અમેરિકાના આકાશમાં એકવાર ફરી ભયાનક દુર્ઘટના! પ્રત્યક્ષદર્શી જોઇને ચોંકી ગયા, જુઓ Video
- New Jersey helicopter crash
- અમેરિકાના ન્યુ જર્સીમાં એક ભયાનક વિમાન દુર્ઘટના
- દક્ષિણ ન્યુ જર્સીમાં બે હેલિકોપ્ટર અથડાતા દુર્ઘટના
- વિમાન દુર્ઘટનામાં એકનું થયું મોત અને એક ઘાયલ
- એન્સ્ટ્રોમ F-28A અને એન્સ્ટ્રોમ 280C વચ્ચે ટક્કર
- બંને હેલિકોપ્ટરમાં ફક્ત પાઇલટ્સ જ સવાર હતા
- ગંભીર રીતે ઇજાગ્રસ્ત પાયલટ્સને સારવાર અર્થે ખસેડાયા
- હેલિકોપ્ટર જમીન પર પડતા લાગી હતી ભયંકર આગ
- ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર થયા વાયરલ
- ફાયર વિભાગની ટીમે હેલિકોપ્ટરમાં આગ પર મેળવ્યો કાબૂ
- ઘટનાને લઇ રાષ્ટ્રીય પરિવહન સલામતી બોર્ડ દ્વારા તપાસ
New Jersey helicopter crash : દુનિયાભરમાં છેલ્લા ઘણા સમયથી એર દુર્ઘટનાઓ સામાન્ય બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં દક્ષિણ ન્યૂ જર્સીના શાંત આકાશમાં પણ આવી જ એક દુર્ઘટના બની જેણે સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું છે. હેમોન્ટન મ્યુનિસિપલ એરપોર્ટ નજીક 2 હેલિકોપ્ટર (Helicopter) વચ્ચે હવામાં થયેલી ભયાનક ટક્કરે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. આ અકસ્માતમાં એક પાયલટે જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે.
કેવી રીતે બની આ દુર્ઘટના?
સ્થાનિક સમય મુજબ સવારે અંદાજે 11:25 વાગ્યે, જ્યારે એરપોર્ટ પર સામાન્ય કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક 2 ખાનગી હેલિકોપ્ટરો વચ્ચે ટક્કર થઈ હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં એન્સ્ટ્રોમ F-28A અને એન્સ્ટ્રોમ 280C મોડેલના 2 હેલિકોપ્ટર સામેલ હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અકસ્માતના CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, ટક્કર બાદ એક હેલિકોપ્ટર અંકુશ ગુમાવીને ગોળ-ગોળ ફરતું જમીન પર પટકાયું હતું. જમીન પર પડતાની સાથે જ હેલિકોપ્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
JUST IN:
🇺🇸:A helicopter loses control, spinning violently before crashing in Hammonton, New Jersey. pic.twitter.com/koadfAnqka
— 𝐀𝐋𝐏𝐇𝐀 ® (@Alpha7021) December 28, 2025
બચાવ કામગીરી અને જાનહાનિ (New Jersey helicopter crash)
ઘટનાની જાણ થતા જ હેમોન્ટન પોલીસ વડા કેવિન ફ્રીલે અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક પાઇલટનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા હેલિકોપ્ટરના પાયલટને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની જિંદગી અને મોત વચ્ચે જંગ ચાલી રહ્યો છે. સદનસીબે, બંને હેલિકોપ્ટરમાં માત્ર પાયલટ્સ જ સવાર હતા, અન્ય કોઈ પેસેન્જર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
MID-AIR HELICOPTER COLLISION SPARKS EMERGENCY RESPONSE IN NEW JERSEY🚨
🇺🇸 Two helicopters reportedly collided midair and crashed near Hammonton, triggering a large emergency response. Witnesses described flames and thick smoke rising from the crash site.
Law enforcement and… pic.twitter.com/djgyuEWYFG
— Info Room (@InfoR00M) December 28, 2025
હેલિકોપ્ટર દુર્ઘટના પાછળના સંભવિત કારણો
ન્યૂ જર્સીમાં સર્જાયેલી આ ભયાનક હેલિકોપ્ટર ટક્કરની તપાસ હવે રાષ્ટ્રીય પરિવહન સલામતી બોર્ડ (NTSB) અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા સઘન બનાવવામાં આવી છે, જેમાં નિષ્ણાતો મુખ્યત્વે પાયલટ્સની દૃશ્યતા અને ટેકનિકલ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભૂતપૂર્વ તપાસકર્તા એલન ડીલના મતે, હવામાં થતા આવા અકસ્માતો મોટેભાગે 'જુઓ અને ટાળો' (See and Avoid) ના મૂળભૂત સિદ્ધાંતના પાલનમાં નિષ્ફળતાને કારણે થાય છે, જે સૂચવે છે કે કદાચ કોઈ એક પાયલટ બીજાના 'બ્લાઇન્ડ સ્પોટ' માં હોવાથી અથડામણ સર્જાઈ હોઈ શકે છે. હાલમાં તપાસકર્તાઓ કોકપીટના દૃશ્યો, એર ટ્રાફિક કંટ્રોલ સાથેના સંવાદ અને વિમાનના કાટમાળનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરી રહ્યા છે જેથી એ સ્પષ્ટ થઈ શકે કે આ હોનારત કોઈ યાંત્રિક ખામીને લીધે થઈ હતી કે પછી પાયલટ્સ વચ્ચેના સંદેશાવ્યવહારના અભાવે આ કરુણ અંજામ આવ્યો હતો.
આ પણ વાંચો : Plane Crash: હાઈવે પર ક્રેશ લેન્ડિંગ વખતે કારથી ટકરાયું વિમાન, દુર્ઘટનાનો જુઓ Live Video


