Pakistan Terrorism Support: અમેરિકી સાંસદોના વિરોધી બોલ
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ જ્યારે પાકિસ્તાન માટે પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે તેમને પોતાના જ દેશના સાંસદોનો વિરોધ સહન કરવો પડ્યો છે. સીનેટર રિક સ્કોટે સોશિયલ મીડિયા પર આકરા શબ્દોમાં પાકિસ્તાન અને કતારના ઈતિહાસને આતંકવાદ સાથે જોડ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ દેશો શાંતિ સ્થાપવાને બદલે ઈરાનના જૂના આતંકી અભિયાનોને પ્રોત્સાહન આપી રહ્યા છે.
Pakistan Terrorism Support: ઓસામા બિન લાદેનને છુપાવવાની યાદ
મોર્ટાનાના સીનેટર ટિમ શીહીએ પાકિસ્તાનની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કરતા યાદ અપાવ્યું કે, પાકિસ્તાને એક દાયકા સુધી ઓસામાને છુપાવી રાખ્યો હતો. તેમના મતે પાકિસ્તાન પોતાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના માધ્યમથી આતંકવાદી સંગઠનોને સતત ભંડોળ પૂરું પાડતું રહ્યું છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે, પાકિસ્તાન પર વિશ્વાસ કરીને તેને મધ્યસ્થી તરીકે સ્વીકારવો એ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે.
Pakistan Terrorism Support: સાચા સહયોગીઓ સાથે ઉભા રહેવાની સલાહ
અમેરિકી સાંસદોએ સૂચન કર્યું છે કે, અમેરિકાએ પોતાના સાચા મિત્રોની ઓળખ કરવી જોઈએ. મધ્ય પૂર્વમાં યુએઈ, ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા જ અમેરિકાના વાસ્તવિક અને વિશ્વાસુ સાથી છે. જો કોઈ પણ શાંતિ વાટાઘાટો હાથ ધરવામાં આવે, તો આ દેશોને અવશ્ય સામેલ કરવા જોઈએ. કતાર અને પાકિસ્તાન પર આતંકવાદી સંગઠનોને આર્થિક મદદ અને મની લોન્ડરિંગના પણ આરોપો લગાવવામાં આવ્યા છે.
મધ્યસ્થી તરીકે પાકિસ્તાન સામે અવિશ્વાસ
ઉલ્લેખનીય છે કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં પાકિસ્તાનની મધ્યસ્થતાને લઈને અમેરિકામાં ભારે અસંતોષ જોવા મળે છે. સાંસદોનું માનવું છે કે, જે દેશે ભૂતકાળમાં અમેરિકી હિતો વિરુદ્ધ વિદ્રોહને ફંડ આપ્યું હોય, તે નિષ્પક્ષ મધ્યસ્થી બની શકે નહીં. આ પરિસ્થિતિમાં ઈઝરાયેલ અને યુએઈ સાથે મજબૂતીથી જોડાયેલા રહેવું, એ અમેરિકા માટે અનિવાર્ય છે. આ નિવેદનો દર્શાવે છે કે અમેરિકી નીતિ નિર્ધારકો હવે પાકિસ્તાન સાથેના સંબંધોને ખૂબ સાવધાનીથી જોઈ રહ્યા છે.
આ પણ વાંચો--- Qatar Ras Laffan Blast : કતારના ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, 13 ભારતીય અને પાકિસ્તાની શ્રમિકોના મોત