Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US Winter Storm 2026: અમેરિકામાં ભીષણ બર્ફીલા તોફાનને કારણે 5 કરોડ નાગરિકો પ્રભાવિત , 7500 થી વધુ ફ્લાઈટ્સ રદ્દ

અમેરિકાના આકાશમાંથી વરસી રહેલી સફેદ આફતે મહાસત્તાને ઘૂંટણિયે લાવી દીધી છે. દાયકાઓ જૂના રેકોર્ડ તોડતી આ બરફવર્ષાએ માત્ર રસ્તાઓ જ નહીં, પણ દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સને પણ તાળા મરાવી દીધા છે. 5 કરોડથી વધુ લોકો અત્યારે કુદરતના આ રૌદ્ર સ્વરૂપનો સામનો કરી રહ્યા છે, જેમાં લોંગ આઈલેન્ડની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક બની છે.
us winter storm 2026  અમેરિકામાં ભીષણ બર્ફીલા તોફાનને કારણે 5 કરોડ નાગરિકો પ્રભાવિત   7500 થી વધુ ફ્લાઈટ્સ રદ્દ
Advertisement
  • અમેરિકામાં બર્ફીલા તોફાનથી ઈમરજન્સી! (US Winter Storm 2026:)
  • 5 કરોડથી વધુ નાગરિક તોફાનની ઝપેટમાં
  • 7500 ફ્લાઈટ્સ રદ્દ અને 2500 ફ્લાઈટ લેટ
  • ન્યૂજર્સી, ન્યૂયોર્ક, બોસ્ટન એરપોર્ટને અસર

અમેરિકામાં હાલમાં કડકડતી ઠંડી અને ભીષણ બર્ફીલા તોફાને (Winter Storm) હાહાકાર મચાવ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે અનેક રાજ્યોમાં કટોકટીની સ્થિતિ (Emergency) જાહેર કરવાની ફરજ પડી છે. આ કુદરતી આફતની ઝપેટમાં અમેરિકાના 5 કરોડથી વધુ નાગરિકો (US Citizens) આવી ગયા છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Advertisement

Advertisement

US Winter Storm 2026: હવાઈ અને માર્ગ પરિવહન ખોરવાયું

તોફાનની સૌથી વધુ અસર એરપોર્ટ પર જોવા મળી છે. ન્યૂજર્સી (New Jersey), ન્યૂયોર્ક (New York) અને બોસ્ટન (Boston) જેવા વ્યસ્ત એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટવાના કારણે અત્યાર સુધીમાં 7500 થી વધુ ફ્લાઈટ્સ રદ્દ (Flights Cancelled) કરવામાં આવી છે, જ્યારે 2500 થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી છે. રસ્તાઓ પર બરફની જાડી ચાદર પથરાઈ જવાને કારણે અનેક શહેરોમાં પરિવહન સેવાઓ (Public Transport) સ્થગિત કરી દેવામાં આવી છે.

48 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લોંગ આઈલેન્ડ (Long Island) માં આશરે 38 ઈંચ જેટલો બરફ નોંધાયો છે, જે વર્ષ 1978 બાદની સૌથી મોટી બરફવર્ષા (Heavy Snowfall) માનવામાં આવે છે. ન્યૂયોર્ક શહેરમાં પણ 16 ઈંચથી વધુ બરફ પડતા લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Donald Trump Tariff Policy: શું ભારત-ચીન પર લાગશે વધારે ટેક્સ? સુપ્રિમ કોર્ટ વિરુદ્ધ ટ્રમ્પના તેવર આક્રમક

Tags :
Advertisement

.

×