Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

અમેરિકાએ AI ની મદદથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિને દબોચ્યા, જાણો કેવી રીતે ઓપરેટ થયું ગુપ્ત મિશન?

અમેરિકી સેનાએ વેનેઝુએલામાં હાથ ધરેલા એક અત્યંત ગુપ્ત ઓપરેશનમાં રાષ્ટ્રપતિ માદુરોને પકડવા માટે જે હથિયાર વાપર્યું તે બંદૂક નહીં પણ 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' હતું. પેન્ટાગોને એન્થ્રોપિકના AI મોડલનો ઉપયોગ કરીને આ મિશન પાર પાડ્યું હોવાનો ખુલાસો થયો છે. જોકે, આ ટેકનોલોજીના દુરુપયોગના આક્ષેપો અને ₹1600 કરોડના કરાર પર લટકતી તલવાર વચ્ચે વૈશ્વિક સૈન્ય જગતમાં નવી ચર્ચા છેડાઈ છે.
અમેરિકાએ ai ની મદદથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિને દબોચ્યા  જાણો કેવી રીતે ઓપરેટ થયું ગુપ્ત મિશન
Advertisement
  • વેનેઝુએલામાં થયેલા ગુપ્ત સૈન્ય ઓપરેશનમાં AI નો થયો ઉપયોગ (Pentagon AI Military Mission)
  • પેન્ટાગોને પહેલીવાર 'Claude' એઆઈ મોડલની લીધી મદદ
  • એન્થ્રોપિક કંપની અને અમેરિકી સેના વચ્ચેનો કરાર જોખમમાં
  • નિયમો વિરુદ્ધ જઈને સૈન્ય મિશનમાં ટેકનોલોજી વાપરતા વિવાદ
  • ₹1600 કરોડની ડીલ રદ કરવા માટે પેન્ટાગોન ગંભીરતાથી વિચારણા હેઠળ

Pentagon AI Military Mission : અમેરિકી સેનાએ વેનેઝુએલાની રાજધાની કરાકસમાં (Caracas) હાથ ધરેલા એક ગુપ્ત સૈન્ય ઓપરેશનમાં તત્કાલીન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો (Nicolas Maduro) અને તેમની પત્નીની ધરપકડ કરી હતી. 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના (Wall Street Journal) એક ચોંકાવનારા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ અત્યંત 'ક્લાસિફાઈડ' મિશનની સફળતા પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) નો મોટો હાથ હતો.

 Nicolas Maduro Arrest

Advertisement

Pentagon AI Military Mission : પહેલીવાર સૈન્ય મિશનમાં 'Claude'નો ઉપયોગ

પેન્ટાગોને (Pentagon) પ્રથમ વખત કોઈ ગુપ્ત મિશન માટે એન્થ્રોપિક (Anthropic) કંપનીના એઆઈ મોડલ 'ક્લોડ' (Claude) નો ઉપયોગ કર્યો છે. આ ટેકનોલોજી 'પાલાન્ટિર ટેકનોલોજીસ' (Palantir Technologies) દ્વારા અમેરિકી સેના સુધી પહોંચાડવામાં આવી હતી. આ ખુલાસાએ ટેક જગતમાં ખળભળાટ મચાવ્યો છે કારણ કે એન્થ્રોપિકના નિયમો સ્પષ્ટપણે કહે છે કે તેનું એઆઈ મોડલ હિંસા, હથિયાર બનાવવા કે કોઈની જાસૂસી માટે વાપરી શકાય નહીં. આમ છતાં, માદુરોને પકડવા માટેના હવાઈ હુમલા અને ઈન્ટેલિજન્સ મિશનમાં તેનો ભરપૂર ઉપયોગ થયો છે.

Advertisement

US Military

US Military

₹1600 કરોડનો કોન્ટ્રાક્ટ જોખમમાં

આ વિવાદને કારણે પેન્ટાગોન અને એન્થ્રોપિક વચ્ચેનો 200 મિલિયન ડોલર (આશરે ₹1600 કરોડ) નો કોન્ટ્રાક્ટ હવે જોખમમાં મુકાયો છે. અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથના (Pete Hegseth) જણાવ્યા અનુસાર, પેન્ટાગોન હવે એવા AI મોડલ્સ સાથે કામ કરવા પર પુનર્વિચાર કરી રહ્યું છે જે યુદ્ધ લડવાની મંજૂરી આપતા નથી. એન્થ્રોપિકે ગયા વર્ષે જ આ મોટો કરાર સાઈન કર્યો હતો, પરંતુ તેના એથિકલ નિયમો અને સૈન્ય જરૂરિયાતો વચ્ચેના ટકરાવને કારણે હવે આ ડીલ રદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Alexey Navalny Poisoning Case : રશિયાના 'રાજકીય દુશ્મન' ને અપાયું દેડકાનું ઝેર? 5 યુરોપિયન દેશોએ લગાવ્યો આરોપ

Tags :
Advertisement

.

×