America માં Snow Storm થી 30 ના મોત, Asia-Europe માં ઠંડી વધી
- America માં હિમવર્ષાનો કહેર જારી, બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં ઊંચુ તાપમાન
- Asia અને Europe માં ઠંડીનું જોર વધ્યું
- ઓસ્ટ્રેલિયામાં જંગલ વિસ્તારમાં આગ બેકાબુ બની હોવાનું સામે આવ્યું
Snow Storm In America, Cold Atmosphere Felt In Asia And Europe : દુનિયાભરમાં રાજકીય અનિશ્ચિતતાઓની સાથે સાથે વાતાવરણીય અનિશ્ચિતતા પણ વધી હોવાનું જોવા મળી રહ્યું છે. એક તરફ અમેરિકામાં બરફનું તોફાન (America Snow Storm) જીવલેણ બની રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજીત 30 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે એશિયા અને યુરોપ ઠંડી અને બરફના તોફાનોથી પ્રભાવિત છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં લોકો તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. મંગળવારે ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં તાપમાન લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. યુનાઇટેડ સ્ટેટ્સમાં બરફના તોફાનમાં 25 લોકોના મોત થયા છે.
20 ઇંચ સુધી બરફ પડ્યો (America Snow Storm)
હાલમાં ઉત્તરપૂર્વીય યુનાઇટેડ સ્ટેટ્સમાં બરફના તોફાનમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તોફાનના અંતિમ તબક્કામાં વધુ બરફ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દક્ષિણના કેટલાક ભાગોમાં બરફવર્ષા ચાલુ રહી હતી, જેના કારણે લાખો લોકો વીજળી વગર રહ્યા હતા. અરકાનસાસથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના 2,100 કિલોમીટરના વિસ્તારમાં એક ફૂટથી વધુ બરફ પડ્યો હતો, જેના કારણે રોડ ટ્રાફિક ખોરવાઈ ગયો, ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને સોમવારે શાળાઓ બંધ કરવામાં આવી હતી. નેશનલ વેધર સર્વિસે અહેવાલ આપ્યો કે, પિટ્સબર્ગના ઉત્તરીય વિસ્તારોમાં 20 ઇંચ સુધી બરફ પડ્યો હતો, અને તાપમાન માઇનસ 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. (America Snow Storm)
આ પણ વાંચો ------ America Video : અમેરિકનો કપાળ પર પાસપોર્ટ લગાવી કેમ ફરી રહ્યાં છે ? સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video
8,000 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી (America Snow Storm)
અધિકારીઓએ જણાવ્યું કે, તોફાનમાં ઓછામાં ઓછા 30 લોકો મૃત્યુ પામ્યા છે, આગામી સમયમાં આ મૃત્યુઆંક વધે તેવી શક્યતા હાલ તબક્કે નકારી શકાય તેમ નથી. મિસિસિપીના કેટલાક ભાગો 1994 પછી રાજ્યના સૌથી ભયાનક બરફવર્ષાનો સામનો કરી રહ્યા છે. મિસિસિપી યુનિવર્સિટીએ તેના ઓક્સફોર્ડ કેમ્પસમાં બરફ છવાઈ ગયા બાદ આખા અઠવાડિયા માટે વર્ગો રદ કર્યા છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ FlightAware.com અનુસાર, સોમવારે યુનાઇટેડ સ્ટેટ્સમાં 8,000 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી, અથવા રદ કરવામાં આવી હતી. એવિએશન એનાલિટિક્સ કંપની સિરિયમના જણાવ્યા અનુસાર, રવિવારે યુનાઇટેડ સ્ટેટ્સમાં 45 ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. કોરોનની મહામારી શરૂ થયા પછી આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હોય તેવો આ પહેલો બનાવ છે. (America Snow Storm)
ત્રણ જંગલની આગ બેકાબૂ બની
મંગળવારે ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં તાપમાન લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. વિક્ટોરિયા રાજ્યના હોપેટૂન અને વોલાપૌપ ગ્રામીણ નગરોમાં શરૂઆતમાં મહત્તમ તાપમાન 48.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મંગળવારની તીવ્ર ગરમીથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વિક્ટોરિયન અધિકારીઓએ સાવચેતી રાખવાની વિનંતી કરી કારણ કે, ત્રણ જંગલની આગ બેકાબૂ બનીને ફેલાઈ રહી હતી. સૌથી મોટા શહેર, મેલબોર્નમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બુધવારે તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે, ગરમીનું મોજું સપ્તાહના અંત સુધી ચાલુ રહેવાની ધારણા છે. (America Snow Storm)
આ પણ વાંચો ------- Trump વિરોધી Ilham Omar પર હુમલો, અમેરિકાના ડેમોક્રેટ સાંસદ પર ફેંકાયો તરલ પદાર્થ


