Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US ISrael Iran War: ઈરાનની મદદે કેમ ન આવ્યું રશિયા? જાણો વ્લાદિમીર પુતિને શું આપ્યું કારણ?

US ISrael Iran War: મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના ભીષણ હુમલા છતાં રશિયા મદદ માટે આગળ આવ્યું નથી. રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કર્યું કે ઈઝરાયલમાં વસતા ૨૦ લાખથી વધુ રશિયન ભાષી લોકોની સુરક્ષા તેમના માટે પ્રાથમિકતા છે. રશિયાએ ઈરાન સાથેના મજબૂત સંબંધો સ્વીકારવા છતાં, આ યુદ્ધમાં સીધા ઉતરવાને બદલે સંતુલિત અને તટસ્થ અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે.
us israel iran war  ઈરાનની મદદે કેમ ન આવ્યું રશિયા  જાણો વ્લાદિમીર પુતિને શું આપ્યું કારણ
Advertisement

.  Iran પર Israel-US ના ભીષણ હુમલા
.  આ યુદ્ધમાં અમે ઈરાનનો સાથ આપી શકીએ નહીં: Putin
.  ઈઝરાયલમાં Russian ભાષી લોકોની મોટી સંખ્યા: પુતિન

US ISrael Iran War: મધ્ય-પૂર્વ (Middle-East) માં પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. ઈરાન અને ઈઝરાયલ (Israel) ના તણાવમાં અમેરિકા (US) ની પણ એન્ટ્રી થઈ ચુકી છે. તેવામાં સવાલ એ છે કે ઈરાનનો સાથ આપવા માટે રશિયા કેમ આગળ આવ્યું નહીં? અમેરિકાના હુમલા વિરુદ્ધ રશિયાએ ઈરાનનો સાથ કેમ આપ્યો નહીં ? રશિયાના રાષ્ટ્રપ્રમુખ (President of Russia) વ્લાદિમીર પુતિને (Putin) આ સવાલોનો ખુદ જવાબ આપ્યો છે.

Advertisement

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને (Putin) કહ્યુ છે કે રશિયા (Russia) સીધું આ તણાવમાં ઉતરી શકે નહીં. તેનું કારણ ઈઝરાયલ (Israel) માં રહેતા રશિયન ભાષા બોલનારા લોકો છે, કે જેમના જીવ જોખમમાં આવી શકે છે.

Advertisement

Iran નો સાથ નહીં આપવાનું કારણ

રશિયા અને ઈરાન વચ્ચે દાયકાઓ જૂના સંબંધ છે. જો કે ઈરાન અને ઈઝરાયલના તાજેતરના તણાવ પર પુતિને ન્યૂટ્રલ રહેવાની કોશિશ કરી છે. તેનું મોટું કારણ ઈઝરાયલમાં મોટી સંખ્યામાં રહેતા રશિયન છે. ઈઝરાયલમાં એક મોટી વસ્તી રશિયન ભાષા બોલે છે. તેવામાં ખુલીને ઈરાનનો સાથ આપવો રાષ્ટ્રપ્રમુખ પુતિન માટે પરેશાનીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો: US-Israel Iran War: ચીની એર ડિફેન્સ નિષ્ફળ, શું ઈરાનને બચાવવા ચીન માંડશે મોરચો?

પુતિને શું કહ્યું?

સેન્ટ પીટર્સબર્ગમાં ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં પુતિને કહ્યુ કે હું તમને બધાંને જણાવવા માંગુ છું કે સોવિયત સંઘ અને રશિયાના લગભગ 2 મિલિયન (20 લાખ) થી વધુ લોકો ઈઝરાયલમાં રહે છે. આજે તેઓ એક પ્રકારે રશિયન બોલનારો દેશ છે અને તેવામાં કોઈ શંકા નથી કે અમારે કોઈપણ નિર્ણય લેતા પહેલા આ તથ્યને યાદ રાખવું પડશે.

Russia- Iran ના મજબૂત સંબંધ: પુતિન

ઈરાન સાથે રશિયાના સંબંધો પર વાત કરતા પુતિને કહ્યુ છે કે રશિયાના ન માત્ર આરબ દેશો પરંતુ તમામ ઈસ્લામિક દેશો સાથે સારા સંબંધ છે. રશિયાની 15 ટકા વસ્તી મુસ્લિમ છે. રશિયા OIC (Organization of Islamic Cooperation) નું ઓબ્ઝર્વર મેમ્બર છે. માટે રશિયા અને ઈરાનની દોસ્તી પર શંકા કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી.

આ પણ વાંચો: US-Israel Iran War: ઈરાન પર હુમલો કરીને ટ્રમ્પ ફસાયા!, જાણો 5 પડકારો

Middle-East માં વણસી સ્થિતિ

મહત્ત્વપૂર્ણ છે કે રશિયાના રાષ્ટ્રપ્રમુખનું નિવેદન ઈરાન પર અમેરિકાના હુમલા બાદ સામે આવ્યું છે. અમેરિકાએ ગત કેટલાક દિવસો પહેલા ઈરાનના ત્રણ ઠેકાણા ફોર્ડો, નતાંજ અને ઈસ્ફહાન પર બોમ્બમારો કર્યો છે. અમેરિકાના હુમલા બાદથી ઈરાન સતત ઈઝરાયલી શહેરોને નિશાન બનાવી રહ્યું છે.

આ પણ વાંચો: Israel બન્યું Middle-Eat નું બૉસ? હમાસ, હિઝબુલ્લાહથી માંડી Ali Khamenei માટીમાં મળ્યા

Tags :
Advertisement

.

×