Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ઇરાનમાં Americaનું અત્યાર સુધીનું સૌથી જોખમી રેસ્ક્યૂ ઓપરેશન,જાણો પાઇલટને કેવી રીતે બચાવી લાવ્યા!

વર્ષ 2026ના યુદ્ધ દરમિયાન ઈરાનના પહાડોમાં ફસાયેલા એક અમેરિકન જવાનના માત્ર ત્રણ શબ્દોના સંદેશાએ વ્હાઈટ હાઉસને એક્શનમાં લાવી દીધું. 24 કલાક સુધી પહાડની તિરાડમાં મોતના પડછાયા વચ્ચે છુપાયેલા આ પાઈલટને બચાવવા માટે CIA અને ઇઝરાયેલના સહયોગથી જે ખતરનાક રાજદ્વારી અને સૈન્ય ખેલ ખેલાયો, તે કોઈ ફિલ્મથી પણ વધુ રોમાંચક છે. જાણો આ અશક્ય લાગતા મિશનની અસલી કહાની.
ઇરાનમાં americaનું અત્યાર સુધીનું સૌથી જોખમી રેસ્ક્યૂ ઓપરેશન જાણો પાઇલટને કેવી રીતે બચાવી લાવ્યા
Advertisement
  • ઈરાને અમેરિકાનું F-15E વિમાન તોડી પાડ્યા બાદ મચ્યો હતો ખળભળાટ (US Pilot Rescue Mission Iran)
  • ઘાયલ ઓફિસરે પહાડની તિરાડમાંથી મોકલ્યો "God is Good" નો મેસેજ
  • CIA એ ઈરાની સેનાને ભટકાવવા માટે મધરાતે ઘડ્યું હતું ખાસ છેતરપિંડી મિશન

વર્ષ 2026ના યુએસ-ઈરાન યુદ્ધ [US-Iran War 2026] દરમિયાન એક એવી ઘટના બની જે હોલીવુડની ફિલ્મોને પણ ઝાંખી પાડે. ઈરાને અમેરિકાનું શક્તિશાળી F-15E સ્ટ્રાઈક ઈગલ [Strike Eagle] વિમાન તોડી પાડ્યું હતું. પરંતુ અસલી રોમાંચ તો ત્યારે શરૂ થયો જ્યારે આ વિમાનનો વેપન્સ સિસ્ટમ્સ ઓફિસર [WSO] ઈરાની સેનાના ઘેરાબંધી વચ્ચે પર્વતોમાં ગુમ થઈ ગયો. ગુમ થયેલા પાયલટના એ ત્રણ શબ્દોએ અમેરિકા સેનાએ આ પાયલટને બચાવવા માટે મિશન શરૂ કરીયું.

Advertisement

US Pilot Rescue Mission Iran : મોતના મુખમાં 24 કલાક

જ્યારે હજારો ઈરાની સૈનિકો અને સ્થાનિક લોકો ઈનામની લાલચમાં અમેરિકન ઓફિસરને શોધી રહ્યા હતા, ત્યારે તે પર્વતની એક સાંકડી તિરાડમાં છુપાઈ રહ્યો હતો. તેણે અત્યંત ગુપ્ત એન્ક્રિપ્ટેડ ડિવાઇસ દ્વારા અમેરિકી સેનાને માત્ર ત્રણ શબ્દોનો સંદેશ મોકલ્યો: "ભગવાન ભલા છે" (God is Good). શરૂઆતમાં પેન્ટાગોન [Pentagon] ને શંકા ગઈ કે ક્યાંક આ ઈરાની સેનાની જાળ [Trap] તો નથી ને? પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ [Donald Trump] ના જણાવ્યા મુજબ, આ સંદેશ જ તેની ઓળખ સાબિત કરી ગયો.

Advertisement

CIA ની ચાલ અને ઇઝરાયેલની સીક્રેટ મદદ

આ હાઈ-રિસ્ક રેસ્ક્યૂ ઓપરેશન [Rescue Operation] માં સીઆઈએ [CIA] એ એક માસ્ટરપ્લાન ઘડ્યો હતો. અમેરિકી ગુપ્તચર એજન્સીએ ઈરાનમાં એવી ખોટી માહિતી ફેલાવી કે પાઈલટ પકડાઈ ગયો છે, જેથી અસલી લોકેશન પર ઈરાની સેનાનું ધ્યાન ન જાય. આ મિશનમાં ઇઝરાયેલ [Israel] એ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓએ ઈરાની સૈનિકોની હિલચાલના ચોક્કસ ડેટા આપ્યા અને તેમની વાયુસેનાએ રેસ્ક્યૂ ઝોન તરફ આવતા દુશ્મનો પર હુમલો કરી તેમને ધીમા પાડ્યા હતા.

200 કમાન્ડોનું જોખમી રાત્રિ ઓપરેશન

જ્યારે વિમાન તોડી પડાયું ત્યારે પાઈલટ અને WSO અલગ-અલગ જગ્યાએ પડ્યા હતા. પાઈલટને દિવસે જ બચાવી લેવાયો હતો, પરંતુ WSO ને બચાવવા માટે 200 સભ્યોની સ્પેશિયલ ફોર્સ [Special Forces] એ મધરાતે ઓપરેશન પાર પાડ્યું. ભારે ગોળીબાર અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમેરિકી દળોએ ઈરાની ધરતી પર કામચલાઉ થાણા બનાવીને પોતાના જવાનને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

આ પણ વાંચો: ફિલ્મી કહાની જેવું રેસ્ક્યુ! ઈરાનમાં પાયલોટને બચાવવા અમેરિકાએ પોતાના જ 2 વિમાનો ઉડાવ્યા

Tags :
Advertisement

.

×