Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Donald Trump નું વિચિત્ર નિવેદન, કહ્યું- ઇચ્છું તો એક જ પ્રયત્નમાં Strait of Hormuz ખોલાવી શકું છું પણ..!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે. ઈરાન, ઇઝરાયલ અને વૈશ્વિક રાજકારણ અંગે આપેલા તેમના નિવેદનોએ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવાની ક્ષમતા અંગે દાવો કર્યો હતો, સાથે જ નેતન્યાહુ અને ઇઝરાયલની રાજનીતિ અંગે પણ ચોંકાવનારી ટિપ્પણીઓ કરી હતી.
donald trump નું વિચિત્ર નિવેદન  કહ્યું  ઇચ્છું તો એક જ પ્રયત્નમાં strait of hormuz ખોલાવી શકું છું પણ
Advertisement
  • Donald Trump નો મોટો દાવો: હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવી શકું
  • ઈરાન મુદ્દે ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
  • નેતન્યાહુ પર ટ્રમ્પની મોટી ટિપ્પણી
  • ટ્રમ્પ બોલ્યા: નેતન્યાહુ મારી વાત માનશે
  • ટ્રમ્પનું નિવેદન ફરી વૈશ્વિક ચર્ચામાં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે. ટ્રમ્પે ઈરાન (Iran), ઇઝરાયલ (Israel) અને વૈશ્વિક રાજકારણ (Global Politics) અંગે એવા નિવેદનો આપ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને તેમણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અંગે આપેલા નિવેદને ભારે ધ્યાન ખેંચ્યું છે.

નેતન્યાહુ અંગે ટ્રમ્પનું નિવેદન

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “નેતન્યાહુ એ જ કરશે જે હું તેમને કરાવવા માંગુ છું.” તેમના આ નિવેદનને રાજકીય વર્તુળોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે આ સાથે ઈરાન અંગે પણ કડક વલણ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું કે તેમને કોઈ ઉતાવળ (Urgency) નથી અને Midterm Elections અંગે ચાલી રહેલી ચર્ચાઓથી તેઓ પ્રભાવિત નથી. ટ્રમ્પે દાવો કર્યો કે જો તેઓ ઇચ્છે તો હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)ને તરત ખોલાવી શકે છે. તેમણે ઈરાનની હાલની પરિસ્થિતિ અંગે પણ ટિપ્પણી કરતાં કહ્યું કે ત્યાંના લોકો ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને દેશમાં ભારે ગુસ્સો છે.

Advertisement

US President donald trump, trump speeches and statements, Gujarat First

Advertisement

આ પણ વાંચો : Crude Oil Price Today: ટ્રમ્પની નવી ધમકીથી ક્રૂડ ઓઇલ માર્કેટમાં મોટો ભૂકંપ? જાણો ભારતમાં શું થશે અસર

ચીન અને રશિયા સંબંધો પર ટ્રમ્પની પ્રતિક્રિયા

જ્યારે ટ્રમ્પને શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે બંને નેતાઓ સાથે તેમના સારા સંબંધો રહ્યા છે. ટ્રમ્પે મજાકીય અંદાજમાં કહ્યું કે તેમને ખબર નથી કે તેમનો સમારોહ તેમના જેટલો ભવ્ય હતો કે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે, “મેં તે જોયું. મને લાગે છે કે અમે તેમને પાછળ છોડી દીધા. અમે એક સારી ટીમ છીએ.” ટ્રમ્પના આ નિવેદનને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રતિક્રિયા મળી રહી છે.

ઇઝરાયલના વડાપ્રધાન બનવાની મજાક - Donald Trump

ટ્રમ્પે પોતાના સંબોધન દરમિયાન મજાકમાં કહ્યું કે કદાચ તેઓ એક દિવસ ઇઝરાયલ જઈને વડાપ્રધાન (Prime Minister) પદ માટે ચૂંટણી લડી શકે છે. તેમણે દાવો કર્યો કે ઇઝરાયલમાં તેમની લોકપ્રિયતા (Popularity) લગભગ “99%” છે. તેમણે હસતાં કહ્યું, “કદાચ હું ઇઝરાયલ જઈશ અને વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડીશ. મેં આજે સવારે એક સર્વે કર્યો અને મારો અંદાજ 99% છે.”

Trump statement on israel, Gujarat First

ઇઝરાયલની રાજનીતિમાં ઉથલપાથલ

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલની સંસદ નેસેટ દ્વારા વહેલી ચૂંટણી (Early Elections) માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નેતન્યાહુ સરકાર સામે રાજકીય દબાણ વધી રહ્યું છે અને વહેલી ચૂંટણી યોજાવાની શક્યતા પણ વધી છે.

આ પણ વાંચો : Donald Trump ના એક આદેશથી ઈરાન પર થવાનો હતો મોટો હુમલો! જાણો કેમ છેલ્લી ઘડીએ રોકાયો

Tags :
Advertisement

.

×