેરંટી (Security Guarantee): ભવિષ્યમાં એકબીજા પર હુમલા ન કરવાની ખાતરી અંગે હજુ સહમતી બની નથી.

ઈરાનનો નવો પ્રસ્તાવ

ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ (Araghchi) ઓમાન સાથે ચર્ચા કરીને પ્રાદેશિક શાંતિ માટે કૂટનીતિક પ્રયાસો તેજ કર્યા છે. રિપોર્ટ્સ મુજબ, ટ્રમ્પના ૯ શરતોના પ્લાન સામે ઈરાને પાકિસ્તાન મારફતે 14 શરતોનો નવો પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં પ્રતિબંધોમાં રાહત (Sanctions Relief) અને ક્રમશઃ તણાવ ઘટાડવાની યોજના સામેલ છે. હવે જોવાનું એ રહેશે કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ સંઘર્ષ કાયમી શાંતિમાં પરિણમે છે કે પછી ફરીથી યુદ્ધના નગારા વાગશે.

આ પણ વાંચો : Germany ની ગાડીઓ પર 25% ટેક્સ અને સૈન્યમાં કાપ; Donald Trump ના એક નિર્ણયથી યુરોપમાં ફફડાટ

Advertisement

.

×