51 વર્ષ બાદ USA માં દેખાયું 'Doomsday Plane', દુનિયાભરમાં ચર્ચા છેડાઇ
- અમેરિકામાં એક પ્લેનની ઉડાણથી દુનિયાભરમાં ચર્ચા છેડાઇ ગઇ
- ડૂમ્સડે પ્લેનને ફ્લાઇંગ પેન્ટાગોન તરીકે ઓળખાય છે
- આ પ્લેન પરમાણું હથિયારની અસરો પણ સહન કરી શકે છે
- પ્લેનના ઉડાણને સારા સંકેત નહીં હોવાનું જાણકારો ગણાવી રહ્યા છે
Doomsday Plane Fly In USA Sky After 51 Years : તાજેતરમાં લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) પર "ડુમ્સડે પ્લેન" (Doomsday Plane - USA) તરીકે ઓળખાતું એક રહસ્યમય વિમાન જોવા મળ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઇ છે. યુએસ એરફોર્સનું રહસ્યમય બોઇંગ E-4B નાઇટવોચ વિમાન, વિશ્વભરમાં "ડુમ્સડે પ્લેન" તરીકે ઓળખાય છે. આ વિમાન ગયા અઠવાડિયે લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) પર ઉતર્યું હતું. આ ઘટના ખૂબ જ અસામાન્ય છે, કારણ કે તે છેલ્લા 51 વર્ષો બાદ આકાશમાં દેખાયું હોવાની પ્રબળ ચર્ચાઓ સામે આવી રહી છે.
🚨🌎 Presidential Doomsday Plane is spotted leaving LA International
This is essentially a Nuclear proof undetectable Airborne Command Unit.
Probably not a good sign. pic.twitter.com/shh9aH1bWB
— Concerned Citizen (@BGatesIsaPyscho) January 9, 2026
હવામાંથી સરકારનું સંચાલન કરી શકે
આ વિમાન એક ફ્લાઇંગ કમાન્ડ સેન્ટર છે, જે પરમાણુ હુમલો અથવા મોટી રાષ્ટ્રીય કટોકટી દરમિયાન હવામાંથી અમેરિકાની સરકારનું સંચાલન કરવા સક્ષમ છે. તે ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ (EMP) અને પરમાણુ વિસ્ફોટની ગરમીનો સામનો કરી શકે છે.
ફ્લાઇંગ પેન્ટાગોન તરીકે ઓળખાય છે
આ વિમાન 6-7 દિવસ સુધી હવામાં રહી શકે છે. તેને "ફ્લાઇંગ પેન્ટાગોન" તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં એરલાઇન વીડિયોઝ લાઇવ દ્વારા LAX પર વિમાનનું ઉતરાણ દર્શાવતો એક વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનું લાઇવ પ્રસારણ એરલાઇન વીડિયોઝ લાઇવ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સારો સંકેત નથી
એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, "પ્રેસિડેન્શિયલ ડૂમ્સડે પ્લેન LA ઇન્ટરનેશનલથી ઉડતું દેખાયું છે. આ વાસ્તવમાં એક પરમાણુ-પ્રૂફ, શોધી ના શકાય તેવું એરબોર્ન કમાન્ડ યુનિટ છે. કદાચ આ સારો સંકેત નથી."
આર્સેનલ ઓફ ફ્રીડમ પ્રવાસનો ભાગ
ઘણા યુઝર્સે તેને 2026 ની સૌથી મોટી ઉડાણની ઘટના ગણાવી છે. તેની દુર્લભતાએ વિશ્વભરમાં અટકળો ફેલાવી છે. અહેવાલો અનુસાર, સંરક્ષણ સચિવ પીટ હેગસેથ પણ ફ્લાઇટમાં સવાર હતા. પેન્ટાગોને જણાવ્યું હતું કે, આ ફ્લાઇટ સંરક્ષણ સચિવના આર્સેનલ ઓફ ફ્રીડમ પ્રવાસનો ભાગ હતી, જે દરમિયાન તેઓ દક્ષિણ કેલિફોર્નિયામાં લશ્કરી ભરતી કરનારાઓ અને એરોસ્પેસ કંપનીઓ સાથે મળ્યા હતા. જો કે, નિયમિત સરકારી વિમાનને બદલે આટલા ખાસ અને મોંઘા 'ડૂમ્સડે પ્લેન'નો ઉપયોગ કેમ કરવામાં આવ્યો, તે અંગે કોઈ સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી નથી.
આ પણ વાંચો --------- Iran Us War Threat : ઇરાને અમેરિકાને આપી ખુલ્લી ધમકી, દેશ પર હુમલો થશે તો અમેરિકી સૈન્ય મથકો છે ટાર્ગેટ પર


