ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓને ચકડોળે ચડાવ્યા! હાર્વર્ડ યુનિવર્સિટીમાં નહીં ભણી શકે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એક એવો નિર્ણય લીધો છે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા 7000 થી વધુ વિદેશ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મુકી દીધું છે. ટ્રમ્પે નિર્ણય લીધો છે કે હવે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ ભણી શકશે નહીં.
Advertisement
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વિવાદિત નિર્ણય!
- હાર્વર્ડ યુનિવર્સિટીમાં હવે નહીં ભણી શકે વિદેશી વિદ્યાર્થી
- તંત્રએ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશની પાત્રતાને રદ કરી
- 788 ભારતીય વિદ્યાર્થી સહિત 6800 વિદેશી વિદ્યાર્થીઓ
- ટ્રમ્પ વહીવટીતંત્રના ગૃહ સુરક્ષા વિભાગે કર્યો નિર્ણય
- નિર્ણય મુદ્દે હાર્વર્ડ યુનિવર્સિટીને અપાયો છે 72 કલાકનો સમય
- 72 કલાકમાં વિદેશી વિદ્યાર્થીની આપવી પડશે માહિતી
- વિદ્યાર્થીઓને યુનિવર્સિટી અને કોલેજ ટ્રાન્સફર કરવા આદેશ
- SEVPના ડેટાથી ટ્રમ્પનું વહીવટીતંત્ર નથી થયું સંતુષ્ટ
- વિદ્યાર્થીઓના હિંસક કેસોના રેકોર્ડની કરી છે માગણી
Harvard University admission : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંગે ગૃહ સુરક્ષા વિભાગ (DHS) દ્વારા 15 મે, 2025ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયની અસર હાર્વર્ડમાં અભ્યાસ કરતા લગભગ 6,800 વિદેશી વિદ્યાર્થીઓ પર પડશે, જેમાં ભારતના 788 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 2024-2025 શૈક્ષણિક વર્ષમાં હાર્વર્ડમાં કુલ વિદ્યાર્થીઓના 27 ટકા વિદેશી વિદ્યાર્થીઓ હતા, જે હવે આ નિર્ણયથી અસરગ્રસ્ત થશે. આ નિર્ણય હેઠળ, હાર્વર્ડે 72 કલાકની અંદર વિદેશી વિદ્યાર્થીઓની વિગતો યુએસ સરકારને સોંપવી પડશે, અને વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીઓ અથવા કોલેજોમાં ટ્રાન્સફર લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

