Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US Iran War Threats: ઈરાનમાં લાખો લોકોના ફોન પર એકસાથે ગુંજ્યો ટ્રમ્પનો મેસેજ

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો ગજગ્રાહ હવે નિર્ણાયક વળાંક પર છે. ઈરાની નાગરિકોના ફોન પર આવેલા એક અનામી મેસેજે એવી મનોવૈજ્ઞાનિક અસર કરી છે કે આખું તેહરાન અત્યારે ભયના ઓથાર હેઠળ છે. શું આ માત્ર દબાણ લાવવાની રણનીતિ છે કે પછી ખરેખર કોઈ મોટો લશ્કરી પ્લાન તૈયાર થઈ રહ્યો છે?
us iran war threats  ઈરાનમાં લાખો લોકોના ફોન પર એકસાથે ગુંજ્યો ટ્રમ્પનો મેસેજ
Advertisement

  • ઈરાની નાગરિકોના મોબાઈલ પર આવ્યા રહસ્યમય ચેતવણીભર્યા મેસેજ (US Iran War Threats) 
  • ઇઝરાયેલ નજીક અમેરિકાનું સૌથી શક્તિશાળી પરમાણુ યુદ્ધ જહાજ તૈનાત
  • તેહરાન પર 'મર્યાદિત લશ્કરી હુમલા' માટે ડોનાલ્ડ ટ્રમ્પે સેનાને કરી સજ્જ

ઈરાન (Iran) અને અમેરિકા (America) વચ્ચે વધતા જતા તણાવ વચ્ચે ઈરાની નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે. સોમવારે હજારો ઈરાનીઓના મોબાઈલ ફોન પર એક રહસ્યમય મેસેજ (Mysterious Message) આવ્યો હતો, જેમાં લખ્યું હતું: "અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યવાહી કરનાર માણસ છે. રાહ જુઓ અને જુઓ." ફારસી ભાષામાં મોકલવામાં આવેલા આ સંદેશાએ યુદ્ધની આશંકા (Fear of War) વધુ પ્રબળ બનાવી છે. આ મેસેજથી મહાયુદ્વ થવાની પ્રબળ સંભાવના જોવાઇ રહી છે.

US Iran War Threats: ટ્રમ્પનો યુદ્ધ હુમલાનો ઈશારો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) તેહરાન પર સંભવિત લશ્કરી હુમલા (Military Attack) માટે સેનાને સજ્જ થવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન, અમેરિકાએ તેનું સૌથી શક્તિશાળી પરમાણુ વિમાનવાહક જહાજ (Nuclear-powered Aircraft Carrier), યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ (USS Gerald R. Ford), ઇઝરાયેલ (Israel) નજીક સમુદ્રમાં તૈનાત કરી દીધું છે. આ ગતિવિધિ સ્પષ્ટપણે દર્શાવે છે કે જો પરમાણુ વાટાઘાટો (Nuclear Talks) નિષ્ફળ જશે, તો અમેરિકા મર્યાદિત લશ્કરી હુમલો કરી શકે છે.

Advertisement

જીનીવામાં વાટાઘાટો અને રાજદ્વારી ગતિરોધ

આ ધમકીઓ વચ્ચે, આગામી ગુરુવારે જીનીવા (Geneva) ખાતે બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દે ચર્ચા થવાની છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) એ જણાવ્યું હતું કે તેઓ રાજદ્વારી ઉકેલ (Diplomatic Solution) માટે આશાવાદી છે, પરંતુ અમેરિકાના લશ્કરી દબાણ સામે ઝૂકશે નહીં. બીજી તરફ, લેબનોન (Lebanon) માં અમેરિકન દૂતાવાસે સાવચેતીના ભાગરૂપે પોતાના કર્મચારીઓને પરત બોલાવી લીધા છે, જે આગામી સમયમાં મોટા સંઘર્ષના સંકેત આપી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Indian Embassy Advisory In Iran : ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારતીયોને દેશ છોડવા એડવાઈઝરી

Tags :
Advertisement

.

×