USA News : દુલ્હનના હાથની મહેંદી સુકાય તે સુહાગ છીનવાયો, હેલિકોપ્ટર ક્રેશ થતા પતિનું મોત
USA News : જ્યોર્જિયામાં હેલિકોપ્ટર ક્રેશમાં નવપરિણીત સહિત બે ભારતીય મૂળના વ્યક્તિઓના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે સાંજે તેમના લગ્ન પછી, ડેવ ફિજી અને તેમની પત્ની જેસી રોબિન્સન R66 હેલિકોપ્ટરમાં સવાર થઈ ડેકાલ્બ-પીચટ્રી એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. આ હેલિકોપ્ટરને નિખિલ નારગુંડકર દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતુ.
USA News : ખરાબ હવામાન અને દૃશ્યતાનો અભાવ બન્યું કારણ
લગ્ન બાદ આ નવદંપતી ડેકાલ્બ-પીચટ્રી એરપોર્ટ (DeKalb-Peachtree Airport) જવા માટે રવાના થયું હતું. અકસ્માત બાદ બચાવકર્મીઓને કાટમાળ શોધવામાં લગભગ 6 કલાકનો સમય લાગ્યો હતો. એક નર્સ તરીકે ફરજ બજાવતી 25 વર્ષીય દુલ્હન જેસી રોબિન્સન (Jessie Robinson) કાટમાળમાંથી જીવિત મળી આવી હતી. હોશમાં આવ્યા બાદ જેસીએ પોતાના પતિ ડેવના નિષ્પ્રાણ દેહને પોતાની નજર સામે જોયો હતો. તે આ અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગઈ છે અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પાઇલટે હવામાનની ચેતવણીને કરી હતી નજરઅંદાજ
ડેવ ફિજી પોતે એક અનુભવી પાઇલટ હોવાથી, તેમણે લગ્ન સ્થળ પર જ ખરાબ હવામાન (Bad weather) અને ઓછી દૃશ્યતા અંગે પાઇલટ નિખિલ નારગુંડકરને સાવધ કર્યા હતા. જોકે, પાઇલટે વધુ ઊંચાઈ પરથી ઉડાન ભરવાનો નિર્ણય લીધો હતો, જે આખરે જીવલેણ સાબિત થયો. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.


