Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US Israel Iran War : ઈરાનને ડોનાલ્ડ ટ્રમ્પનું અલ્ટીમેટમ ! 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે તો.....

US Israel Iran War : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાનને અત્યાર સુધીની સૌથી ગંભીર ચેતવણી આપી છે. રવિવારે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો આગામી 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પરનો ઈરાની દળોનો કબજો હટાવવામાં નહીં આવે અને માર્ગ ખુલ્લો નહીં કરાય, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ (Power Plants) પર ભીષણ હુમલો કરશે.
us israel iran war   ઈરાનને ડોનાલ્ડ ટ્રમ્પનું અલ્ટીમેટમ   48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે તો
Advertisement
  • US Israel Iran War : ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનને અલ્ટીમેટમ, 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલો.
  • માર્ગ નહીં ખુલે તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર ભીષણ હુમલો કરશે અમેરિકા.
  • ટ્રમ્પની ખુલ્લી ચેતવણી, સૌથી મોટા પાવર પ્લાન્ટથી જ કરવામાં આવશે વિનાશની શરૂઆત.
  • હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ આસમાને પહોંચ્યા.
  • ગ્લોબલ ઓઈલ સપ્લાય પરનું દબાણ ઘટાડવા અમેરિકાએ લીધો મહત્વનો નિર્ણય.

US Israel Iran War : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાનને અત્યાર સુધીની સૌથી ગંભીર ચેતવણી આપી છે. રવિવારે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો આગામી 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પરનો ઈરાની દળોનો કબજો હટાવવામાં નહીં આવે અને માર્ગ ખુલ્લો નહીં કરાય, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ (Power Plants) પર ભીષણ હુમલો કરશે.

US Israel Iran War : સૌથી મોટા પાવર પ્લાન્ટને નિશાન બનાવવાની ધમકી

અમેરિકા, ઈઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધે હવે નવો વળાંક લીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે જો ઈરાન નિર્ધારિત સમયમર્યાદામાં આ મહત્વપૂર્ણ જળમાર્ગને કોઈપણ શરત કે ધમકી વગર મુક્ત નહીં કરે, તો યુએસ મિલિટરી ઈરાનના ઉર્જા સ્ત્રોતોને નિશાન બનાવશે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે તેઓ ઈરાનના સૌથી મોટા પાવર પ્લાન્ટથી વિનાશની શરૂઆત કરશે.

Advertisement

Advertisement

તેલના ભાવમાં ભડકો અને વૈશ્વિક સંકટ

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના તેલ પુરવઠા (Global Oil Supply) માટે લાઈફલાઈન સમાન છે. વિશ્વના કુલ તેલ પરિવહનનો પાંચમો ભાગ આ સાંકડી સમુદ્રપટ્ટીમાંથી પસાર થાય છે. ઈરાન દ્વારા આ માર્ગ બ્લોક કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ (Crude Oil Prices) આસમાને પહોંચ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે સંકેત આપ્યો છે કે જો ઈરાન સહકાર નહીં આપે, તો અન્ય દેશોના સહયોગથી આ માર્ગની સુરક્ષા અને દેખરેખની જવાબદારી સોંપવામાં આવશે.

આ પણ વાંચો : Commercial LPG સપ્લાયમાં 20% નો વધારો, ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો વેપારીઓને મોટી રાહત

અમેરિકાની વ્યૂહાત્મક છૂટછાટ

એક તરફ હુમલાની ધમકી વચ્ચે અમેરિકાએ આર્થિક દબાણ ઘટાડવા માટે પણ પગલાં લીધા છે. ટ્રેઝરી સેક્રેટરી (Treasury Secretary) સ્કોટ બેસેન્ટે (Scott Bessent) જાણકારી આપી હતી કે ઈરાની તેલ પરના પ્રતિબંધોમાં હંગામી છૂટછાટ આપવામાં આવી છે. આ નિર્ણયથી બજારમાં આશરે 140 મિલિયન બેરલ તેલ મુક્ત થશે, જે ઉર્જા સંકટ (Energy Crisis) હળવું કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :  PM MODI અને ઈરાની રાષ્ટ્રપતિ વચ્ચે મહત્વની મંત્રણા, પેઝેશકિયાને મૂકી મોટી શરત

Tags :
Advertisement

.

×