પાકિસ્તાન પર બાલાકોટ જેવી એરસ્ટ્રાઈક નહીં કરી શકે ભારત? US ના પૂર્વ રાજદૂતની વોર્નિંગ
. Pakistan હવે US અને Iran વચ્ચે મધ્યસ્થી કરી રહ્યું છે, જે ભારત માટે કૂટનીતિક ચિંતાનો વિષય છે
. US ના બદલાયેલા વલણને કારણે આશંકા છે કે આતંકીઓ વિરુદ્ધ એરસ્ટ્રાઈક જેવા કદમમાં તેને પહેલા જેવું સમર્થન મળશે કે નહીં
. પડકારો છતાં, જસ્ટરે સ્વીકાર્યું કે ભારતની સૈન્ય શક્તિ અને બજાર તેને વૈશ્વિક સ્તરે અનિવાર્ય ભાગીદાર બનાવે છે
Kenneth Juster India Pakistan US relations : ભારત (India) માં અમેરિકા (US) ના પૂર્વ રાજદૂત કેનેથ જસ્ટર (Kenneth Juster) એ વોશિંગ્ટન હડસન ઈન્સ્ટીટયૂટમાં આયોજીત ધ ન્યૂ ઈન્ડિયા કોન્ફરન્સ (The New India Conference) માં ભારત-અમેરિકા (India - US) અને પાકિસ્તાન (Pakistan) ના ત્રિકોણીય સંબંધો પર એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
ગુરુવારે તેમણે વોર્નિંગ આપી છે કે અમેરિકા અને પાકિસ્તાનની વધતી ઘનિષ્ઠતા ભારતના રણનીતિક નિર્ણયો (strategic decisions) ને પ્રભાવિત કરી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે ભવિષ્યમાં સીમા પારથી કોઈ મોટો આતંકી હુમલો થાય છે.
આ પણ વાંચો: Bernstein નો PM Modi ને ખુલ્લો પત્ર, સરકાર રિફોર્મ નહીં લાવે તો પાછું પડશે ભારત
Pakistan અને Trump પ્રશાસનની ઘનિષ્ઠતા
જસ્ટરે કહ્યુ છે કે પાકિસ્તાને ટ્રમ્પ પ્રશાસનને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળતા મેળવી છે. આ ઘનિષ્ઠતા એટલી વધી ગઈ છે કે પાકિસ્તાન હવે અમેરિકા-ઈરાન વાટાઘાટોમાં એક મધ્યસ્થની ભૂમિકા પણ નિભાવી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘણાં સ્તરો પર અને ઘણાં કારણોથી, પાકિસ્તાનનું આ પગલું ભારત માટે એક મુશ્કેલી અને ઘણાં લોકો માટે આશ્ચર્યનો વિષય છે.
આ પણ વાંચો: RSS Mission US : "હિંદુઓએ કોઈપણ વાત માટે માફી માંગવાની જરૂરત નથી"
Terrorism પર ભારતની પ્રતિક્રિયા પર અસરની આશંકા
પૂર્વ રાજદૂતે એક ઘણી જ મહત્ત્વની કૂટનીતિક ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે મધુર સંબંધોનો ભારત પર વ્યવહારિક પ્રભાવ પડી શકે છે. જો ભવિષ્યમાં કોઈ મોટી સીમા પારની આતંકી ઘટના થાય છે, તો અમેરિકા-પાકિસ્તાન સંબંધોને કારણે ભારત પોતાની પ્રતિક્રિયાને મર્યાદીત કરી શકે છે.
જેસ્ટરે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા પુલવામા આતંકી હુમલા અને તેના પછી ભારતની બાલાકોટ એરસ્ટ્રાઈકને યાદ કરતા મોટી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે પહેલાની સરખામણીએ હવે ભારતને એ વાત પર શંકા હોઈ શકે છે કે પાકિસ્તાન ખાતેના આતંકી સમૂહો વિરુદ્ધ કોઈ આકરી સૈન્ય કાર્યવાહીમાં અમેરિકા તેનું સમર્થન કરશે કે નહીં.
#WATCH | Washington, DC | Former US Ambassador to India, Kenneth Juster, says, "On Pakistan's successful courting of the Trump administration, which now extends to being an intermediary in the US-Iran talks. Obviously, on multiple levels and for many reasons, this is an irritant… pic.twitter.com/lyVed44DLe
— ANI (@ANI) April 23, 2026
આ પણ વાંચો: હિંદુ સમાજે એકજૂટ થવું જોઈએ, આખરે SC માં જસ્ટિસ નાગરત્નાએ શા માટે કહ્યું આવું?
દ્વિપક્ષીય સંબંધોના પાટા પર લાવવાની આશા
ગત 26 વર્ષથી જાહેર અને અંગત બંને ક્ષેત્રોમાં અમેરિકા-ભારત સંબંધો સાથે જોડાયેલા રહેવાનો અનુભવ વ્યક્ત કરતા જસ્ટરે આશા વ્યક્ત કરી છે કે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધ સંપૂર્ણપણે પાટા પર આવી જશે. તેમણે ભારપૂર્વક કહ્યુ છે કે બંને પક્ષોને એક પારસ્પરિક રુપથી લાભકારી ભાગીદારી બનાવવા માટે જરૂરી પગલા ઉઠાવવા જોઈએ.
21મી સદીમાં ભારતનું ભૂરાજનીતિક મહત્ત્વ (Geopolitical Importance of India)
આખરમાં જસ્ટરે ભારતના વૈશ્વિક રસૂખનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે ભારતની વિશાળ જનસંખ્યા, તેના બજારનો આકાર, તકનીકી પ્રતિભા અને તેની વધતી સૈન્ય શક્તિને જોતા, ભારતનો ઉદય આ સદીની સૌથી મહત્ત્વપૂર્ણ ભૂરાજકીય કહાનીઓમાંથી એક હશે.
તેમના વિચારમાં અમેરિકાનું આ કહાનીનો એક સકારાત્મક હિસ્સો બનવું, અમેરિકા અને ભારત બંનેના હિતમાં છે.
આ પણ વાંચો: Trump નો Iran પર મોતના તાંડવનો ઈરાદો?: 90 યુદ્ધવિમાનો સાથે USS Bush પહોંચ્યુ મધ્યપૂર્વ


