Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Donald Trump એ આપ્યા મોટી તબાહીના સંકેત, એક પોસ્ટથી ખળભળાટ

Donald Trump દ્વારા સોશિયલ મીડિયામાં એક સંપાદિત ફોટો શેર કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વધતા તણાવ અને ઈરાન વિરુદ્ધ સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે અમેરિકાના વહીવટીતંત્રમાં નવી ચર્ચાઓ વચ્ચે આ પોસ્ટ આવી છે. થોડા દિવસો પહેલા, ટ્રમ્પે ઈરાની બોટ પર મિસાઈલ હુમલા, અવકાશમાં યુદ્ધ અને ઈરાન પર લહેરાતા અમેરિકન ધ્વજ દર્શાવતી કેટલીક AI-જનરેટેડ છબીઓ પણ પોસ્ટ કરી હતી.
donald trump એ આપ્યા મોટી તબાહીના સંકેત  એક પોસ્ટથી ખળભળાટ
Advertisement

Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સંપાદિત ફોટો શેર કર્યો છે, જેમાં ઈરાનને અમેરિકન ધ્વજના રંગોમાં રંગેલું દર્શાવવામાં આવ્યું હતું. તેઓએ કેપ્શન આપ્યું કે: "મધ્ય પૂર્વનું યુનાઇટેડ સ્ટેટ્સ?". જાણકારો આ તસ્વીરને મોટી તબાહીના સંકેત તરીકે ગણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, અમેરિકા અને ઇરાન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થિથી શાંતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છતાં હાલની સ્થિતિએ અનિશ્ચિતતાનો દોર જારી છે.

Donald Trump, અગાઉ પણ પોસ્ટ કરી હતી

વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વધતા તણાવ અને ઈરાન વિરુદ્ધ સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે અમેરિકાના વહીવટીતંત્રમાં નવી ચર્ચાઓ વચ્ચે આ પોસ્ટ આવી છે. થોડા દિવસો પહેલા, ટ્રમ્પે ઈરાની બોટ પર મિસાઈલ હુમલા, અવકાશમાં યુદ્ધ અને ઈરાન પર લહેરાતા અમેરિકન ધ્વજ દર્શાવતી કેટલીક AI-જનરેટેડ છબીઓ પણ પોસ્ટ કરી હતી.

Advertisement

Donald Trump, ટ્રમ્પની પુત્રી વિરૂદ્ધ કાવતરું

આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારને લઈને એક મોટો સુરક્ષા ખતરો સામે આવ્યો છે. એવા અહેવાલો છે કે ઈરાન સાથે જોડાયેલા એક ઇરાકી આતંકવાદીએ કથિત રીતે ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ કાવતરું 2020 માં માર્યા ગયેલા ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે રચવામાં આવ્યું હતું.

Advertisement

શકમંદને ઓળખી કઢાયો

કેટલાક અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, શંકાસ્પદ વ્યક્તિની ઓળખ મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદી તરીકે થઈ છે, જેને મોહમ્મદ અલ-સાદી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન કતૈબ હિઝબુલ્લાહ અને નવા રચાયેલા પ્રોક્સી જૂથ, હરકત અસબ અલ-યામીન અલ-ઇસ્લામીયા (HIYA) સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો - Asim Munir Insulted: શું અસીમ મુનીર માટે તેહરાનની મુલાકાત બની ગઈ એક દુઃસ્વપ્ન? ઈરાને બરોબરના ઝાટક્યા

Tags :
Advertisement

.

×