Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

USS અબ્રાહમ લિંકન માત્ર એક જહાજ નહીં, પણ છે આખું લશ્કરી મથક ,જાણો તેના વિશે

ઈરાન સાથે વધતા તણાવ અને ત્યાં ચાલી રહેલી આંતરિક અશાંતિ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય તાકાત વધારી છે. પેન્ટાગોને વિશ્વનું સૌથી શક્તિશાળી પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ USS અબ્રાહમ લિંકન અને પરમાણુ સબમરીન ઈરાન તરફ રવાના કરી છે. મધ્ય પૂર્વના યુએસ સૈન્ય મથકોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે
uss અબ્રાહમ લિંકન માત્ર એક જહાજ નહીં  પણ છે આખું લશ્કરી મથક  જાણો તેના વિશે
Advertisement
  • ઇરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાની લશ્કરી તૈયારી કરી તેજ (USS Abraham Lincoln) 
  • અમેરિકા એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈકને મધ્ય પૂર્વમાં મોકલવાની તૈયારી
  • યુદ્ધ જહાજો સાથે પરમાણુ સમબમરીન પણ સાથે હશે

ઈરાન સાથે સતત વધી રહેલા તણાવ અને ત્યાં ચાલી રહેલા આંતરિક અશાંતિના માહોલ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વ (Middle East) માં પોતાની સૈન્ય તાકાત વધારી દીધી છે. પેન્ટાગોને દક્ષિણ ચીન સમુદ્રમાં તૈનાત પોતાના સૌથી વિનાશક એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને હવે ઈરાન તરફ વાળ્યું છે. અમેરિકાના આ આક્રમક પગલાથી ખાડી દેશોમાં યુદ્ધની શક્યતા પ્રબળ બની છે.

USS Abraham Lincoln: ભારે કાફલા સાથે અમેરિકાની એન્ટ્રી

યુએસ મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ સ્ટ્રાઈક ગ્રુપનું નેતૃત્વ પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ કરી રહ્યું છે, જેની સાથે અનેક યુદ્ધ જહાજો અને ઓછામાં ઓછી એક પરમાણુ સબમરીન પણ સામેલ છે. આ કાફલો બુધવારે રવાના થઈ ચૂક્યો છે અને અંદાજે એક અઠવાડિયામાં મધ્ય પૂર્વના દરિયામાં પહોંચી જશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાની પ્રદર્શનકારીઓને ટેકો આપતા કહ્યું હતું કે, "સંસ્થાઓ કબજે કરો, મદદ માર્ગ પર છે."

Advertisement

Advertisement

યુએસ મિલિટરી બેઝ 'હાઈ એલર્ટ' પર

તણાવ વધતા અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાના સૈન્ય મથકો પર સુરક્ષા વધારી દીધી છે. કતારમાં આવેલા સૌથી મોટા અમેરિકી બેઝ 'અલ-ઉદેદ' પરથી કેટલાક કર્મચારીઓને સાવચેતીના ભાગરૂપે ખસી જવા સૂચના અપાઈ છે. સાઉદી અરેબિયામાં પણ યુએસ દૂતાવાસે તેના કર્મચારીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અને અત્યંત સાવધ રહેવા એડવાઈઝરી જારી કરી છે.

વિશ્વનું સૌથી શક્તિશાળી જહાજ, USS અબ્રાહમ લિંકન

પરમાણુ શક્તિ અને અદભૂત ક્ષમતા USS અબ્રાહમ લિંકન એ માત્ર એક યુદ્ધ જહાજ નથી, પરંતુ સમુદ્ર પર તરતું એક અભેદ્ય લશ્કરી મથક છે. નિમિત્ઝ ક્લાસનું આ પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ બે પરમાણુ રિએક્ટર દ્વારા સંચાલિત છે, જે તેને અનંતકાળ સુધી ઈંધણ ભર્યા વગર સમુદ્રમાં કાર્યરત રાખવાની ક્ષમતા આપે છે. આશરે 1 લાખ ટન વજન ધરાવતું આ મહાકાય જહાજ 30 નોટ્સથી વધુની ઝડપે દોડી શકે છે. તેની સૌથી મોટી તાકાત તેની એર વિંગ છે, જેમાં દુનિયાના સૌથી આધુનિક F-35 સ્ટીલ્થ ફાઈટર જેટ્સ, F/A-18 સુપર હોર્નેટ અને ઘાતક મિસાઈલ સિસ્ટમ તૈનાત હોય છે, જે પલકવારમાં દુશ્મનના કોઈપણ ઠેકાણાને જમીનદોસ્ત કરી શકે છે.

અભેદ્ય સુરક્ષા કવચ અને વ્યૂહાત્મક મહત્વ આ જહાજની સુરક્ષા એટલી સખત છે કે તેની નજીક પહોંચવું પણ દુશ્મન માટે અશક્ય છે. તે હંમેશા એક 'સ્ટ્રાઈક ગ્રુપ' સાથે ફરે છે, જેમાં ગાઈડેડ મિસાઈલ ક્રુઝર, અનેક ડિસ્ટ્રોયર્સ અને અત્યંત આધુનિક પરમાણુ સબમરીન સુરક્ષા કવચ તરીકે હોય છે. તે સમુદ્રની સપાટીની સાથે સાથે આકાશ અને સમુદ્રની અંદર રહેલા જોખમોને સેંકડો કિલોમીટર દૂરથી શોધીને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. કટોકટીના સમયે આ જહાજની હાજરી એ અમેરિકાની લશ્કરી તાકાતનું પ્રદર્શન છે, જે કોઈ પણ દેશના સંરક્ષણ કવચને તોડવા અને યુદ્ધનું પાસું પલટવા માટે પૂરતું છે.

એક જહાજ નથી પણ સમુદ્રમાં તરતું લશ્કરી શહેર છે. તેની ખાસિયતો નીચે મુજબ છે

તે F-35 સ્ટીલ્થ ફાઈટર અને F/A-18 સુપર હોર્નેટ જેવા આધુનિક વિમાનો વહન કરી શકે છે.

હુમલાની ક્ષમતા: હવા, સમુદ્ર અને કિનારાના લક્ષ્યોને મિનિટોમાં તોડી પાડવાની તાકાત.

સુરક્ષા કવચ: તેની સાથે ગાઈડેડ મિસાઈલ ક્રુઝર અને ડિસ્ટ્રોયર જહાજોનું અભેદ્ય કવચ હોય છે.

ઈરાનમાં ભયાનક સ્થિતિ: 2,600 લોકોના મોત

માનવ અધિકાર સંગઠન HRANA ના અહેવાલ મુજબ, ઈરાનમાં વિરોધ પ્રદર્શનો 18માં દિવસમાં પ્રવેશી ચૂક્યા છે. અત્યાર સુધીમાં 187 શહેરોમાં 600 થી વધુ દેખાવો થયા છે, જેમાં અંદાજે 2,600 લોકોના મોત થયા છે અને 18,000 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થિતિ પર કાબૂ મેળવવા ઈરાની સરકારે ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ કરી દીધી છે. નિષ્ણાતો માને છે કે અમેરિકાની આ સૈન્ય તૈનાતી ઈરાનને સીધો વ્યૂહાત્મક સંદેશ છે.

આ પણ વાંચો : ઈરાનની ચેતવણી બાદ કતર-સાઉદીથી કેમ હટી રહ્યા છે અમેરિકાના સૈનિકો?

Tags :
Advertisement

.

×