Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

આખી સેનાની જેમ તબાહી મચાવનારા USS અબ્રાહમ લિંકનથી US-Isreal નો Iran પર હુમલો

US Israel Iran War: અમેરિકાએ યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયરથી ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. આ શક્તિશાળી વિમાનવાહક જહાજના સ્ટ્રાઈકિંગ ગ્રુપમાં 70 જેટલા યુદ્ધવિમાનો, સેંકડો ટોમહૉક મિસાઈલો અને 8000 સૈનિકો છે. ઈઝારયલની મદદ અને ઈરાનને ચેતવણી આપવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. સ્થિતિ ઘણી ગંભીર છે.
આખી સેનાની જેમ તબાહી મચાવનારા uss અબ્રાહમ લિંકનથી us isreal નો iran પર હુમલો
Advertisement

. USS Abraham Lincoln થી પણ ઈરાન પર કરાયા હુમલા
. અમેરિકાનું જંગી વિમાનવાહક જહાજ છે યુએસએએસ અબ્રાહમ લિંકન
. ઈરાન પર ઈઝરાયલ - અમેરિકાના સંયુક્ત હુમલાઓ બાદ સ્થિતિ ગંભીર

US Israel Iran War: અમેરિકા (America) એ પોતાના સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન (USS Abraham Lincoln )  પરથી ઈરાન (Iran) પર હુમલા કર્યા છે. આ યુદ્ધ જહાજ દક્ષિણ ચીન સાગરથી મિડલ-ઈસ્ટ કેટલાક સપ્તાહ પહેલા પહોંચ્યું હતું. અમેરિકા (US) કહી રહ્યું છે કે ઈરાનની સાથે તણાવ વધી રહ્યો છે, માટે અમે પોતાની આખી સંપૂર્ણ સૈન્ય તાકાત તેનાત કરી ચુક્યા છીએ.

Advertisement

અમેરિકાએ Iran પર હુમલો કરી દીધો

અમેરિકાએ યુએસએસ અબ્રાહમ લિંકન પરથી ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. આ હુમલા ઈઝરાયલની મદદ અને ઈરાનને રોકવા માટે કરાય રહ્યા છે.

Advertisement

યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ શું છે?

આ અમેરિકાની નૌસેનાનો આખો યુદ્ધ સમૂહ છે. તેમાં એક મોટું એરક્રાફ્ટ કેરિયર જહાજ હોય છે. આખું ગ્રુપ એકલું જ આખી સેના જેટલી તબાહી મચાવી શકે છે. તેનું નામ Carrier Strike Group 3 (CSG-3) છે.

આ પણ વાંચો: Geopolitics 2026: વૈશ્વિક જંગલરાજના સરતાજ બનવાની Trump ની મહત્વકાંક્ષામાં પંક્ચર પાડશે અમેરિકાનો 'ભસ્માસુર'!

આ ગ્રુપમાં કેટલાક જહાજ અને સબમરીનો છે?

.1 મોટું ન્યૂક્લિયર કેરિયર- યુએસએસ અબ્રાહમ લિંકન ( (USS Abraham Lincoln ) )  (1 લાખ ટનથી વધારે વજન)

. 3-4 ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર (Arleigh Burke class)

. ક્યારેક-ક્યારેક 1 ક્રૂઝર

. 1-2 ન્યૂક્લિયર એટેક સબમરીનો

. 1-2 સપોર્ટ જહાજ (ઓઈલ, ગેસ, દારુગોળાનો પરિવહન માટે)

. કુલ 7-10 જહાજ અને સબમરીનો

આ પણ વાંચો: Iran માં સત્તા પરિવર્તન શાંતિની ગેરેન્ટી નથી, અસ્થિરતા ભારત માટે હાનિકારક

કેટલા સૈનિકો અને વિમાન છે?

. કુલ 7000થી 8000 સૈનિક અને મરીન

. 65-70 યુદ્ધવિમાન

. F/A-18 Super Hornet

. F-35C સ્ટીલ્થ ફાઈટર

. E-2D Hawkeye (આકાશની નજર)

. MH-60 હેલિકોપ્ટર

. EA-18G Growler (દુશ્મનના રડારને જામ કરનારી પ્રણાલી)

મિસાઈલ અને હથિયારોનો કેટલો છે જથ્થો?

. સેંકડો ટોમહોક ક્રૂઝ મિસાઈલો

. હવાથી હવા, હવાથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલો

. બોમ્બ- વિસ્ફોટકોનો હજારો કિલોગ્રામનો જથ્થો

. ડિફેન્સ મિસાઈલો કે જે સમુદ્રી હુમલા રોકે છે

. કેરિયર ખુદ ન્યૂક્લિયર પાવરથી ચાલે છે, પરંતુ તેના હથિયાર સામાન્ય છે

આ પણ વાંચો: Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે

ઈરાનને કેટલું નુકશાન થઈ શકે છે?

.ઘણું મોટું નુકશાન થઈ શકે છે

. વિમાન દરરોજ 100થી 150 હુમલા કરી શકે છે

. ટોમહોક મિસાઈલો ઈરાનના એરબેઝ, મિસાઈલ સાઈટ, ઓઈલ ફેક્ટરી, નૌસેના બેઝને તબાહ કરી શકે છે

. ઈરાનની નાની નૌસેનાને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે

. હોર્મુઝ સ્ટ્રેટના ક્રૂડ ઓઈલના નિકાસ માર્ગને કબજે કરી શકે છે

. ઈરાનની ફ્લાઈ્ટસ બંધ કરી શકે છે

. પરંતુ ઈરાન પાસે પણ બેલેસ્ટિક મિસાઈલો, ડ્રોન અને મિત્ર જૂથ છે, જેનાથી તે જવાબ આપી શકે છે

આ પણ વાંચો: ટ્રમ્પની વેનેઝુએલા સામેની કાર્યવાહીમાં ઈરાન માટે સંદેશ, પણ ચીન-રશિયા આની નકલ કરશે તો?

આ ગ્રુપને કેમ મોકલવામાં આવ્યું?

ઈરાનને ડરાવવા, ઈઝરાયલને મદદ કરવા અને અમેરિકાના હિતોની સુરક્ષા કરવા માટે.

આ કોઈ દૈનિક કામ નથી, પરંતુ ઘણાં મોટા તણાવ સમયે ખાસ મોકલવામાં આવે છે.

આગળ શું થઈ શકે છે?

સ્થિતિ ગંભીર છે. જો ઈરાન જવાબ આપશે, તો આખા મિડલ-ઈસ્ટમાં ફરીથી યુદ્ધનો ઓછાયો ફરી વળશે. ક્રૂડ ઓઈલ મોંઘુ થઈ જશે. દુનિયાભરમાં ટેન્શન વધી ગયું છે.

આ પણ વાંચો: US Israel Iran War: ઈરાનની મિસાઈલો માટીમાં મિલાવીશું, સરન્ડર કરે IRGC, ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×