US Iran War: ફારસની ખાડી પર દેખાયા અમેરિકાના જાસૂસી ડ્રોન, Gulf માં યુદ્ધના વાદળો ઘેરાયા
. UAE ના અલ ધાફરા એરબેઝ પરથી ઉડેલા અમેરિકી ડ્રોન ૩૬૦ ડિગ્રી રડાર સિસ્ટમથી સજ્જ છે
. અમેરિકાના ડ્રોન ઈરાની તટીય વિસ્તારો પર નજર રાખી રહ્યા છે
. એક્સિયોસ ન્યૂઝના અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના વલણથી નારાજ છે
US Iran War: અમેરિકા (America) અને ઈરાન (Iran) વચ્ચે વધતા તણાવ વચ્ચે પર્શિયન ગલ્ફ (Persian Gulf) માં અમેરિકાના જાસૂસી ડ્રોનની ગતિવિધિ જોવા મળી છે. સવાલ ઉઠી રહ્યા છે કે શું બંને દેશો વચ્ચે ટકરાવ હવે વધુ નજીક આવી ગયો છે? રિપોર્ટ્સ મુજબ, ગત કેટલાક દિવસોમાં અમેરિકાની નૌસેનાના ઓછામાં ઓછા બે Northrop Grumman MQ-4C Triton ડ્રોન ફારસની ખાડીની ઉપ ઉડતા દેખાયા છે.
એક ડ્રોન યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ના Al Dhafra Air Base થી ઉડયું હતું. અહેવાલો મુજબ, તેનો રજિસ્ટ્રેશન નંબર ‘169660 હતો અને તેને OVRD01 કૉલ સાઈન હેઠળ ઓપરેટ કરવામાં આવ્યું.
આ ડ્રોનનું કામ વિસ્તારનું નિરીક્ષણ અને ગુપ્ત જાણકારી એકઠી કરવાનું હોવાનું જણાવાય રહ્યું છે.
આ પણ વાંચો: ગુપ્ત Nuclear Test? : US ના હુમલાની શક્યતા વચ્ચે Iran ના પરમાણુ ઠેકાણા નજીક ભૂકંપ
MQ-4C Triton ડ્રોનની ખાસિયત
MQ-4C Triton ડ્રોનમાં 360 ડિગ્રી એડવાન્સ રડાર સિસ્ટમ હોય છે.
તે મોટા વિસ્તારમાં ટાર્ગેટને ઓળખવા, ટ્રેક કરવા અને તેની કેટેગરી નક્કી કરવામાં સક્ષમ છે. સંરક્ષણ વિશેષજ્ઞો પ્રમાણે, આવા ડ્રોન કોઈપણ સંભવિત સૈન્ય કાર્યવાહી પહેલા જમીન તૈયાર કરવાનું કામ કરે છે.
રિપોર્ટ્સ મુજબ, ડ્રોને ઈરાનના તટવર્તી આંતરરાષ્ટ્રીય વાયુક્ષેત્રથી અંતર બનાવી રાખ્યું.
જિનેવામાં વાટાઘાટો, ખાડીમાં સૈન્ય હલચલ
એક તરફ વોશિંગ્ટન અને તેહરાન જિનેવામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને વાટાઘાટો કરી રહ્યા છે, તો બીજી તરફ ફારસની ખાડીમાં સૈન્ય ગતિવિધિઓ વધતી જોવા મળી છે.
અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન (USS Abraham Lincoln) પહેલા જ ખાડીમાં છે. અને બીજું યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ (USS Gerald R. Ford) પણ ત્યાં પહોંચવાના અહેવાલ છે.
હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz ) પર અસર
ઈરાને પણ કેટલાક આક્રમક પગલા ઉઠાવ્યા છે. રિપોર્ટ્ મુજબ, Strait of Hormuz ના કેટલાક વિસ્તારોને આંશિકપણે બંધ કરવામાં આવ્યા છે. આ દુનિયા માટે મહત્ત્વનો ખનીજતેલ આપૂર્તિ માર્ગ છે.
અમેરિકા-ઈઝરાયલની સંયુક્ત કાર્યવાહીની શક્યતા
કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ, જો પરિસ્થિતિ બગડશે તો અમેરિકા અને ઈઝારયલ સાથે મળીને ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરે તેવી શક્યતા છે.
Axios News ને ટાંકીને ટ્રમ્પના એક સલાહકારે કહ્યુ છે કે “Trump is fed up”, એટલે કે ટ્રમ્પ હવે ઘણાં નારાજ છે.
જો કે સત્તાવાર રીતે કોઈ મોટા હુમલાની પુષ્ટિ થઈ નથી. પરંતુ સંરક્ષણ સૂત્રોનું માનવું છે કે જો કોઈ કાર્યવાહી થાય છે, તો તેનું સ્તર ગત વર્ષ જૂનમાં ઈઝરાયેલે કરેલા હુમલાથી મોટું હોઈ શકે છે.
હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલુ છે, પરંતુ ફારસની ખાડીમાં વધતી સૈન્ય ગતિવિધિઓને કારણે તણાવ વધ્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ કઈ દિશામાં જાય છે, તેના પર દુનિયાની નજરો મંડાયેલી છે.
આ પણ વાંચો: અમેરિકા Iran પર શનિવાર સુધીમાં હુમલો કરે તેવી શક્યતા, ઈઝરાયલી અખબારનો દાવો


