ટ્રમ્પનો યુદ્ધ જીતવાનો દાવો, US ઈન્ટેલિજન્સે કહ્યુ-Iran ની સત્તા હજી મજબૂત!
. ટ્રમ્પે Iran ના 58 જહાજો નષ્ટ કરવાનો અને યુદ્ધ જીતી ગયા હોવાનો દાવો કર્યો
. US ગુપ્તચર એજન્સીઓ મુજબ ઈરાનનું શાસન અને સુરક્ષા માળખું હજુ પણ સંગઠિત અને મજબૂત છે
. અયાતુલ્લાહ ખામેનેઈના નિધન બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈને નવા સર્વોચ્ચ નેતા
US Iran War: અમેરિકા (US) ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દાવો કરી ચુક્યા છે કે અમેરિકા (US) ઈરાન (Iran) યુદ્ધ (War) જીતી ચુક્યું છે. જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ પર નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સતત અમેરિકા અને ઈઝરાયલ (Israel) ના હુમલાઓ છતાં ઈરાનની સત્તા પર હાલ પતનનો ખતરો નથી. અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સી (US Inteligence Agency) ઓનું માનવું છે કે ઈરાનનું શાસન હજીપણ મજબૂત છે અને સરકારે સ્થિતિ પર નિયંત્રણ જાળવી રાખ્યું છે.
સૂત્રો મુજબ, ગત લગભગ બે સપ્તાહથી ચાલી રહેલા બોમ્બમારા બાદ પણ ઈરાન (Iran) ની સત્તા વ્યવસ્થા યથાવત છે. અમેરિકાના ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સમાં આ આકલન કરવામાં આવ્યું છે કે સરકાર હજીપણ જનતા અને સુરક્ષા તંત્ર પર પકડ બનાવી રાખવામાં સફળ રહી છે.
યુદ્ધની શરૂઆતમાં જ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ (Ayatullah Ali Khamenei) નું મોત નીપજ્યું હતું, જ્યારે અમેરિકા અને ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ મોટો હુમલો કર્યો હતો. તેમ છતાં ઈરાનના ધાર્મિક અને રાજકીય નેતૃત્વનું માળખું હજી પણ સંગઠિત માનવામાં આવે છે.
આ પણ વાંચો: Iran Regime Change: ઈરાનમાં સત્તા પરિવર્તન નહીં થાય, તો ટ્રમ્પ અમેરિકામાં શું મોંઢુ બતાવશે?
રિપોર્ટ મુજબ, દેશની શક્તિશાળી અર્ધલશ્કરી સંસ્થા ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને વચગાળાનું નેતૃત્વ હજીપણ દેશના પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થાને જાળવવામાં સફળ રહ્યા છે.
ઈરાનના ધાર્મિક નેતાઓની કાઉન્સિલ, એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સે (Assembly of Experts) તાજેતરમાં જ ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈ (Mojtaba Khamenei) ની નવા સર્વોચ્ચ નેતા તરીકે વરણી કરી છે.
Spokesperson for the Iranian Armed Forces, Gen. Shekarchi:
"If the U.S. threat against Iranian ports is carried out, all ports and economic centers in the region will be targeted." pic.twitter.com/6hczYhvumz
— Iran Military Monitor ☫ (@IRIran_Military) March 11, 2026
આ પણ વાંચો: Trump’s strategy: ટ્રમ્પનું લક્ષ્ય ચીન-રશિયા પર વૈશ્વિક સ્તરે અમેરિકાની સર્વોપરિતા સ્થાપિત કરવી
યુદ્ધ જલ્દી સમાપ્ત કરવાનો Trump નો સંકેત
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ જલ્દી આ મોટા સૈન્ય અભિયાનને સમાપ્ત કરવા માંગે છે, કારણ કે યુદ્ધને કારણે દુનિયાભરમાં ખનીજતેલ (Crude Oil) ની કિંમતો વધી રહી છે અને રાજકીય દબાણ પણ વધતું જાય છે.
