શું 48 કલાકમાં Iran પર થશે હુમલો? હિંદ મહાસાગર પહોંચ્યો USS Abraham Lincoln નો કાફલો
. 23 જાન્યુઆરીએ USS Abraham Lincoln કાફલો અરબી સમુદ્ર પહોંચે તેવી હતી ગણતરી
. મધ્યપૂર્વ ક્ષેત્રમાં અમેરિકાની મોટી સૈન્ય ઉપસ્થિતિથી તણાવ યુદ્ધમાં ફેરવાય તેવી શક્યતા
. મધ્યપૂર્વમાં અમેરિકાની મોટી સૈન્ય હિલચાલો, ઈરાને પણ વળતી ધમકીઓ આપી
US Iran War: ઈરાન પરના સંભવિત સૈન્ય આક્રમણને લઈને તૈયારી કરી રહેલું અમેરિકા મધ્ય-પૂર્વ એશિયાનાવિસ્તારમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિમાં વધારો કરી રહ્યું છે. ગુરુવારે The War Zoneને અમેરિકાના નૌસૈન્યાધિકારીઓએ કહ્યુ હતુ કે યુએસએસ અબ્રાહમ લિંકન અને તેનું કરિયર સ્ટ્રાઈક ગ્રુપ (CSG) હિંદ મહાસગાર પહોંચી ચુક્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ નૌસૈન્ય કાફલાને પશ્ચિમમાં કૂચ કરવાનો આદેશ આપ્યો ન હતો, ત્યાં સુધી તે દક્ષિણ ચીન સાગરમાં તેનાત હતું. આ સિવાય વધુ કાર્ગો જેટ્સ ને એરિયલ રિફ્યુલિંગ ટેન્કર્સ પણ આ વિસ્તારમાં પહોંચી ચુક્યા છે. ટ્રમ્પે ગુરુવારે જ કહ્યુ છે કે આ વિસ્તારમાં મોટી નૌસૈન્ય ઉપસ્થિતિ થઈ રહી છે.
ઈરાનમાં દેખાવકારો સામે સરકાર દ્વારા ક્રૂરતા કરવાની સ્થિતિમાં ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ધમકી બાદ આ સૈન્ય હિલચાલો શરૂ થઈ છે. ઈરાનમાં ખુમેનઈના શાસન વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં હજારો લોકોના મોત નીપજ્યાનો અંદાજ છે. કેટલાક આ આંકડો ત્રણથી પાંચ હજારનો ગણાવી રહ્યા છે, તો કેટલીક સંસ્થા તેને 12 હજારથી વધારે ગણાવી રહ્યા છે.
ગુરુવારે ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે અમારો એક મોટો નૌકા કાફલો (flotilla) તે દિશામાં જઈ રહ્યો છે, અને આપણે જોઈશું કે આગળ શું થાય છે. તેમણે કહ્યુ હતુ કે ઈરાન તરફ અમારી મોટી ફોર્સ આગળ વધી રહી છે. હું કંઈપણ જોવા માંગીશ નહીં, પરંતુ અમે તેમને ઘણું નજીકથી જોઈ રહ્યા છીએ.
Trump on Iran:
We have a big flotilla going in that direction, and we’ll see what happens. We have a big force going toward Iran. I’d rather not see anything happen.
But we are watching them very closely. pic.twitter.com/pyBJpILnYH
— Clash Report (@clashreport) January 22, 2026
ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે 837 લોકોને ફાંસીએ લટકતા બચાવ્યા છે. અમારો એક વિશાળ નૌસૈન્ય કાફલો તે દિશામાં આગળ વધી રહ્યોછે અને અમારે તેનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. આપણે જોઈશું.
ઈરાન પર હુમલાની ધમકી વચ્ચે 13 જાન્યુઆરીએ ટ્રમ્પે ઈરાનમાં સડકો પર દેખાવો કરી રહેલા લોકોને સંબોધીને તેમની મદદ રસ્તામાં જ હોવાનું જણાવ્યું હતું. પરંતુ જ્યારે ફાંસીઓ અટકાવાય હોવાનું જણાવાયું, ત્યારે તેમણે ગત સપ્તાહે ઈરાન સામે હુમલાને રદ્દ કર્યો હતો.
— Rapid Response 47 (@RapidResponse47) January 13, 2026
કેટલાક અહેવાલો મુજબ, ટ્રમ્પ ઈરાન સાથે લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધમાં સામેલ થવા માંગતા નથી, કારણ કે તેઓ હજુ પણ ત્યાં સત્તા પરિવર્તન (regime change) વિશે વિચારી રહ્યા છે. વોશિંગ્ટન અને જેરૂસલેમમાં એવી ચિંતા સેવાઈ રહી છે કે આ ક્ષેત્રમાં ઈરાનના સંભવિત જવાબી હુમલા સામે રક્ષણ મેળવવા માટે પૂરતા સૈન્ય સંસાધનો નથી, જેના કારણે ઇઝરાયેલે પણ ટ્રમ્પને અત્યારે કોઈપણ હુમલો ન કરવા વિનંતી કરી હતી.
