US War Economy: પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અમેરિકામાં 21,000 નવા કરોડપતિ બન્યા હતા!
. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હથિયારો, વિસ્ફોટકો બનાવતી કંપનીઓએ જંગી નફો કમાઈને હજારો નવા કરોડપતિઓ બનાવ્યા
. યુદ્ધ માત્ર સૈન્ય સંઘર્ષ નથી, પણ જમીન, ખનિજો અને વ્યાપારી માર્ગો પર નિયંત્રણ મેળવવાની એક આર્થિક વ્યૂહરચના પણ છે
. યુદ્ધ બાદ વિનાશ પામેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણના કોન્ટ્રાક્ટ પણ મુઠ્ઠીભર શક્તિશાળી કંપનીઓના હાથમાં જ જાય છે
US War Economy Millionaires World War I : અમેરિકાની દુનિયાની આર્થિક શક્તિ (Economic Power) અને સૈન્ય શક્તિ (Military Power) તરીકે બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી આગળ છે. આર્થિક ક્ષેત્રે તેને બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન તરફથી અને સૈન્ય શક્તિ તરીકે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા (USSR) તરફથી આકરી ટક્કર મળી હતી. પરંતુ સોવિયત રશિયા (Soviet Russia) ના વિખંડન (Disintegration) બાદ અમેરિકા (US) ની બાદશાહત (Hegemony) બંને ક્ષેત્રોમાં કોઈપણ સ્પર્ધા વગર આગળ વધી. હવે ચીન (China) છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાની આર્થિક અને સૈન્ય બાદશાહતને ટક્કર આપી રહ્યું છે.
અમેરિકાની આર્થિક તાકાત પાછળ War Economy
અમેરિકાની આર્થિક શક્તિ તરીકેની બાદશાહતની પાછળ પણ તેની સૈન્ય શક્તિ અને યુદ્ધનું અર્થતંત્ર (War Economy) કારણભૂત છે.
અમેરિકા દાયકાઓથી વિશ્વમાં સૌથી મોટું શસ્ત્રનું નિકાસકાર (Arms Exporter) છે. કૂટનીતિક સ્તરે (Diplomatic Level) ઘણાં યુદ્ધોમાં તે સીધું અને આડકતરું ઉતરતું રહ્યું છે. આમ તો યુદ્ધો મહાન ઉદેશ્યો, રાષ્ટ્રની સુરક્ષા (National Security) અને સમ્માનને લઈને લડાતા હોવાનું કહેવાય છે. પરંતુ તેની પાછળ જોઈ ન શકાય તેવા દેશ, સંગઠન કે વ્યક્તિના ફાયદા (Financial Benefits) પણ હોય છે. યુદ્ધમાં સેનાઓ ટકરાતી હોય છે, પણ સંપત્તિ, જમીન અને સંસાધનોના પુનર્વિતરણ (Redistribution of Resources) નું પણ તે કારણ બને છે.
સામાન્ય લોકો યુદ્ધમાં મરે છે અને ઘાયલ પણ થાય છે. તેઓ પોતાના જમીન-ઘર ગુમાવે છે. પરંતુ અતિ ધનિક વર્ગ, મોટા ઉદ્યોગપતિ (Industrialists) ઓ યુદ્ધ દરમિયાન અસાધારણપણે આર્થિક ફાયદો મેળવતા હોય છે. યુદ્ધનો સૌથી મોટો બોજો જનતા ઉઠાવતી હોય છે. પણ તેનાથી પેદા થનારી સંપત્તિ અને શક્તિનો સૌથી મોટો લાભ સમાજના ટોચ પર બેઠેલો નાનકડો વર્ગ બખૂબી ઉઠાવતો હોય છે.
આ પણ વાંચો : Google ને પાછળ પાડવા ભારતમાં સૌથી મોટું AI ડેટા હબ બનશે, રિલાયન્સે 1.6 લાખ કરોડ રોક્યા
પહેલા વિશ્વયુદ્ધ (First World War) દરમિયાન અમેરિકામાં લગભગ 21 હજાર નવા કરોડપતિઓ બન્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી 1918 દરમિયાન લડાયું હતું. તે સમયે અમેરિકામાં આટલા બધાં કરોડપતિઓ યુદ્ધ દરમિયાન બન્યા તે દર્શાવે છે કે યુદ્ધનું એક અર્થતંત્ર હોય છે. યુદ્ધમાં પેદા થયેલું ધન એ લોકો પાસે ગયું, જેઓ હથિયાર, કપડાં, બૂટ્સ, પરિવહનની સામગ્રી બનાવતા હતા.
