ભાન ભૂલ્યા US President Trump! ઈરાન હુમલાની તુલના હિરોશિમા સાથે કરી, જાણો શું છે તેમનો તર્ક
- ઈઝરાયલ-ઈરાન યુદ્ધ પર ટ્રમ્પનો દાવા
- ટ્રમ્પે ઈરાનના હુમલાની તુલના નાગાસાકી-હિરોશિમા સાથે કરી
- અમેરિકન રાષ્ટ્રપતિનો નવો તર્ક સમજની બહાર
Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (American President Donald Trump) ના નિવેદનો હંમેશાં ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે, અને ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે તેમના તાજેતરના દાવાઓએ ફરી એકવાર વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે. નેધરલેન્ડ્સના હેગ ખાતે યોજાયેલી નાટો સમિટ (NATO Summit) દરમિયાન ટ્રમ્પે ઈરાનના પરમાણુ સ્થળો પર કરાયેલા હુમલાઓને હિરોશિમા અને નાગાસાકીના બોમ્બમારા સાથે સરખાવ્યા, પરંતુ તરત જ ઉમેર્યું કે તેઓ આવી સરખામણી કરવા નથી માગતા.
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અને અમેરિકાની ભૂમિકા
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે, અમેરિકાના હુમલાઓ બાદ ઈરાનની પરમાણુ સુવિધાઓ (Iran's nuclear facilities) "સંપૂર્ણ રીતે નાશ" પામી છે અને આ હુમલાઓએ 12 દિવસના યુદ્ધનો અંત લાવ્યો છે. જોકે, આ દાવાઓની વાસ્તવિકતા અંગે શંકાઓ ઉભી થઈ છે, કારણ કે ગુપ્તચર અહેવાલો (intelligence reports) દર્શાવે છે કે ઈરાનનું પરમાણુ કાર્યક્રમ (Iran's nuclear program) ફક્ત થોડા મહિના માટે જ પાછળ ધકેલાયું છે. જણાવી દઇએ કે, ઈઝરાયલે 13 જૂન, 2025ના રોજ ઈરાનના પરમાણુ સ્થળો ફોર્ડો, ઇસ્ફહાન અને નટાન્ઝ પર હુમલાઓ શરૂ કર્યા, જેનો હેતુ ઈરાનના કથિત પરમાણુ શસ્ત્ર કાર્યક્રમને રોકવાનો હતો. ઈરાને આ હુમલાઓનો જવાબ મિસાઈલ અને ડ્રોન હુમલાઓ વડે આપ્યો, જેમાં તેલ અવીવ અને બીઅર શેબા જેવા ઇઝરાયલી શહેરોને નિશાન બનાવવામાં આવ્યા. જણાવી દઈએ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ સ્થળો ઇસ્ફહાન, નાન્ટેસ અને ફોર્ડો પર હુમલો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે આ હુમલામાં ઈરાનને ઘણું નુકસાન થયું છે. તેમના પરમાણુ સ્થળો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
ઈરાનનો પ્રતિહુમલો અને યુદ્ધવિરામ
અમેરિકાના હુમલાના જવાબમાં, ઈરાને કતાર અને ઈરાકમાં અમેરિકન લશ્કરી મથકો પર મિસાઈલ હુમલા કર્યા, જેમાં કતારમાં ઓછામાં ઓછી 10 મિસાઈલો છોડવામાં આવી. ટ્રમ્પે દાવો કર્યો કે આ હુમલાઓથી અમેરિકાને કોઈ નુકસાન થયું નથી. 12 દિવસના સંઘર્ષ બાદ ઈઝરાયલ અને ઈરાને યુદ્ધવિરામની જાહેરાત કરી, જેને ટ્રમ્પે પોતાની મધ્યસ્થીની સફળતા તરીકે રજૂ કરી. તેમણે નાટો સમિટમાં જણાવ્યું કે બંને દેશો હવે એકબીજા પર હુમલો નહીં કરે, અને આ યુદ્ધનો અંત આવ્યો છે. જોકે, ઈરાને યુદ્ધવિરામને પોતાની રક્ષણાત્મક સફળતા ગણાવી, જ્યારે ઇઝરાયલે તેને પરમાણુ ખતરાને નિષ્ક્રિય કરવાની જીત તરીકે રજૂ કર્યું.
ઈરાન સાથે વાતચીતની શક્યતા
નાટો સમિટ દરમિયાન ટ્રમ્પે સંકેત આપ્યો કે, અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી અઠવાડિયે વાતચીત શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું કે શક્ય છે કે બંને દેશો કોઈ કરાર પર હસ્તાક્ષર કરે, પરંતુ તેમને લાગે છે કે આવો કરાર હવે જરૂરી નથી. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકાના હુમલાઓએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નબળો પાડી દીધો છે, જેના કારણે ઈરાન હવે પરમાણુ શસ્ત્રો વિશે વિચારશે પણ નહીં. જોકે, ઈરાને હંમેશાં દાવો કર્યો છે કે તેનું પરમાણુ કાર્યક્રમ નાગરિક ઉપયોગ માટે છે, અને આ હુમલાઓને તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
આ પણ વાંચો : Shashi Tharoor એ પાકિસ્તાન પર અંગ્રેજી નહિ પરંતુ ફ્રેન્ચ ભાષામાં કર્યા આકરા વાક પ્રહાર