યુએસ નેવીને મોટો ઝટકો: 30 મિનિટના અંતરે હેલિકોપ્ટર અને ₹60 મિલિયનનું ફાઇટર જેટ ક્રેશ
રવિવારે દક્ષિણ ચીન સાગરમાં 30 મિનિટના ટૂંકા ગાળામાં યુએસ નૌકાદળના બે એરક્રાફ્ટ ક્રેશ થયા. યુએસએસ નિમિટ્ઝ એરક્રાફ્ટ કેરિયર પરથી નિયમિત ઓપરેશન દરમિયાન MH-60R હેલિકોપ્ટર અને F/A-18F ફાઇટર જેટ ક્રેશ થયું હતું. જોકે, તમામ પાંચ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. આ ઘટના ડોનાલ્ડ ટ્રમ્પના એશિયા પ્રવાસ દરમિયાન બની હતી.
12:46 PM Oct 27, 2025 IST
|
Mihirr Solanki
- સાઉથ ચાઇના સીમાં 30 મિનિટના અંતરે US નેવીના હેલિકોપ્ટર-જેટ ક્રેશ (US Fighter Jet Crash)
- દક્ષિણ ચીન સાગરમાં 30 મિનિટમાં 2 અમેરિકી એરક્રાફ્ટ ક્રેશ
- MH-60R હેલિકોપ્ટર અને F/A-18F ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત
- બંને વિમાનો યુએસએસ નિમિટ્ઝ એરક્રાફ્ટ કેરિયરના હતા
- હેલિકોપ્ટરના 3 ક્રૂ અને જેટના 2 ક્રૂ સભ્યો સુરક્ષિત
- ઘટના ટ્રમ્પના એશિયા પ્રવાસ દરમિયાન બની
US Fighter Jet Crash : રવિવારે દક્ષિણ ચીન સાગર (South China Sea)માં અમેરિકી નૌકાદળ (US Navy)ના એક હેલિકોપ્ટર અને એક ફાઇટર જેટની (Fighter Jet Crash) અલગ-અલગ દુર્ઘટનાઓ સર્જાઈ હતી. આ ઘટનાઓ નિયમિત ઓપરેશન્સ (Regular Operations) દરમિયાન થઈ હતી. આ અકસ્માતો એવા સમયે થયા જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આસિયાન સમિટ માટે ક્વૉલા લમ્પુરના પ્રવાસે હતા.
US Navy હેલિકોપ્ટર ક્રેશ – MH-60R Sea Hawk Accident
અમેરિકી નૌકાદળના પેસિફિક સી યુનિટ (US Navy Pacific Sea Unit)ના જણાવ્યા અનુસાર, પહેલી દુર્ઘટનામાં MH-60R સી હૉક હેલિકોપ્ટર (MH-60R Sea Hawk) સામેલ હતું. આ હેલિકોપ્ટર એરક્રાફ્ટ કેરિયર યુએસએસ નિમિટ્ઝ (USS Nimitz) પરથી સામાન્ય કામગીરી કરતી વખતે દક્ષિણ ચીન સાગરમાં ક્રેશ થયું હતું. નૌકાદળના નિવેદનમાં જણાવાયું છે કે, તેમાં સવાર ત્રણેય ક્રૂ સભ્યોને (Crew Members Rescued) શોધ અને બચાવ દળ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
સુપર હૉર્નેટ ફાઇટર જેટ દુર્ઘટના – F/A-18F Super Hornet Crash
પ્રથમ દુર્ઘટનાના લગભગ 30 મિનિટ પછી, એક બોઇંગ F/A-18F સુપર હૉર્નેટ ફાઇટર જેટ (F/A-18F Super Hornet) પણ આ જ એરક્રાફ્ટ કેરિયરમાંથી નિયમિત ઓપરેશન દરમિયાન દક્ષિણ ચીન સાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અમેરિકી નૌકાદળે પુષ્ટિ કરી કે તેમાં સવાર બંને ક્રૂ સભ્યો સફળતાપૂર્વક ઇજેક્ટ (Ejected Safely) થઈ ગયા હતા અને તેમને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.
અમેરિકી નૌકાદળનું નિવેદન-Accident Investigation Begins
અમેરિકી નૌકાદળે રવિવારની સાંજે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે MH-60R સી હૉક હેલિકોપ્ટર, જે હેલિકોપ્ટર મેરીટાઇમ સ્ટ્રાઇક સ્ક્વોડ્રન (HSM) 73ના "બેટલ કેટ્સ" સાથે સંકળાયેલું હતું, તે સ્થાનિક સમય અનુસાર બપોરે 2:45 વાગ્યે ક્રેશ થયું. જ્યારે બીજું F/A-18F સુપર હૉર્નેટ (સ્ટ્રાઇક ફાઇટર સ્ક્વોડ્રન 22ના "ફાઇટિંગ રેડકૉક" સાથે સંકળાયેલું) બરાબર 3:15 વાગ્યે પડ્યું. નૌકાદળે જણાવ્યું છે કે, "સામિલ તમામ કર્મચારીઓ સુરક્ષિત અને સ્થિર સ્થિતિમાં છે." હાલમાં બંને ઘટનાઓના કારણોની તપાસ ચાલુ છે.
અમેરિકાના સુરક્ષા પ્રોટોકોલ પર સવાલ -USS Nimitz Retirement
આ ઘટનાઓ અમેરિકાના એશિયા પ્રવાસ દરમિયાન થઈ છે, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર મુદ્દે ચર્ચા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને (Xi Jinping) મળવાના હતા. આ વર્ષની શરૂઆતમાં પણ લાલ સાગરમાં બે સુપર હૉર્નેટ જેટ ક્રેશ થયા હતા. CNN ના અહેવાલ મુજબ, USS નિમિટ્ઝ દુનિયાના સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયર્સમાંનું એક છે, જે અમેરિકી નૌકાદળનું સૌથી જૂનું છે અને આવતા વર્ષે તેને નિવૃત્ત કરવાનું છે. આ સતત દુર્ઘટનાઓએ અમેરિકી નૌકાદળના સુરક્ષા પ્રોટોકોલ અને સાધનોની જાળવણી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Next Article