યુદ્ધોને કારણે હથિયારો-વિસ્ફોટકો બનાવનારી કંપનીની આવક અનેકગણી વધતી હોય છે. સ્ટીલ ઉદ્યોગને મોટી ગતિ મળે છે. તાંબુ, કોલસો અને અન્ય ધાતુઓ સાથે જોડાયેલા મોટા ઉદ્યોગો તગડો નફો પણ કમાય છે. યુદ્ધમાં સરકારો સેના અને હથિયારો પર જંગી ખર્ચ કરે છે. જનતાનું ધન યુદ્ધ ઉદ્યોગના માધ્યમથી કેટલીક શક્તિશાળી કંપનીઓના નફામાં બદલાઈ જાય છે. યુદ્ધ એક એવી અર્થવ્યવસ્થા છે કે જેમાં સૈનિકો લોહી રેડે છે અને તેનો લાભ ઉદ્યોગપતિઓને મળે છે.
યુદ્ધ બાદ જીતેલી જમીન અને સંસાધનોનું નિયંત્રણ પણ શક્તિશાળી લોકોના હાથમાં જ સોંપવામાં આવતું હોય છે.
આ પણ વાંચો : Narrative Terrorism: કાશ્મીરમાં આતંકવાદ હવે Ecosystem Warfare માં ફેરવાઈ રહ્યો છે!
યુરોપિયન શક્તિઓના વિજય અભિયાનોની પણ એ જ કહાની
કોલોનીકાળ (Colonial Era) માં યુરોપિયન શક્તિઓએ એશિયા, આફ્રિકા અને અમેરિકા (Asia, Africa and America) ના વિશાળ ક્ષેત્રો પર સૈન્ય શક્તિથી કબજો કર્યો હતો. અનેક ક્ષેત્રમાં તેઓ પરંપરાગત સામુદાયિક ભૂમિ વ્યવસ્થા સમાપ્ત કરવામાં સફળ થયા હતા. અહીંના સંસાધનો પર કબજો કરીને કાચો માલ પોતપોતાના દેશોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો. સ્થાનિકોને સસ્તા શ્રમના સ્ત્રોત બનાવીને ખરો લાભ વિદેશી કંપનીઓ અને કોલોની સ્થાપનારા શાસક દેશોને મળ્યો.
યુદ્ધ પૂર્ણ થયા બાદ સડકો, પુલ અને કારખાનાઓના પુનર્નિર્માણની પણ એક ઈકોનોમી હોય છે. આમ વિનાશ બાદ પુનર્નિર્માણના નામે પણ આર્થિક અવસરો મુઠ્ઠીભર લોકોના હાથમાં પહોંચી જાય છે. કુદરતી સંસાધનો અને વ્યાપારીક માર્ગો પર નિયંત્રણ પણ અનેક યુદ્ધોના મુખ્ય કારણ હોય છે. આવા યુદ્ધ બાદ શક્તિશાળી દેશ આના પર સૈન્ય નિયંત્રણ સ્થાપિત કરી દેતા હોય છે. આનો લાભ પણ જનતાને મળતો નથી.
યુદ્ધ એક એવી વસ્તુ છે કે જેનો લાભ જૂજ લોકોને જ મળે છે, પરંતુ તેની કિંમત લાખો સામાન્ય લોકોને ચુકવવી પડે છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકામાં 21 હજાર નવા કરોડપતિ બનવા દર્શાવે છે કે આધુનિક યુદ્ધોની પાછળ આર્થિક હિત (Economic Interests) અને સત્તાની રાજનીતિ (Power Politics) હોય છે. યુદ્ધોમાં ખરું બલિદાન જનતા આપતી હોય છે અને નિર્ણય તથા લાભ શાસકોના હાથમાં જ રહેતો હોય છે.
આ પણ વાંચો : Bangladesh Nuclear Power: રશિયાએ બાંગ્લાદેશને બનાવી દીધું પરમાણુ શક્તિ!


