'વાંદરા'ને દારૂ પાય રહ્યા છે ટ્રમ્પ!: પાકિસ્તાની F-16 ને US બનાવશે શક્તિશાળી
. US દ્વારા F-16ની 'APG-66' અને 'APG-68' રડાર સિસ્ટમના એન્જિનિયરિંગ સપોર્ટ માટે 488 મિલિયન ડૉલરની ડીલ જાહેર કરાઈ
. પાકિસ્તાન સહિત 20થી વધુ દેશોને આધુનિક રડાર ટેકનોલોજીનો લાભ મળશે, જેની કામગીરી માર્ચ 2036 સુધી પૂર્ણ કરાશે
. 686 મિલિયન ડૉલરના પેકેજ સાથે મળીને આ નવું અપગ્રેડેશન પાકિસ્તાની વિમાનોની સર્વિસ લાઈફ 2040 સુધી લંબાવશે
US Pakistan F-16 radar upgrade deal 2026 : અમેરિકાની વાયુસેના (US Airforce) એ F-16 ફાઈટર જેટ્સની રડાર સિસ્ટમની લોંગ ટર્મ તકનીકી અને એન્જિનિયરિંગ સપોર્ટ માટે 488 મિલિયન ડૉલરના નવા કોન્ટ્રાક્ટનું એલાન કર્યું છે.
આખાસ વાત આ છે કે અમેરિકાની આ મોટી સંરક્ષણ ડીલ (Defence Deal) હેઠળ પાકિસ્તાન (Pakistan) પણ સામેલ છે. આ મહત્ત્વના કોન્ટ્રાક્ટ મુખ્ય ડિફેન્સ કંપની નોર્થરોપ ગ્રુમ્મન સિસ્ટમ્સ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો છે. આ પગલાને અમેરિકાના સહયોગી દેશોની વાયુસેનામાં F-16 ની ઓપરેશનલ તૈયારીઓ બનાવી રાખવા માટે અમેરિકાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતતા તરીકે જોવાઈ રહ્યું છે.
ડીલ-અપ્રગેડેશન સાથે જોડાયેલી મુખ્ય વાતો
રડાર સિસ્ટમની વધશે ક્ષમતા
સત્તાવાર નોટિસ મુજબ, આ કોન્ટ્રાક્ટ હેઠળ મુખ્યત્વે F-16 યુદ્ધવિમાનોમાં વપરાતી 'APG-66' અને 'APG-68' રડાર સિસ્ટમને એન્જિનિયરિંગ સપોર્ટ આપવામાં આવશે.
2026 સુધી ચાલશે કામગીરી
ફાઈટર જેટ્સને અપગ્રેડ અને સોપર્ટ કરવાનું આ કામ અમેરિકાના મેરિલેન્ડ ખાતે લિંથિઅમ હાઈટ્સમાં કરવામાં આવશે અને તેને 31 માર્ચ, 2036 સુધી ચાલુ રાખવાનો કાર્યક્રમ છે.
ફંડિંગ અને મંજૂરી
યૂટાહ ખાતે અમેરિકાની વાયુસેનાના લાઈફસાઈકલ મેનેજમેન્ટ સેન્ટર દ્વારા આ કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેના માટે નાણાંકીય વર્ષ 2026ના ફંડથી પ્રારંભિકપણે 2.64 મિલિયન ડોલરની રકમ જાહેર પણ કરી દેવાઈ છે.
આ પણ વાંચો: અગ્નિ-6 (Agni-VI ) મિસાઈલ તૈયાર, DRDO પ્રમુખે કહ્યુ- સરકાર કહે એટલે થશે પરીક્ષણ
પાકિસ્તાન સિવાયના કેટલા દેશોને મળશે ફાયદો?
આ કોન્ટ્રાક્ટ અમેરિકાના ફોરેન મિલિટ્રી સેલ્સ (FMS) પ્રોગ્રામ હેઠળ સહયોગી દેશો માટે કરવામાં આવ્યો છે. આ ડીલમાં પાકિસ્તાન સિવાય બહરીન, બેલ્જિયમ, ચિલી, ડેનમાર્ક, ઈજીપ્ત, ગ્રીસ, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, જોર્ડન, દક્ષિણ કોરિયા, મોરક્કો, નેધરલેન્ડ, નોર્વે, ઓમાન, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, થાઈલેન્ડ અને તુર્કિએ પણ સામેલ છે.
