Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

US-Iran Tension: ઈરાને અમેરિકા સાથે વાટાઘાટો પહેલા હોર્મુઝના અખાતમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો

US-Iran Tension: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની "ભયાનક પરિણામો" ભોગવવાની ધમકી છતાં, ઈરાને રણનીતિક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝના અખાતમાં 'સ્માર્ટ કંટ્રોલ' નામના નૌસેના યુદ્ધાભ્યાસ શરૂ કર્યા છે. ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ (IRGC) દ્વારા સંચાલિત આ કવાયતનો મુખ્ય હેતુ અમેરિકાના કોઈપણ સંભવિત સૈન્ય હુમલા સામે પોતાની સંરક્ષણ તૈયારીઓને ચકાસવાનો અને જડબાતોડ જવાબ આપવાનો છે
us iran tension  ઈરાને અમેરિકા સાથે વાટાઘાટો પહેલા હોર્મુઝના અખાતમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો
Advertisement

. Strait of Hormuz માં ઈરાની નૌસેનાની સૈન્ય કવાયત
. અમેરિકા સાથે વાટાઘાટો પહેલા ઈરાને તેવર દેખાડયા
. ટ્રમ્પની ધમકીઓની ઈરાને કરી ઐસી-તૈસી

US-Iran Tension: પરમાણુ સમજૂતીને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવ ચરમ પર છે. ઘણાં રિપોર્ટ્સમાં ત્યાં સુધી દાવો કરાયો છે કે અમેરિકા કોઈપણ સમયે ઈરાન પર હુમલો કરે તેવી શક્યતા છે.

Advertisement

આ તમામ ઘટનાક્રમો વચ્ચે ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ (IRGC) કે જેમને અમેરિકા અને યુરોપિયન યુનિયને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે, તેની નૌસેનાએ રણનીતિક હોર્મુઝ અખાત (Strait of Hormuz) માં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. સ્થાનિક મીડિયા તરફથી આની જાણકારી આપવામાં આવી છે.

Advertisement

આ યુદ્ધાભ્યાસનું નામ 'Smart Control of the Strait of Hormuz' રાખવામાં આવ્યું છે અને જણાવવામાં આવે છે કે તેનું નેતૃત્વ ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સની નૌસેના કરી રહી છે. આઈઆરજીસીના કમાન્ડર ઈન ચીફ મેજર જનરલ મોહમ્મદ પાકપુર આ આખી પ્રક્રિયાનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે

યુદ્ધાભ્યાસનો ઉદેશ્ય

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ નૌસેનાનો આ યુદ્ધાભ્યાસ પરિચાલન એકમોની તૈયારીઓનું આકલન કરવાનો, સુરક્ષા યોજનાઓની સમીક્ષા કરવાનો અને સંભવિત સુરક્ષા ખતરા માટે સૈન્ય પ્રતિક્રિયાઓના પરિદ્રશ્યનો પૂર્વાભ્યાસ કરવાનો હતો.

ધ્યાનમાં રાખવાની વાત એ છે કે ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાનીએ નિવેદન આપ્યું હતું કે જો અમેરિકા ઈસ્લામિક રાષ્ટ્ર વિરુદ્ધ બળપ્રયોગ કરે છે, તો તહેરાન અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવશે.

ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાનીએ તાજેતરમાં અલઝઝીરા સાથેની વાતચીતમાં કહ્યુ કે જો અમેરિકા અમારી વિરુદ્ધ બળપ્રયોગ કરશે, તો તેમને બદલામાં બળનો સામનો કરવો પડશે. ઈસ્લામિક ગણરાજ્ય સંપૂર્ણપણે તૈયાર છે. પરંતુ યુદ્ધ ઈચ્છતું નથી અને જો અમારા પર યુદ્ધ થોપવામાં આવશે, તો અમે તેનો જવાબ આપીશું.

આ પણ વાંચો: ટ્રમ્પની ધમકીઓ છતાં ઈરાન પર હુમલો કરતા કેમ ખચકાઈ રહ્યું છે અમેરિકા? કારણ જાણીને ચોંકશો

ટ્ર્મ્પની ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈરાનને આકરી ચેતવણી આપી હતી કે જો ઈસ્લામિક ગણરાજ્ય અમેરિકા સાથે સમજૂતી કરવામાં સફળ નહીં થાય, તો તહેરા માટે તેના પરિણામ ભયાનક હશે.

વ્હાઈટ હાઉસમાં પોતાના સંબોધનમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે ઈરાન સાથે અમારે સમજૂતી કરવી જ પડશે, નહીંતર પરિણામ બેહદ ભયાનક હશે. તેમણે આગળ ક્હ્યુ હતુ કે તેમણે પહેલીવારમાં જ સમજૂતી કરી લેવી જોઈતી હતી, પરંતુ તેના બદલે તેમને મિડનાઈટ હેમર મળ્યું.

આ પણ વાંચો:  ટ્રમ્પે બીજું વિમાનવાહક જહાજ USS Gerald R. Ford ઈરાન તરફ મોકલ્યું, નવાજૂનીના એંધાણ

Tags :
Advertisement

.

×