Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

US-Israel Attack on Iran : અમેરિકા-ઈઝરાયેલના ઘાતક હુમલા વચ્ચે ઈરાનમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ!

દક્ષિણ ઈરાનના રણપ્રદેશમાં આકાશમાંથી મિસાઈલો વરસી રહી હતી ત્યારે જ ધરતી ધ્રુજવા લાગતા માહોલ અત્યંત ભયાનક બની ગયો હતો. અમેરિકા અને ઈઝરાયેલના ભીષણ હુમલામાં 5 ઈરાની કમાન્ડોના મોત અને ડ્રોન સેન્ટરોની તબાહી સાથે 4.3 ની તીવ્રતાના ભૂકંપે અનેક રહસ્યો સર્જ્યા છે. શું આ કુદરતનો પ્રકોપ છે કે પછી મહાયુદ્ધની શરૂઆત? જાણો આ રણમેદાનની અંદરની વિગતો...
us israel attack on iran   અમેરિકા ઈઝરાયેલના ઘાતક હુમલા વચ્ચે ઈરાનમાં 4 3 ની તીવ્રતાનો ભૂકંપ
Advertisement
  • દક્ષિણ ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના ઘાતક હવાઈ હુમલામાં 5 કમાન્ડો ઠાર  (US-Israel Attack on Iran) 
  • મિસાઈલ પ્રહાર વચ્ચે ધરતી ધ્રુજતા 4.3 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
  • ઈરાની સેનાની  મિસાઈલ સાઈટ્સને ભારે નુકસાન
  • તેહરાન અને ઈસ્ફાહાનમાં ઈઝરાયેલનો શ્રેણીબદ્ધ એર સ્ટ્રાઈકનો મારો

પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ હવે ઈરાનની ધરતીને ધ્રુજાવી રહી છે. દક્ષિણ ઈરાનમાં (Southern Iran) અમેરિકા અને ઈઝરાયેલના (US-Israel) સંયુક્ત દળોએ ભીષણ હવાઈ હુમલો (Airstrike) કર્યો છે. આ સૈન્ય કાર્યવાહીમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના (IRGC) 5 ઘાતક કમાન્ડો માર્યા ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે આ હુમલાના ગાળામાં જ દક્ષિણ ઈરાનમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake in Iran) પણ અનુભવાયો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં ભયનું મોજું ફેરવી દીધું છે.

US-Israel Attack on Iran ભૂકંપ કે હુમલાની ધ્રુજારી?

જ્યારે દક્ષિણ ઈરાન પર મિસાઈલોનો મારો ચાલતો હતો, ત્યારે જ રિક્ટર સ્કેલ પર 4.3 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સ્થાનિક અહેવાલો મુજબ, આ ધરતીકંપના આંચકા એટલા પ્રબળ હતા કે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સૈન્ય નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે કે શું આ કુદરતી ભૂકંપ હતો કે પછી ભૂગર્ભ મિસાઈલ સાઈટ્સ પર થયેલા ભારે વિસ્ફોટોને કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી.

Advertisement

Advertisement

ડ્રોન અને મિસાઈલ સાઈટ્સને ભારે નુકસાન

અમેરિકી અને ઈઝરાયેલી ફાઈટર જેટ્સે ઈરાનની સૌથી સુરક્ષિત ગણાતી ડ્રોન અને મિસાઈલ લોન્ચિંગ સાઈટ્સને (Drone-Missile Sites) નિશાન બનાવી છે. આ હુમલામાં ઈરાનની પ્રહાર ક્ષમતાને મોટો ફટકો પડ્યો છે. હુમલામાં IRGC ના 5 કમાન્ડોના મોતની સાથે અનેક સૈન્ય સાધનો પણ રાખ થઈ ગયા છે. આ કાર્યવાહી બાદ ઈરાને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તે હવે 'આરપારની લડાઈ' ના મૂડમાં છે.

ઈઝરાયેલના હુમલાનું લેટેસ્ટ અપડેટ

ઈઝરાયેલે (Israel) ઈરાન પર હુમલાની તીવ્રતા વધારી દીધી છે:

વ્યૂહાત્મક સ્થળો: તેહરાન અને ઈસ્ફાહાનમાં (Isfahan) એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ક્રિય કરવામાં આવી.

બંદર અબ્બાસ: દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારોમાં નૌકાદળના મથકો પર પ્રહાર.

ભૂગર્ભ મથકો: ઈરાનના પહાડોમાં છુપાવેલા મિસાઈલ ડેપો પર સીધા હુમલા.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી (Trump Warning to Iran) આપી છે, જેના કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધ હવે પૂર્ણ કક્ષાના સંગ્રામમાં ફેરવાય તેવી દહેશત છે.

આ પણ વાંચો: US Base Attack in Bahrain: ઈરાને 20 ડ્રોન અને મિસાઈલથી બહેરીનમાં અમેરિકી સૈન્ય મથક ઉડાવ્યું

Tags :
Advertisement

.

×