ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Us Iran: પરમાણુ કરારને લઈને ટ્રમ્પની ઈરાનને ધમકી, 'જો સમજૂતી નહીં થાય..

Us Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને (UsIra)લઈને મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાએ ઇરાનને સ્પષ્ટપણે ધમકી આપી છે કે જો ઈરાન પરમાણુ કરાર માટે સહમત નહીં થાય તો બોમ્બમારો (Donald Trump Iran Bombing)કરવામાં આવશે. આ ઉપરાંત તેને કડક આર્થિક...
09:53 PM Mar 30, 2025 IST | Hiren Dave
Us Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને (UsIra)લઈને મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાએ ઇરાનને સ્પષ્ટપણે ધમકી આપી છે કે જો ઈરાન પરમાણુ કરાર માટે સહમત નહીં થાય તો બોમ્બમારો (Donald Trump Iran Bombing)કરવામાં આવશે. આ ઉપરાંત તેને કડક આર્થિક...
Donald Trump Iran Bombing

Us Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને (UsIra)લઈને મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાએ ઇરાનને સ્પષ્ટપણે ધમકી આપી છે કે જો ઈરાન પરમાણુ કરાર માટે સહમત નહીં થાય તો બોમ્બમારો (Donald Trump Iran Bombing)કરવામાં આવશે. આ ઉપરાંત તેને કડક આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. એક અહેવાલ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ જો ઈરાન સમજૂતી પર નહીં પહોંચે તો અમેરિકા બોમ્બ વિસ્ફોટ કરશે. આ સાથે જો ઈરાન કોઈ સમજૂતી પર નહીં પહોંચે તો ચાર વર્ષ પહેલા કર્યુ હતું તેમ તેમના પર ફરીથી સેકન્ડરી ટેરિફ લાદવામાં આવશે.

2015માં ઈરાન પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન 2015ના ઈરાન પરમાણુ કરારમાંથી અમેરિકાને પાછું ખેંચી લીધું હતું. આ સમજૂતીમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, જેના બદલામાં તેને આર્થિક પ્રતિબંધોમાંથી રાહત મળી હતી. આ પછી, ટ્રમ્પે ઈરાન પર ફરીથી કડક અમેરિકન પ્રતિબંધો લગાવ્યા, જેનાથી ઈરાનનું આર્થિક સંકટ વધ્યું હતું.

આ પણ  વાંચો -Tonga Earthquake: મ્યાનમાર બાદ હવે ટોંગામાં ધરા ધ્રુજી, 7.1ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

ઈરાને ટ્રમ્પની ધમકીને નકારી કાઢી છે

આ સાથે જ તહેરાને ટ્રમ્પની ધમકીઓને ફગાવી દીધી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ કહ્યું કે ઈરાને ટ્રમ્પના પત્રનો જવાબ ઓમાન દ્વારા મોકલ્યો છે. પત્રમાં ટ્રમ્પે ઈરાન સાથે નવા પરમાણુ કરારની અપીલ કરી હતી. ટ્રમ્પની આ ધમકીથી મધ્ય પૂર્વમાં તણાવ વધી શકે છે, કારણ કે ઈરાન તેના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમને સતત વેગ આપી રહ્યું છે.

આ પણ  વાંચો -Vladimir Putin : પુતિનની કારમાં વિસ્ફોટ, રશિયામાં અરાજકતા, શું હત્યાનું કાવતરું હતું?

ઇરાને ગેરવાજબી ગણાતી માંગણીઓને નકારી

મીડિયા અહેવાલ મુજબ ઈરાની જવાબમાં ચાર મુખ્ય ક્ષેત્રોને સંબોધવામાં આવ્યા: પરમાણુ કાર્યક્રમ, મિસાઈલ અને સંરક્ષણ ક્ષમતાઓ, પ્રાદેશિક આતંકવાદી જૂથો સાથે ઈરાનના સંબંધો અને વધુ પ્રતિબંધો અને લશ્કરી કાર્યવાહીની યુએસની ધમકીઓ. ત્યારે આ મુખ્ય મુદ્દાઓ પર તેહરાને ટ્રમ્પના સંદેશાને લાઇન બાય લાઇન જવાબ આપ્યો હતો અને તેના સ્વર અને બંધારણને પ્રતિબિંબિત કર્યું હતું. ઇરાન દ્વારા જવાબમાં ગેરવાજબી ગણાતી માંગણીઓને નકારી કાઢવામાં આવી હતી અને ભારપૂર્વક જણાવાયું હતું કે પરમાણુ ફાઇલ પરની કોઈપણ વાટાઘાટો સંયુક્ત વ્યાપક કાર્ય યોજના (JCPOA) અને પરસ્પર આદર પર આધારિત હોવી જોઈએ.

Tags :
Donald Trump Warns IranDonald Trump warns Iran for airstrikesIran nuclear deal
Next Article