Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US Trade Delegation : ચીનને પછાડવા ભારત-અમેરિકાની નવી બ્લુપ્રિન્ટ, આગામી મહિને આવી રહ્યું છે હાઈ-લેવલ ડેલિગેશન

વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ અને ટેરિફ વિવાદોની વચ્ચે, પડદા પાછળ એક એવી આર્થિક વ્યુહરચના ઘડાઈ રહી છે જે એશિયાના વ્યાપારિક સમીકરણો બદલી નાખશે. દિગ્ગજ ગ્લોબલ કંપનીઓના અબજો ડોલરોના ગુપ્ત રોકાણ પ્લાન અને આગામી દિવસોમાં દિલ્હી ઉતરનારા શક્તિશાળી વિદેશી પ્રતિનિધિમંડળ પાછળ એક મોટી રાજદ્વારી જીત છુપાયેલી છે, જે ભારતીય બજારને સુપરપાવર બનાવશે.
us trade delegation   ચીનને પછાડવા ભારત અમેરિકાની નવી બ્લુપ્રિન્ટ  આગામી મહિને આવી રહ્યું છે હાઈ લેવલ ડેલિગેશન
Advertisement
  • ભારત-અમેરિકા વચ્ચે બિઝનેસ ડીલની મોટી તૈયારી!
  • અમેરિકી વ્યાપાર પ્રતિનિધિમંડળ આવતા મહિને ભારત આવશે
  • અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો 23 મેથી ભારત પ્રવાસે
  • ગયા મહિને વોશિંગ્ટનમાં બંને દેશો વચ્ચે યોજાઈ હતી બેઠક
  • અમેરિકી કંપનીઓ ભારતમાં $60 અબજનું રોકાણ કરવા તૈયાર

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી (Commerce and Industry Minister) પિયૂષ ગોયલે ગુરુવારે એક કાર્યક્રમમાં ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આગામી મહિને અમેરિકાનું હાઈ-લેવલ વ્યાપાર પ્રતિનિધિમંડળ (US Trade Delegation) ભારતની મુલાકાતે આવી શકે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વ્યાપક દ્વિપક્ષીય વ્યાપાર કરાર (Bilateral Trade Agreement - BTA) ને આખરી ઓપ આપવાનો અને વ્યાપારી વાટાઘાટોને આગળ ધપાવવાનો છે. અગાઉ એપ્રિલ મહિનામાં વોશિંગ્ટન ડીસી ખાતે બંને પક્ષો વચ્ચે રૂબરૂ બેઠક યોજાઈ ચૂકી છે.

Advertisement

માર્કો રુબિયોની ભારત મુલાકાત અને વ્યાપારિક સમીકરણો

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio) 23 મેથી ભારતની ચાર દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. મંત્રી પિયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે અમેરિકાના મુખ્ય વ્યાપાર વાટાઘાટકાર રુબિયોની સાથે નથી આવી રહ્યા, પરંતુ તેમની આગામી મહિનાની મુલાકાત પહેલેથી જ આયોજિત છે. રુબિયોની આ પ્રથમ ભારત મુલાકાત હશે, જેમાં સંરક્ષણ (Defense), વ્યાપાર અને ઉર્જા ક્ષેત્રે (Energy Sector) પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે.

Advertisement

ટેરિફ વિવાદ અને ભારતનો પક્ષ

ભારત અને અમેરિકાએ 7 ફેબ્રુઆરીના રોજ વ્યાપાર કરારના માળખાને મંજૂરી આપી હતી. જોકે, અમેરિકી સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ યુએસ પ્રશાસને વ્યાપાર અધિનિયમની કલમ 122 (Section 122) હેઠળ તમામ આયાત પર 10% વધારાની ડ્યુટી લાદી દીધી છે. આ ઉપરાંત કલમ ૩૦૧ (Section 301) હેઠળ મુખ્ય નિકાસકારો વિરુદ્ધ શ્રમ ધોરણો અને વધારાની ઉત્પાદન ક્ષમતા અંગે બે અલગ તપાસ પણ શરૂ કરી છે. ભારતે આ બંને તપાસ અંગે પોતાનો સત્તાવાર જવાબ આપી દીધો છે અને હાલ બંને દેશો વચ્ચે પરામર્શ ચાલી રહ્યો છે.

અમેરિકી કંપનીઓનું મોટું રોકાણ અને કુદરતી ભાગીદારી

વૈશ્વિક કટોકટી અને યુક્રેન-પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે પણ ભારત દુનિયા માટે રોકાણનું મનપસંદ સ્થળ (Investment Destination) બનેલું છે. પિયૂષ ગોયલે જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં એમેઝોન (Amazon) અને ગુગલ (Google) જેવી દિગ્ગજ કંપનીઓ તરફથી ભારતને આશરે 60 અબજ અમેરિકી ડોલર ($60 Billion Investment) થી વધુની રોકાણ પ્રતિબદ્ધતાઓ મળી છે. ભારત અને અમેરિકા કુદરતી ભાગીદાર (Natural Partners) તરીકે ટેકનોલોજી, ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ અને ડિજિટલ ડેટા સેન્ટર (Digital Data Center) જેવા ક્ષેત્રોમાં સાથે મળીને મજબૂત સપ્લાય ચેઈન (Supply Chain) બનાવી શકે છે. તેમણે અમેરિકી કંપનીઓને ભારતીય MSME એકમોને સાત દિવસમાં ચૂકવણી કરવા પણ સૂચન કર્યું છે.

આ પણ વાંચો : PM Modi Gift Diplomacy : વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો ! PM મોદીએ વિદેશી નેતાઓને આપી અનોખી ભારતીય ભેટ!

Tags :
Advertisement

.

×