Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

US Winter Storm 2026 : અમેરિકામાં 'સફેદ મોત'નો આતંક, -25 ડિગ્રીમાં 29 ના મોત, લાખો ઘરોમાં અંધારપટ

અમેરિકા અત્યારે એક એવી આફતનો સામનો કરી રહ્યું છે જેણે 1994 ના રેકોર્ડ તોડી નાખ્યા છે. અર્કાન્સાસથી લઈને ન્યૂ ઈંગ્લેન્ડ સુધી માત્ર બરફ જ બરફ દેખાઈ રહ્યો છે. 29 લોકોના મોત અને લાખો લોકો વીજળી વગર અંધારામાં ઠીગરાઈ રહ્યા છે. એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયા છે. શું આ તોફાન હજુ વધુ વિકરાળ બનશે? જાણો આ બરફીલા તાંડવની ભયાનક વિગતો.
us winter storm 2026   અમેરિકામાં  સફેદ મોત નો આતંક   25 ડિગ્રીમાં 29 ના મોત  લાખો ઘરોમાં અંધારપટ
Advertisement
  • અમેરિકામાં ઈતિહાસનું સૌથી ખતરનાક બર્ફીલુ તોફાન
  • ભારે હિમવર્ષાના કારણે અનેક રાજ્યોમાં તબાહી
  • અત્યારસુધી ઓછામા ઓછા 30 લોકોના મોતની ખબર
  • અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસ 31 ડિગ્રી પહોંચ્યું
  • 2100 કિલોમીટર સુધીના વિસ્તારમાં જામ્યો બરફ

US Winter Storm 2026 : અમેરિકા (USA) અત્યારે દાયકાના સૌથી શક્તિશાળી અને વિનાશક બર્ફીલા તોફાનનો સામનો કરી રહ્યું છે. અર્કાન્સાસ (Arkansas) થી લઈને ન્યૂ ઈંગ્લેન્ડ (New England) સુધી ફેલાયેલા આ તોફાને અત્યાર સુધીમાં 29 લોકોનો ભોગ લીધો છે. ભારે હિમવર્ષા (Heavy Snowfall) અને હાડ થીજવતી ઠંડીને કારણે સમગ્ર જનજીવન ઠપ થઈ ગયું છે.

2100 કિમીના વિસ્તારમાં બરફની ચાદર

નેશનલ વેધર સર્વિસ (National Weather Service) ના જણાવ્યા અનુસાર, દેશના લગભગ 1,300 માઈલ (2100 કિમી) લાંબા પટ્ટામાં એક ફૂટથી વધુ બરફ જામી ગયો છે. પીટ્સબર્ગના (Pittsburgh) ઉત્તર વિસ્તારોમાં 20 ઈંચ જેટલી હિમવર્ષા નોંધાઈ છે. આટલું જ નહીં, પવનના કારણે અનુભવાતું તાપમાન (વિન્ડ ચિલ) શૂન્યથી 25 ડિગ્રી ફેરનહાઈટ (-25°F) નીચે ગયું છે, જે જીવલેણ સાબિત થઈ રહ્યું છે.

Advertisement

Advertisement

US Winter Storm 2026 : 6.70 લાખ ઘરોમાં અંધારપટ

ભારે વરસાદ અને બરફને કારણે વીજળીની લાઈનો ધરાશાયી થતા સમગ્ર અમેરિકામાં 6 લાખ 70 હજારથી વધુ સ્થળોએ વીજ પુરવઠો (Power Supply) ખોરવાયો છે. હવાઈ મુસાફરી પર પણ તેની માઠી અસર પડી છે. રવિવારે અમેરિકાની લગભગ 50% ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જે કોવિડ-19 (COVID-19) મહામારી બાદ સૌથી મોટો આંકડો છે. સોમવારે પણ 8,000 થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી અથવા રદ કરવામાં આવી છે.

વિવિધ રાજ્યોમાં કરુણ મોતના કિસ્સા

ન્યૂયોર્ક સિટીમાં ઠંડીને કારણે 8 લોકોના મોત થયા છે, જ્યારે મેસેચ્યુસેટ્સ અને ઓહાયોમાં બરફ હટાવતી ગાડીની (Snowplow) અડફેટે આવતા લોકોએ જીવ ગુમાવ્યા છે. મિસિસિપી (Mississippi) રાજ્યમાં 1994 પછીનું આ સૌથી ભયાનક તોફાન ગણાવાઈ રહ્યું છે. યુનિવર્સિટી ઓફ મિસિસિપી સહિતની અનેક શાળાઓ અને કોલેજો આખું અઠવાડિયું બંધ રાખવાનો આદેશ અપાયો છે, બચાવ ટુકડીઓ દ્વારા ઠેર-ઠેર હીટિંગ સેન્ટર શરૂ કરાયા છે. જોકે, કાતિલ પવનના કારણે હજુ પણ મૃત્યુઆંક વધવાની ભયાનક આશંકા સેવાઈ રહી છે."

આ પણ વાંચો : ઈરાન-અમેરિકા જંગમાં નવો વળાંક: UAE એ હવાઈ અને જળ માર્ગ વાપરવા માટે લગાવી પાબંધી

Tags :
Advertisement

.

×