Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકામાં મોટો વિમાન અકસ્માત: લુઇસવિલેમાં ટેકઓફ થતાં જ UPS કાર્ગો પ્લેન ક્રેશ, 3ના મોત, 11 ઘાયલ

અમેરિકાના લુઇસવિલે મુહમ્મદ અલી એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ UPS કાર્ગો ફ્લાઇટ 2976 ક્રેશ થઈ. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ત્રણ ક્રૂ મેમ્બર્સના મોત થયા અને જમીન પરના 11 લોકો ઘાયલ થયા. પ્લેનમાં 25,000 ગેલન ફ્યુઅલ હોવાથી ભયાનક આગ લાગી. કન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરી છે. FAA અને NTSB દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
અમેરિકામાં મોટો વિમાન અકસ્માત  લુઇસવિલેમાં ટેકઓફ થતાં જ ups કાર્ગો પ્લેન ક્રેશ  3ના મોત  11 ઘાયલ
Advertisement
  • અમેરિકાના લુઈસવિલેમાં કાર્ગો વિમાન ક્રેશ (US UPS Plane Crash)
  • કાર્ગો વિમાન ક્રેશમાં 3 મોત, 11 લોકો ઘાયલ
  • ઉડાન ભરતાની સાથે જ વિમાનમાં વિસ્ફોટ
  • લુઈસવિલેથી હોનોલૂલૂ માટે ભરી હતી ઉડાન
  • UPS કંપનીનું કાર્ગો વિમાન ભડભડ સળગ્યું

US UPS Plane Crash : ગુજરાતના અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની યાદ આજે પણ લોકોની રૂંવાડા ઊભા કરી દે છે, જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાના થોડા જ સેકન્ડમાં વિમાન તૂટી પડ્યું હતું. તેવી જ એક મોટી વિમાન દુર્ઘટના ગઈકાલે રાત્રે અમેરિકામાં બની છે. કન્ટકીના લુઇસવિલે મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ UPS ફ્લાઇટ 2976 ક્રેશ થઈ ગઈ. આ UPS કાર્ગો ફ્લાઇટ પણ રનવે પરથી ટેકઓફ કરતી વખતે જ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

UPS કાર્ગો પ્લેન ક્રેશ-Kentucky Plane Crash

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, UPS ફ્લાઇટ 2976 એ લુઇસવિલેથી હવાઈના હોનોલુલુ સ્થિત ડેનિયલ કે ઇનૌયે ઇન્ટરનેશનલ એરપોર્ટ (Daniel K. Inouye International Airport) માટે ઉડાન ભરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ માટે વિમાન રનવે છોડીને માત્ર 175 ફૂટની ઊંચાઈ સુધી જ પહોંચ્યું હતું, અને ત્યારબાદ તે ધડાકાભેર નીચે પટકાઈ ગયું.

Advertisement

Advertisement

ગવર્નર એન્ડી બેશિયરનું નિવેદન – Louisville Muhammad Ali Airport

આ દુર્ઘટના 4 નવેમ્બરના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 5:15 વાગ્યે થઈ હતી. વિમાનમાં ત્રણ ક્રૂ મેમ્બર્સ સવાર હતા, અને દુર્ઘટનામાં તે તમામના મૃત્યુ થયા છે. કન્ટકીના ગવર્નર એન્ડી બેશિયર (Andy Beshear) એ લુઇસવિલેના મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે થયેલા આ વિમાન અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ અને 11 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે. ગવર્નર બેશિયરે મૃતકોની સંખ્યા વધવાની આશંકા પણ વ્યક્ત કરી છે. ક્રેશ થયેલું સ્થળ એરપોર્ટની નજીક આવેલ બે વ્યવસાયિક ઇમારતોની આસપાસ હતું, જેમાં એક ઓટો પાર્ટ્સની દુકાન અને એક પેટ્રોલિયમ રિસાયક્લિંગ સેન્ટર સામેલ છે.

મોટી દુર્ઘટનાનું કારણ 25,000 ગેલન જેટ ફ્યુઅલ – UPS Flight 2976

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે દુર્ઘટના સમયે વિમાનમાં આશરે 25,000 ગેલન જેટ ફ્યુઅલ (લગભગ 94,635 લિટર) હતું, જેના કારણે આ દુર્ઘટના ઘણી મોટી અને ભયાનક બની હતી. અકસ્માત બાદ ધુમાડાના ગોટેગોટા આકાશને આંબી રહ્યા હતા. કાળા ધુમાડાના આ ગોટેટાઓથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘણી કિલોમીટર દૂરથી પ્લેન ક્રેશનો ધુમાડો જોઈ શકાતો હતો. દુર્ઘટનાગ્રસ્ત વિમાન મેકડોનેલ ડગ્લાસ એમડી-11 (McDonnell Douglas MD-11) કાર્ગો એરક્રાફ્ટ હતું, જે UPS એરલાઇન્સ દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું.

FAA અને NTSB સંભાળશે તપાસની કમાન – MD-11 Cargo Plane

યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ ટ્વીટ કરીને જણાવ્યું કે UPS ફ્લાઇટ 2976 કન્ટકીના લુઇસવિલે મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ 4 નવેમ્બરના રોજ દુર્ઘટનાગ્રસ્ત થઈ. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) આ દુર્ઘટનાની તપાસ કરશે. NTSB તપાસનું નેતૃત્વ કરશે અને તમામ અપડેટ્સ આપશે. પ્રાથમિક તપાસમાં વિમાનના ડાબા એન્જિનમાં આગ લાગી હોવાનું અથવા તકનીકી ખામી હોવાનું માનવામાં આવે છે. આ માહિતી પ્રાથમિક છે અને NTSB ની સંપૂર્ણ તપાસ બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

આ પણ વાંચો : અમેરિકાના ઈતિહાસનું સૌથી લાંબુ સરકારી શટડાઉન, 42 હજાર લોકોને સીધી અસર

Tags :
Advertisement

.

×