Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Venezuela: રાષ્ટ્રપતિની ધરપકડ પછી પણ વેનેઝુએલામાં હુમલા યથાવત, અમેરિકાએ કહ્યુ "અમારો હાથ નથી"!

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાંથી બીજી એક મોટી ઘટના સામે આવી છે. રાષ્ટ્રપતિની ધરપકડ બાદ પછ હુમલાઓ યથાવત છે. હવે રાષ્ટ્રપતિ ભવન નજીક ગોળીબાર કરવામાં આવ્યો છે. વિસ્તારમાં અને તેની આસપાસ ભારે ગોળીબારનો અવાજ સંભળાયો. લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
venezuela  રાષ્ટ્રપતિની ધરપકડ પછી પણ વેનેઝુએલામાં હુમલા યથાવત  અમેરિકાએ કહ્યુ  અમારો હાથ નથી
Advertisement
  • Venezuela: વેનેઝુએલામાં હાલ બન્યા બેહાલ
  • રાષ્ટ્રપતિ ભવન નજીક ગોળીબાર થયો
  • ફાયરિંગના લીધે સમગ્ર વિસ્તારમાં વીજળી ડુલ
  • કારાકાસના લોકોમાં ફેલાયો ભયનો માહોલ

Venezuela: વેનેઝુએલાની રાજધાની કારાકાસ (Caracas) માં રાષ્ટ્રપતિની ધરપકડ બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો (Nicolas Maduro) ની ધરપકડ બાદ પણ હુમલાઓ યથાવત છે. રાજધાની કારાકાસમાં રાષ્ટ્રપતિ ભવન અને તેની આસપાસના વિસ્તારમાં રાત્રે ગોળીબાર થયો હતો. સતત ફાયરિંગનો અવાજ સંભળાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ડ્રોન અથવા વિમાનોનો અવાજ પણ સંભળાયો છે. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ઘટનાસ્થળ પરથી મળતી માહિતી દર્શાવે છે કે રાષ્ટ્રપતિ ભવન ઉપર અજાણ્યા ડ્રોન (Drone) ઉડ્યા બાદ સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો. જોકે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.

Venezuela HUMLO 01_GUJARAT_FIRST

Advertisement

Venezuela: વ્હાઇટ હાઉસે શું કહ્યું

અચાનક ગોળીબાર અને હવાઈ ગતિવિધિએ વિશ્વનું ધ્યાન યુનાઇટેડ સ્ટેટ્સ (United States) તરફ ખેંચ્યું. જોકે, વ્હાઇટ હાઉસે (White House) તરત જ એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું કે, હુમલા પાછળ યુનાઇટેડ સ્ટેટ્સનો હાથ નથી. આપને જણાવી દઈએ કે, 3 જાન્યુઆરીએ યુએસના ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ (Absolute Resolve) હેઠળ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો હાલમાં ન્યૂયોર્કની જેલમાં છે. જ્યારે ડેલ્સી રોડ્રિગ્ઝે (Delcy Rodriguez) વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.

Advertisement

Venezuela HUMLO 02_GUJARAT_FIRST

અમેરિકાના હુમલામાં 80 લોકોના થયા હતા મોત

વેનેઝુએલામાં નિકોલસ માદુરોની ધરપકડ કરવા માટે યુએસ લશ્કરી કાર્યવાહી, અને ત્યારબાદ થયેલી હિંસામાં મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. તાજેતરના આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 80 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં મુખ્યત્વે રાષ્ટ્રપતિ માદુરોની સુરક્ષા માટે તૈનાત રાષ્ટ્રપતિ ગાર્ડના સૈનિકો અને યુએસ સ્પેશિયલ ફોર્સ (US Special Forces) ની કાર્યવાહીનો વિરોધ કરનારા વેનેઝુએલાના સૈન્ય સૈનિકોનો સમાવેશ થાય છે. ઉપરાંત, કરાકાસમાં ભારે બોમ્બમારા અને રહેણાંક વિસ્તારો નજીક ગોળીબારને કારણે ઘણા નાગરિકો અને કેટલાક બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો------- Maduro Statement US Court : વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ આપ્યું મોટું નિવેદન!

પણ વાંચો-------   વેનેઝુએલા પર અમેરિકાના હુમલાનું અસલી કારણ 1974ની એક ડીલ! જાણો કઈ હતી એ ડીલ?

Tags :
Advertisement

.

×