પરંતુ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી કેટલાક કલાકોમાં જ તણાવ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. અમેરિકાની નૌસેનાનું એરક્રાફ્ટ કરિયર, યુદ્ધ જહાજો અને સબમરીનો ઝડપથી ઈરાન તરફ આગળ વધી રહ્યા છે. ગત વર્ષે ઈરાન પર હુમલા દરમિયાન જેવી તૈયારી હતી, તેવી જ સૈન્ય તૈયારી હાલ જોવા મળી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ કળી શકાય એવું નથી હોતું. જો કે તેઓ તાજેતરમાં જ બોલી ચુક્યા છે કે એક મોટી સેના ઈરાન તરફ આગળ વધી રહી છે, પરંતુ હાલ કંઈ થતું દેખાઈ રહ્યું નથી. પરંતુ અમે ઘણું નજીકથી તેના પર નજર રાખી રહ્યા છીએ. આશંકા વ્યક્ત થઈ રહી છે કે અમેરિકા ઈરાન પર નજીકના ભવિષ્યમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.
20મી જાન્યુઆરીએ દક્ષિણ ચીન સાગરમાં તેનાત યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપે મલક્કા સ્ટ્રેટને પાસ કરીને હિંદ મહાસાગરમાં પ્રવેશ કર્યો હતો. આ સ્ટ્રાઈક ગ્રુપ 20 નોટિકલ માઈલ પ્રતિ કલાકની ઝડપે ઈરાન તરફ આગળ વધી રહ્યું છે. જો કે તેણે પોતાના લોકેશન છૂપાવવા માટે પોતાના ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમને બંધ કરી દીધી છે.
આ પણ વાંચો: USS અબ્રાહમ લિંકન માત્ર એક જહાજ નહીં, પણ છે આખું લશ્કરી મથક ,જાણો તેના વિશે
USS Abraham Lincoln કેરિયર સ્ટ્રાઈક ગ્રુપની શક્તિ
સંભાવના છે કે USS Abraham Lincoln કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ 23 જાન્યુઆરી સુધી અરબી સમુદ્રમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. આ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપમાં ઘણાં શક્તિશાળી વિધ્વંસક જહાજો, પરમાણુ શક્તિથી સંચાલાતિ સબમરીનો સામેલ છે. જે આખા સ્ટ્રાઈક ગ્રુપને પાણીની અંદરથી લઈને આકાશ સુધી સુરક્ષા કવચ ઉપલબ્ધ કરે છે.
USS Abraham Lincoln એરક્રાફ્ટ કેરિયર 48થી 60 F/A-18 યુદ્ધવિમાનો તેનાત છે. તેમાંથી રેક વિમાન એરિયલ રિફ્યૂલિંગ વગર 2300 કિલોમીટર દૂર સુધીના ટાર્ગેટને ધ્વસ્ત કરવા સક્ષમ છે.
UPDATE: 20260122-1630Z
Due to people stealing the tables without credit, I've had to resort to watermarking. Once the 2 incoming tankers arrive at Al-Udeid, the fleet there will now be at least 20 KC-135s!!
cc: @ArmchairAdml @vcdgf555 @TheIntelFrog @BrianE6B @steffanwatkins pic.twitter.com/mskTvTegR6
— DefenceGeek 🇬🇧 (@DefenceGeek) January 22, 2026
આ પણ વાંચો: Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે
ટૉમહૉકથી સજ્જ સબમરીનો પણ ઈરાનની નજીક
USS Abraham Lincoln કેરિયર સ્ટ્રાઈક ગ્રુપમાં ઓહિયો ક્લાસની સબમરીનો પણ સામેલ છે. તેમને SSGNs નામથી ઓળખવામાં આવે છે, જે પાણીની નીચે મિસાઈલ ડેપો તરીકે કામ કરે છે. ઓહિયો ક્લાસ સબમરીનો 154 ટોમહોક ક્રૂઝ મિસાઈલોથી સજ્જ છે.
ટોમહોક અમેરિકાની લાંબા અંતરની સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે. તે રડારથી બચીને ઓછી ઊંચાઈએ ઉડાણ ભરીને ચોક્કસાઈપૂર્વક એરબેઝ અને બંકર જેવા ટાર્ગેટને નષ્ટ કરી શકે છે.
ટોમહોક મિસાઈલની મારક ક્ષમતા 2500 કિલોમીટરની છે. આ મિસાઈલ જીપીએસ અને ઉન્નત નેવિગેશનથી સજ્જ હોય છે. ઉડાણ વચ્ચે પણ તેનો માર્ગ બદલી શકાય છે.
ઈઝરાયલને પેટ્રિયટની ડિલીવરી ચાલુ
રિપોર્ટો મુજબ, અમેરિકાના સી-17 મિલિટ્રી ટ્રાન્સપોર્ટ વિમાન 20થી 22 જાન્યુઆરી વચ્ચે જોર્ડનના મફરાક અલ ખવાજા એરબેઝ માટે વારંવાર ઉડાણ ભરી રહ્યા છે. દાવો કરાય રહ્યો છે કે તે ઈજારયલને ઈરાનના જવાબી હુમલાથી બચાવવા માટે પેટ્રિયટ 3 મિસાઈલની ડિલીવરી કરી રહ્યા છે. અમેરિકા હિંદ મહાસાગરમાં આવેલા ડિએગો ગોર્સિયામાં બી-2 સ્ટીલ્થ બોમ્બર પણ તેનાત કરવાની યોજના બનાવી રહ્યું છે, જે અહીંથી ઉડાણ ભરીને ઈરાનમાં કોઈપણ હુમલો કરવા માટે સક્ષમ છે.
આ પણ વાંચો: USS અબ્રાહમ લિંકન માત્ર એક જહાજ નહીં, પણ છે આખું લશ્કરી મથક ,જાણો તેના વિશે