જો કે વિશેષજ્ઞોનું કહેવું છે કે જો ઈરાનનું નેતૃત્વ મજબૂત રહે છે, તો યુદ્ધને સમાપ્ત કરવું આસાન નહીં હોય. ઈઝરાયલના કેટલાક અધિકારીઓનું માનવું છે કે આ નક્કી નથી કે આ યુદ્ધથી ઈરાનની સરકારનું પતન થશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો વાસ્તવમાં ઈરાનની સરકાર પડવાની છે, તો માત્ર હવાઈ હુમલા પુરતા નથી. તેના માટે જમીની કાર્યવાહી અથા દેશની અંદર મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનોની જરૂરત પડી શકે છે.
Khatam al‑Anbiya Headquarters spokesperson:
'We will not allow even a single liter of oil to pass through the Strait of Hormuz for the benefit of the United States and its allies.' pic.twitter.com/dFqFKTKAES
— Iran Military Monitor ☫ (@IRIran_Military) March 11, 2026
આ દરમિયાન અહેવાલ આવ્યા હતા કે ઈરાક (Iraq) માં રહેલા કેટલાક ઈરાની કુર્દ (Kurd) સમૂહ ઈરાનની સુરક્ષા એજન્સીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમેરિકાનું સમર્થન માંગી રહ્યા છે. જો કે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીઓના રિપોર્ટ્સ મુજ, આ કુર્દ સમૂહોની પાસે આટલા હથિયાર અને સૈનિકો નથી કે તેઓ ઈરાનની સેનાનો મુકાબલો કરી શકે.
હાલ પશ્ચિમ એશિયા (West Asia) માં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને એ સ્પષ્ટ છે કે આ યુદ્ધ કઈ દિશામાં જશે. પરંતુ તાજેતરના ઈન્ટેલિજન્સ આકલન મુજબ, ઈરાનની સત્તા વ્યવસ્થા હજી પણ કાયમ છે અને તાત્કાલિક તેના પતનની સંભાવના ઓછી દેખાઈ રહી છે.
આ પણ વાંચો: Iran માં સૈન્ય તેનાતીથી US ને ખચકાટ!, ભવિષ્યમાં ચીન સામે નબળા પડવાનો ડર કારણભૂત?
ચૂંટણી રેલીમાં ટ્રમ્પે કર્યો જીતનો દાવો
અમેરિકામાં નવેમ્બરમાં વચગાળાની ચૂંટણી છે અને ટ્રમ્પે કેંટકીના હેબ્રોનમાં એક ચૂંટણી રેલીમાં પોતાના ટેકેદારોને કહ્યુ હતુ કે અમેરિકા ઈરાન (Iran) સાથે યુદ્ધ જીતી ચુક્યું છે, પરંતુ તેમણે સંકેત આપ્યા કે હાલ લડાઈ ચાલુ રહેશે. તેમણે કહ્યુ કે જીતની ઘોષણા આટલી જલ્દી કરવી ક્યારેય સારું નથી હોતું. ટ્રમ્પે દાવો કર્યો છે કે પહેલા જ કલાકમાં બધું સમાપ્ત થઈ ગયું. તેમણે કહ્યુ કે અમેરિકાએ ઈરાનના 58 નૌસૈન્ય જહાજોને નષ્ટ કરી દીધા છે અને અમેરિકાની સેનાને ઈરાનની સેનાઓને ઘણી કમજોર કરવાનો શ્રેય આપ્યો છે. પરંતુ તેમણે લડાઈ જલ્દી સમાપ્ત કરવાની સંભાવનાઓને ફગાવી છે.
President Trump says "we've won" the war in Iran.
"We won. We won. In the first hour it was over." pic.twitter.com/VDtvIoFCzJ
— The American Conservative (@amconmag) March 11, 2026
આ પણ વાંચો: US,Israel - Iran War: ટ્રમ્પનું લક્ષ્ય ઈરાનમાં સત્તા પરિવર્તન, પણ ઈઝરાયલ ઈચ્છે છે સંપૂર્ણ પતન!


