US Japan Trade Deal: જાપાન અમેરિકામાં કરશે 550 અરબ ડૉલરનું રોકાણ
- ડૉનાલ્ડ ટ્રમ્પે જાપાન સાથે ટ્રેડ કરી ડીલ
- જાપાન અમેરિકામાં 550 અરબ ડૉલરનું રોકાણ કરશે
- ડીલ મારફતે અમેરિકાને 90 ટકા ફાયદો થશે
US Japan Trade Deal : અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જાપાન સાથે ટ્રેડ ડીલ (japan trade deal)કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યુ હતુ કે, આ ડીલ હેઠળ જાપાન અમેરિકામાં 550 અરબ ડૉલરનું રોકાણ કરશે. અને તેને 15 ટકા રેસિપ્રોકલ (15 percent tariff) ટેરિફ ચુકવવું પડશે. ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, આ ડીલ હમણાં સુધીની સૌથી મોટી ડીલ છે. આ ડીલ મારફતે અમેરિકાને 90 ટકા ફાયદો થશે. તો સાથે જ મોટી સંખ્યામાં રોજગારીની તકો પેદા થશે. ટેરિફ વોરના કારણે દુનિયાભરમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ અસ્થિર જોવા મળી રહી છે. ટેરિફ અને ટ્રેડ ડીલ બન્ને ચર્ચા વિષયનો બન્યા છે.
કરાર ઐતિહાસિક ગણવામાં આવશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, જાપાનમાં ઓટોમોબાઇલ્સ અને કૃષિ (japan agreement)પેદાશમાં વધારો થશે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક ઇવેન્ટ દરમિયાન જાહેરાત કરી હતી કે, તેઓએ હાલમાં જ એક ઐતિહાસિક કરાર કર્યા છે. જાપાન સાથે આ કરાર ઐતિહાસિક ગણવામાં આવશે. જાપાનના પીએમ શિગેરુ ઇશિબાએ પણ ટ્રમ્પની આ જાહેરાતનું સ્વાગત કર્યુ છે. તેઓએ જણાવ્યુ હતુ કે, અન્ય દેશની તુલનામાં જાપાન પર લગાવવામાં આવેલુ આ સૌથી ઓછુ ટેરિફ છે. જાપાન અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ નવા પ્રકરણની શરૂઆત છે. જે તમામ માટે ઉદાહરણ પુરુ પાડશે.
આ પણ વાંચો -મોદી સરકારનો મોટો નિર્ણય, 5 વર્ષ પછી ચીની નાગરિકોને વિઝા આપવાની જાહેરાત
રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત
એપ્રિલ મહિનામાં ડૉનાલ્ડ ટ્ર્મ્પે જાપાન પર 24 ટકા રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. જેને બાદમાં વધારીને 25 ટકા કરવામાં આવ્યુ હતુ. હવે તેને ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યુ છે. ટ્રમ્પે અગાઉ વિવિધ દેશોમાં આયાત થનાર ઓટોમોબાઇલ્સ પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. પરંતુ હાલમાં અમેરિકા અને જાપાન વચ્ચે થયેલી ટ્રેડ ડીલ બાદ જાપાનના ઓટોમોબાઇલ્સ અને કૃષિ પેદાશના ક્ષેત્રને કેટલી રાહત મળશે. તે મામલે હજુ અસ્પષ્ટતા છે. અમેરિકાની માગ અને જાપાનની ચુકવણી બન્ને અર્થતંત્ર માટે કામ કરશે. અને આગામી સમયમાં બન્ને દેશ એકબીજાને મદદ પુરી પાડતા રહેશે.