અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump નો મોટો દાવો : ભારત નહીં ખરીદે રશિયન ઓઈલ!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. આ નિવેદન વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી રહ્યું છે, કારણ કે ભારતે હંમેશા પોતાની ઊર્જા ખરીદી રાષ્ટ્રીય હિત અને બજારની હકીકતો પર આધારિત રાખી છે. ટ્રમ્પનો આ દાવો હવે વૈશ્વિક ઊર્જા સુરક્ષા અને રાજદ્વારી સમીકરણોને ફરી એક વાર ચર્ચાના કેન્દ્રમાં લાવી રહ્યો છે.
Advertisement
- અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump નો મોટો દાવો
- રશિયન ઓઈલ નહીં ખરીદે તેવું ભારતનું આશ્વાસનઃ ટ્રમ્પ
- ઓઈલ ખરીદી યુદ્ધને ભંડોળ પૂરું પાડવા બરાબરઃ ટ્રમ્પ
- ટ્રમ્પના દાવા અંગે ભારતની હજુ સુધી પ્રતિક્રિયા નહીં
Donald Trump made a big claim : વૈશ્વિક રાજકારણના મંચ પર ભારતની ઊર્જા ખરીદી હંમેશા ચર્ચાનો વિષય રહી છે, ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત પછી. પશ્ચિમી દેશો સતત ભારત પર રશિયન તેલની ખરીદી બંધ કરવા માટે દબાણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ એક મોટો અને ચકચારભર્યો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા, રશિયા પર આર્થિક પ્રતિબંધોને વધુ અસરકારક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

