Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Venezuela Crisis 2026 : માદુરોની ધરપકડ પાછળ તાંત્રિકોનો 'કાળો જાદુ'? જાણો અંદરની વાત

એક શક્તિશાળી શાસકનો કરુણ અંત અને એક એવી રહસ્યમય ભવિષ્યવાણી જેણે આખી દુનિયાને વિચારતી કરી દીધી છે. વેનેઝુએલાના રાજકીય માહોલમાં આવેલી આ સુનામી પાછળ પેરુના દરિયાકિનારે થયેલા મંત્રોચ્ચાર જવાબદાર છે કે પછી વોશિંગ્ટનની કોઈ ગુપ્ત રણનીતિ? ટ્રમ્પના એક નિર્ણયે કેવી રીતે બદલી નાખ્યું દક્ષિણ અમેરિકાનું નસીબ અને કેમ તાંત્રિકોના દાવા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે વિષય બન્યા છે, તે જાણવું જરૂરી છે.
venezuela crisis 2026   માદુરોની ધરપકડ પાછળ તાંત્રિકોનો  કાળો જાદુ   જાણો અંદરની વાત
Advertisement
  • વેનેઝુએલામાં સત્તાપલટો: માદુરોની ધરપકડ
  • સરમુખત્યાર નિકોલસ માદુરોની નાટકીય ધરપકડ
  • અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની સ્ક્રિપ્ટ પર થયું કામ
  • પેરુના તાંત્રિકોની ભવિષ્યવાણી આખરે સાચી પડી
  • ડ્રગ સ્મગલિંગના આરોપ હેઠળ અમેરિકા લઈ જવાયા
  • વર્ષો જૂના સરમુખત્યારશાહી શાસનનો આવ્યો અંત

Venezuela Crisis 2026 : વર્ષ 2026ની શરૂઆત વેનેઝુએલા માટે એક મોટા રાજકીય ભૂકંપ સમાન સાબિત થઈ છે. વર્ષો સુધી સત્તા પર રહેલા સરમુખત્યાર નિકોલસ માદુરોની ધરપકડ અને સત્તા પરથી હકાલપટ્ટીએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. જોકે, આ આશ્ચર્યજનક ઘટનાક્રમ પાછળ પેરુના તાંત્રિકોની તે ભવિષ્યવાણીઓની ચર્ચા તેજ બની છે, જેમાં મહિનાઓ પહેલા જ માદુરોની વિદાય અને અમેરિકાના હસ્તક્ષેપના સંકેત આપવામાં આવ્યા હતા.

તાંત્રિકોની આગાહી : Venezuela Crisis 2026

ડિસેમ્બર 2025ના અંતમાં પેરુની રાજધાની લીમાના દરિયાકિનારે એક પરંપરાગત અનુષ્ઠાન યોજાયું હતું. દર વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં દુનિયાભરના જાણીતા તાંત્રિકો વર્ષ 2026 માટે ભવિષ્યવાણીઓ કરતા હોય છે. આ વખતે તાંત્રિક એના મારિયા સિમેઓન અને તેમની ટીમે નિકોલસ માદુરોની તસવીર સાથે મંત્રવિદ્યા કરી દાવો કર્યો હતો કે, 2026ની શરૂઆતમાં માદુરોની સત્તાનો સૂર્ય અસ્ત થશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમેરિકાની કડક કાર્યવાહી માદુરોને સત્તા છોડવા મજબૂર કરશે.

Advertisement

Advertisement

Venezuela Crisis 2026 : ડોનાલ્ડ ટ્રમ્પની 'નાયક' તરીકેની ભૂમિકા

ભવિષ્યવાણીમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ હતો. તાંત્રિકોએ દાવો કર્યો હતો કે ટ્રમ્પ આ આખી સ્ક્રિપ્ટના મુખ્ય સૂત્રધાર હશે. શનિવારે મોડી રાત્રે હાથ ધરાયેલ સૈન્ય ઓપરેશનમાં માદુરોની ધરપકડ આ આગાહીને મળતી આવે છે. ડ્રગ સ્મગલિંગ અને નાર્કો-ટેરરિઝમના ગંભીર આરોપો હેઠળ અમેરિકી સુરક્ષા દળોએ માદુરો અને તેમની પત્નીને કસ્ટડીમાં લઈ અમેરિકા રવાના કર્યા છે, જે ટ્રમ્પની આક્રમક વિદેશ નીતિનું પરિણામ માનવામાં આવે છે.

થોડી ભૂલ પણ ઘણી સચોટતા

જોકે, તમામ ભવિષ્યવાણીઓ સો ટકા સાચી પડી નથી. તાંત્રિક જુઆન ડે ડિઓસ ગાર્સિયાએ આગાહી કરી હતી કે માદુરો દેશ છોડીને ભાગી જવામાં સફળ થશે. પરંતુ વાસ્તવિકતામાં માદુરો તેમના કારાકાસ સ્થિત સુરક્ષિત નિવાસસ્થાન (Safe House) પરથી ઝડપાઈ ગયા હતા. આમ છતાં, રશિયા-યુક્રેન યુદ્ધના અંત અને વિશ્વ શાંતિની આગાહીઓ વચ્ચે માદુરો જેવી શક્તિશાળી વ્યક્તિનું પતન થવું એ આ તાંત્રિકોના દાવાઓને ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં લાવી દીધા છે.

આ પણ વાંચો : ટ્રમ્પ અને મસ્ક વચ્ચે ફરીથી થશે દોસ્તી? વેનેઝુએલામાં બબાલ વચ્ચે સાથે કર્યું ડિનર

Tags :
Advertisement

.

×