Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

USA : કેપિટોલ હિંસા કેસમાં ટ્રમ્પને મોટો ફટકો, જાણો શા માટે રાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પને અયોગ્ય જાહેર કરાયા

અહેવાલ – રવિ પટેલ વ્હાઇટ હાઉસની રેસ માટે પ્રચાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોલોરાડો રાજ્યની મુખ્ય અદાલતે મંગળવારે કેપિટોલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટે...
usa   કેપિટોલ હિંસા કેસમાં ટ્રમ્પને મોટો ફટકો  જાણો શા માટે રાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પને અયોગ્ય જાહેર કરાયા
Advertisement

અહેવાલ – રવિ પટેલ

વ્હાઇટ હાઉસની રેસ માટે પ્રચાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોલોરાડો રાજ્યની મુખ્ય અદાલતે મંગળવારે કેપિટોલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટે વ્હાઈટ હાઉસની રેસ માટે રિપબ્લિકન પાર્ટીના મુખ્ય દાવેદાર ટ્રમ્પને રાષ્ટ્રપતિની પ્રાથમિક મતદાનમાંથી હટાવી દીધા છે.

Advertisement

અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે, 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટે કરવામાં આવ્યો છે. કોલોરાડો હાઈકોર્ટે તેના 4-3 બહુમતી નિર્ણયમાં કહ્યું કે, મોટાભાગની કોર્ટ માને છે કે ટ્રમ્પ 14મા સુધારાની કલમ 3 હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો આપનાર કોર્ટના તમામ જજોની નિમણૂક ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નરો દ્વારા કરવામાં આવી હતી.જિલ્લા અદાલતના ન્યાયાધીશના નિર્ણયને પલટી નાખ્યો

Advertisement

Indictment unsealed: Trump faces 37 charges related to national security | CBC News

કોલોરાડો સ્ટેટની હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજના નિર્ણયને પલટીને આ આદેશ આપ્યો હતો. નીચલી અદાલતે કહ્યું હતું કે ટ્રમ્પે 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ (યુએસ સંસદ) પર હુમલા માટે ટોળાને હિંસા માટે ઉશ્કેર્યા હતા. પરંતુ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાથી રોકી શકાય નહીં કારણ કે, તે સ્પષ્ટ નથી કે બંધારણની તે કલમ રાષ્ટ્રપતિ પદને આવરી લે છે કે કેમ.

કોલોરાડો સ્ટેટની હાઈકોર્ટે શું કહ્યું 

અદાલતે તારણ કાઢ્યું હતું કે, યુએસ બંધારણ 2024 માં રિપબ્લિકન નોમિનેશન માટે અગ્રેસર ઉમેદવારને યુ.એસ. સરકાર સામે હિંસા ભડકાવવાની ભૂમિકાને કારણે મતદાન પર હાજર થવા પર પ્રતિબંધ મૂકે છે.

"અમે આ નિષ્કર્ષ પર હળવાશથી પહોંચી શકતા નથી," બહુમતી ન્યાયાધીશોએ લખ્યું. “અમે હવે અમારી સામે પ્રશ્નોની તીવ્રતા અને વજનને ધ્યાનમાં રાખીએ છીએ. અમે એ જ રીતે કાયદાને લાગુ પાડવાની અમારી ગંભીર ફરજને ધ્યાનમાં રાખીએ છીએ, ભય કે તરફેણ વિના, અને કાયદા દ્વારા અમે જે નિર્ણયો લઈએ છીએ તેના પર જાહેર પ્રતિક્રિયાથી પ્રભાવિત થયા વિના."

કોલોરાડોની અદાલતે જણાવ્યું હતું કે, અપીલની મંજૂરી આપવા માટે ચુકાદા પર 4 જાન્યુઆરી, 2024 સુધી સ્ટે મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પના અભિયાને કોર્ટના નિર્ણયને "ત્રુટિપૂર્ણ" અને "અલોકશાહી" ગણાવ્યો અને કહ્યું કે તેની અપીલ કરવામાં આવશે.

આ નિર્ણય સાથે, હવે યુએસ સુપ્રીમ કોર્ટ માટે એ નિર્ણય લેવો પડકારરૂપ બનશે કે શું ટ્રમ્પ રિપબ્લિકન પક્ષ તરફથી નોમિનેશનની રેસમાં રહી શકે છે.

ટ્રમ્પ સમર્થકોએ કેપિટોલ હિલમાં તોડફોડના કૃત્યો કર્યા હતા

Donald Trump | Shamed: Capitol Hill attack - Telegraph India

તો ઘટના એવી બની હતી કે, અમેરિકામાં 2020 ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો હતો અને જો બિડેન વિજઈ બન્યા હતા. આ પછી ટ્રમ્પ સમર્થકોએ કેપિટોલ હિલને ઘેરી લીધો, અને કેપિટોલમાં હિંસા શૂરું થઈ હતી .

US Capitol Hill Attack

ટ્રમ્પ સમર્થકોએ કેપિટોલ હિલમાં તોડફોડના કૃત્યો કર્યા હતા. કેપિટોલ હિંસા બાદથી અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈ સતત પ્રાઉડ બોયઝની તપાસ કરી રહી હતી. આ જૂથના ડઝનેક લોકોની હિંસામાં ભૂમિકા હતી.

આ પણ વાંચો -- યુદ્ધના લીધે ઇઝરાયલમાં શ્રમિકોની અછત! PM નેતન્યાહુએ વડાપ્રધાન મોદી સાથે ટેલિફોન પર કરી વાત

Tags :
Advertisement

.

×