Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US-Israel Iran War : 'ઇરાન પર હજી મોટા હુમલા થવાના બાકી છે' - ડોનાલ્ડ ટ્રમ્પ

US-Israel Iran War વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકી સેનાએ ઇરાનને હચમચાવી નાખ્યું છે. તેઓ મોટા હુમલા કરી રહ્યા છે, પરંતુ સૌથી મોટા હુમલા હજુ થવાના બાકી છે. આ સાથે જ તેમણે આરબ દેશો પણ આ લડાઇનમાં તેમની સાથે જોડાવવા માટે તત્પર હોવાની વાતને લઇને આશ્ચર્ય પ્રગટ કર્યું છે.
us israel iran war    ઇરાન પર હજી મોટા હુમલા થવાના બાકી છે    ડોનાલ્ડ ટ્રમ્પ
Advertisement
  • US-Israel Iran War વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન
  • મીડિયા સાથેની વાતમાં હજી મોટા હુમલાની તૈયારી દર્શાવી
  • અન્ય દેશો પણ જોડાવવા તૈયાર હોવાની વાતને આશ્ચર્ય ગણાવ્યું
  • અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ ત્રીજા દિવસે ભીષણ બન્યું છે

US-Israel Iran War : અમેરિકા અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઇરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ કરી રહ્યા છે. ઇરાન સામે યુદ્ધ શરૂ થયાને ત્રણ દિવસ થઈ ગયા છે. આ હુમલાઓમાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીનું મોત થયું છે, તે બાદ ઇરાન ઉગ્ર જવાબ આપી રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ યુદ્ધ કેટલો સમય ચાલશે ? હવે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (USA President - Donald Trump) જવાબ આપ્યો છે.

US-Israel Iran War, મોટા હુમલા કરી રહ્યા છે

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકી સેનાએ ઇરાનને હચમચાવી નાખ્યું છે. તેઓ મોટા હુમલા કરી રહ્યા છે, પરંતુ સૌથી મોટા હુમલા હજુ થવાના બાકી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ------- US Israel Iran War: ગ્રાઉન્ડ ટ્રુપ્સ ઉતાર્યા વગર ટ્રમ્પ-નેતન્યાહૂને ઈરાનમાં સફળતા નહીં મળે!

US-Israel Iran War, અમેરિકી સેના વિશ્વની સૌથી મોટી અને શક્તિશાળી

સીએનએન સાથેની મુલાકાતમાં, ટ્રમ્પે કહ્યું, "અમે તેમને (ઇરાનને) ગંભીર રીતે કચડી રહ્યા છીએ. અમારું સંયુક્ત ઓપરેશન સારી રીતે આગળ વધી રહ્યું છે. અમેરિકી સેના વિશ્વની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી સેના છે, અને અમે તેનો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યા છીએ."

હુમલાઓનો મોટો દોર હજુ આવ્યો નથી.

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, લશ્કરી કાર્યવાહી ઉપરાંત, શું અમેરિકા ઇરાની લોકોને શાસન પરથી નિયંત્રણ પાછું મેળવવામાં મદદ કરવા માટે અન્ય પગલાં લઈ રહ્યું છે, ત્યારે તેમણે હામાં જવાબ આપ્યો.ટ્રમ્પે કહ્યું કે, "અમે ચોક્કસપણે આમ કરી રહ્યા છીએ, અમે હાલમાં ઇચ્છીએ છીએ કે ઇરાની લોકો ઘરની અંદર રહે. પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અમે તેમને સંપૂર્ણ તાકાતથી નિશાન બનાવવાનું શરૂ પણ કર્યું નથી. હુમલાઓનો મોટો દોર હજુ આવ્યો નથી. વાસ્તવિક મોટો હુમલો ટૂંક સમયમાં આવી રહ્યો છે.’’

આરબ દેશો જોડાવવા આતુર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાનના હુમલાઓ બાદ, ઘણા આરબ દેશો હવે તેમના પર લશ્કરી અભિયાનમાં જોડાવા માટે (Arab Countries Pressure To Join War) દબાણ કરી રહ્યા છે. ટ્રમ્પે આને તેમણે અત્યાર સુધી જોયેલું સૌથી મોટું આશ્ચર્ય ગણાવ્યું છે.

અમે સંભાળી લઇશું

સીએનએન સાથેની એક મુલાકાતમાં, ટ્રમ્પે કહ્યું કે ઈરાને બહેરીન, જોર્ડન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોને નિશાન બનાવ્યા છે, જેના કારણે તેમના વલણમાં ફેરફાર થયો છે. ટ્રમ્પે ઉમેર્યું કે, "અમને આશ્ચર્ય થયું. અમે તેમને કહ્યું હતું કે, અમે તેને સંભાળી લઈશું, પરંતુ હવે તેઓ લડવા માંગે છે. તેઓ આક્રમક રીતે લડી રહ્યા છે. શરૂઆતમાં, ઘણા દેશો જોડાવાના હતા, પરંતુ હવે વધુને વધુ દેશો અમને ટેકો આપવા આતુર છે."

આ પણ વાંચો -------- Iran Israel War: ભારતનો રૂપિયો ગગડશે? જાણો યુદ્ધની તમારા ખિસ્સા પર કેવી પડશે અસર

Tags :
Advertisement

.

×