Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ચીન અને દુબઈ સહિતની 10 કંપનીઓ પર પ્રતિબંધ, Donald Trump ના ચીન પ્રવાસ પહેલાં લેવાયો નિર્ણય

વૈશ્વિક સુરક્ષાના સમીકરણોમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અમેરિકાએ અત્યંત વ્યૂહાત્મક સમયે એવા દેશોની કંપનીઓને નિશાન બનાવી છે જે પડદા પાછળ રહીને ખતરનાક હથિયારો બનાવવામાં સહયોગ આપી રહી હતી.
ચીન અને દુબઈ સહિતની 10 કંપનીઓ પર પ્રતિબંધ  donald trump ના ચીન પ્રવાસ પહેલાં લેવાયો નિર્ણય
Advertisement
  • Donald Trump: ઈરાનના હથિયાર નેટવર્ક પર અમેરિકાનો આકરો પ્રહાર!
  • ચીન, હોંગકોંગ અને દુબઈની 10 કંપનીઓ પર અમેરિકાએ લાદ્યા પ્રતિબંધ
  • ઈરાનને ડ્રોન અને મિસાઈલ ટેકનોલોજી પૂરી પાડવાનો કંપનીઓ પર ગંભીર આરો
  • રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીન પ્રવાસના ગણતરીના દિવસો પહેલા લેવાયો મોટો નિર્ણય
  • હોર્મુઝ સ્ટ્રેટમાં તેલની સપ્લાય રોકનાર ઈરાનની સૈન્ય તાકાત તોડવાની અમેરિકી રણનીતિ
  • ઈરાનને મદદ કરનાર અન્ય વિદેશી બેંકો અને વેપારીઓ પર પણ કડક કાર્યવાહીની ચેતવણી

Donald Trump News: અમેરિકાએ ઈરાનના હથિયાર અને ડ્રોન કાર્યક્રમ (Drone and Missile Program) વિરુદ્ધ આકરા પગલાં ભરતા 10 વ્યક્તિઓ અને કંપનીઓ પર નવા પ્રતિબંધો (New Sanctions) લાદી દીધા છે. આ યાદીમાં ચીન, હોંગકોંગ, દુબઈ અને બેલારુસની કંપનીઓનો સમાવેશ થાય છે. અમેરિકી ટ્રેઝરી વિભાગના જણાવ્યા અનુસાર, આ કંપનીઓ ઈરાનને ડ્રોન અને મિસાઈલ બનાવવા માટે જરૂરી ટેકનોલોજી અને હાર્ડવેર સપ્લાય કરવામાં સીધી રીતે સંકળાયેલી હતી.

Donald Trump ના ચીન પ્રવાસ પૂર્વે રાજકીય હલચલ

મહત્વનું છે કે આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) 14 અને 15 મેના રોજ ચીનની મુલાકાતે જવાના છે. ત્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે ઈરાનના સૈન્ય ઉદ્યોગને મજબૂત થવા દેવા માંગતું નથી. ટ્રેઝરી વિભાગે ચેતવણી આપી છે કે ઈરાનની મદદ કરનાર કોઈપણ વિદેશી બેંક, કંપની કે વેપારી પર ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી થઈ શકે છે.

Advertisement

Advertisement

વૈશ્વિક સુરક્ષા અને તેલ સંકટ

અમેરિકાના આ પ્રતિબંધો પાછળનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં વધતો ખતરો છે. ફેબ્રુઆરીમાં થયેલા હુમલા બાદ ઈરાને આ મહત્વપૂર્ણ જળમાર્ગ બંધ કરી દીધો હતો, જેના કારણે વિશ્વભરમાં તેલ અને ગેસના ભાવમાં (Oil and Gas Prices) તોતિંગ વધારો થયો હતો. એક્સપર્ટ્સ માને છે કે આ પ્રતિબંધો દ્વારા અમેરિકા ઈરાનની આક્રમક સૈન્ય તાકાતને અંકુશમાં લેવા અને ખાડી દેશોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે.

આ પણ વાંચો: West Bengal માં નવી સરકારનો ઉદય, શપથ વિધિમાં ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત

Tags :
Advertisement

.

×