2040 સુધી વધી જશે પાકિસ્તાની F-16 ની વય
આ નવું સમર્થન પાકિસ્તાનને અપાઈ રહેલા અમેરિકાના સહયોગની જ એક કડી છે. આના પહેલા ડિસેમ્બર, 2025માં અમેરિકાની ડિફેન્સ સિક્યુરિટી કોર્પોરેશન એજન્સી (DSCA)એ પોતાની સંસદને પાકિસ્તાનના F-16 ના સ્ક્વોર્ડનના અપગ્રેડેશન માટે 686 મિલિયન ડોલરના એક અલગ પેકેજની જાણકારી આપી હતી.
આ 686 મિલિયન ડોલરના પેકેજમાં લિંક-16 ટેક્ટિકલ ડેટા સિસ્ટમ, ક્રિપ્ટોગ્રાફિક ઉપકરણ, એવિયોનિક્સ અપગ્રેડ અને ટ્રેનિંગ સપોર્ટ સામેલ છે.
આ અપગ્રેડ યોજનામાં આઈડેન્ટિફિકેશન ફ્રેન્ડ-ઓર-ફો- સિસ્ટમ, સટીક નેવિગેશન ટૂલ અને સુરક્ષિત સંચાર ઉપકરણોમાં ફેરફાર પણ સામેલ કરવામાં આવ્યા છે.
DSCA મુજબ, આ પેકેજનો ઉદેશ્ય પાકિસ્તાનની F-16 સ્ક્વોર્ડનનું આધુનિકીકરણ કરવાનું છે, જેથી વિમાનોની સર્વિસ લાઈફને 2040 સુધી વધારી શકાય. તેની સાથે જ તેનો ઉદેશ્ય ભવિષ્યમાં આતંકવાદ વિરોધી અભિયાનો માટે અમેરિકા અને અન્ય સહયોગી દળોની સાથે પાકિસ્તાનની ઈન્ટરઓપરેટિબિલિટી (તાલમેલ)ને વધુ મજબૂત કરવાનો છે.
આ અપગ્રેડેશન કાર્યક્રમ માટે લૉકહીડ માર્ટિનને મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે પસંદ કરવામાં આવી હતી. અમેરિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ કામ માટે અમેરિકાના કર્મચારીઓને પાકિસ્તાન મોકલવાની જરૂર નહીં પડે.
આ પણ વાંચો: Brahmos મિસાઈલની 'પ્રલયંકર' ગર્જના! ચીન સીમા નજીક ભારતીય સેનાનું મહાશક્તિ પ્રદર્શન
પાકિસ્તાને કર્યું US ની મદદનું સ્વાગત
મામલા સાથે જોડાયેલા એક રાજદ્વારી સૂત્ર મુજબ, પાકિસ્તાને પોતાના F-16 પ્રોગ્રામ માટે અમેરિકાના સતત મળી રહેલા સમર્થનનું સ્વાગત કર્યું.
સૂત્રોનું કહેવું છે કે આ અપગ્રેડ્સથી વિમાનોની વય વધશે અને સહયોગી પ્રણાલીઓની સાથે તકનીકી અનુકૂળતા પણ બનેલી રહેશે.
સૂત્રો મુજબ, પાકિસ્તાની વાયુસેનાએ તાજેતરના વર્ષોમાં પોતાના બેડામાં ઘણાં નવા વિકલ્પો સામેલ કર્યા છે, જેનાથી કોઈ એક પ્લેટફોર્મ પર નિર્ભરતા ઓછી થઈ છે. પંરતુ તેમ છતાં તે પોતાના હાલના F-16 યુદ્ધવિમાનોની ક્ષમતાને જાળવી રાખવાને ઘણું મહત્ત્વ આપી રહ્યા છે.
આ પણ વાંચો: Indian American Attitudes Survey: " 40% ભારતીયો અમેરિકા છોડવા માંગે છે!"


