Venezuela Crisis: વેનેઝુએલામાં અમેરિકાનું ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’, 40નાં મોતનો દાવો
- Venezuela Crisis: વેનેઝુએલામાં ક્રાઈસીસ
- અમેરિકાએ વેનેઝુએલામાં હડકંપ મચાવ્યો
- વેનેઝુએલામાં 40 લોકોના મોતનો દાવો
- ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’
- વેનેઝુએલામાં અમેરિકી હુમલાથી વિશ્વમાં તણાવ
- અમેરિકાએ વેનેઝુએલાનું શાસન હચમચાવ્યું
- હવાઈ હુમલાથી વેનેઝુએલા ધ્રૂજ્યું, 40 લોકોના મોતનો દાવો
Venezuela Crisis: વેનેઝુએલામાં અમેરિકા (America) ની લશ્કરી કાર્યવાહીથી વૈશ્વિક રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર અમેરિકાના હુમલા બાદ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમને ન્યૂયોર્ક લાવવામાં આવ્યા હતા. અમેરિકાએ આ સ્ટ્રાઈકને ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ (Operation Absolute Resolve) નામ આપ્યું છે. ઉપરાંત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, અમેરિકા હવે વેનેઝુએલા પર શાસન કરશે.
Venezuela Crisis: અમેરિકી હુમલામાં 40 લોકોના મોત
અમેરિકાના હવાઈ હુમલામાં નોંધપાત્ર જાનહાનિ થઈ છે. એક અહેવાલ મુજબ, વેનેઝુએલાના સરકારી અધિકારીએ પુષ્ટિ કરી છે કે, કારાકાસ (Caracas) માં અમેરિકાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે. જેમાં નાગરિકો સહિત સૈનિકોનો સમાવેશ છે.
આ હવાઈ હુમલો ૩ જાન્યુઆરીએ શરૂ કરાયેલા ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વના ભાગ રૂપે કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન, યુએસ સૈનિકોએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અટકાયત કરી હતી .
Venezuela Crisis: વિમાન ન્યૂ યોર્ક પહોંચ્યું
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો (Nicolas Maduro) ને લઈ જતું વિમાન ન્યૂયોર્કના સ્ટુઅર્ટ એર નેશનલ ગાર્ડ બેઝ (Stuart Air National Guard Base) પર ઉતરાણ કર્યું છે. ઉતરાણ પછી માદુરોને કડક સુરક્ષા વચ્ચે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, તેઓ એક ડઝનથી વધુ ફેડરલ એજન્ટોથી ઘેરાયેલા હતા. જ્યારે કુલ ત્રણ ડઝનથી વધુ યુએસ ફેડરલ એજન્ટો રનવે પર હાજર હતા. સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ સાડા 5 વાગ્યે માદુરોની અટકાયત કરવામાં આવી હતી.
Venezuela Crisis: ટ્રમ્પે ફોટો શેર કર્યો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો ફોટો શેર કર્યો હતો. જેમાં નિકોલસ માદુરોને હાથકડી અને આંખે પાટા બાંધેલા યુએસ યુદ્ધ જહાજ પર ન્યૂયોર્ક પહોંચતા હોય તેવું બતાવવામાં આવ્યું હતું. જ્યાં માદુરો ફોજદારી કેસનો સામનો કરવાના છે.
યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓપરેશનના ભાગ રૂપે વેનેઝુએલાની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નષ્ટ કરવા માટે 150 થી વધુ યુએસ લશ્કરી વિમાનો તૈનાત કરવામાં આવ્યા હતા. જેનાથી લશ્કરી હેલિકોપ્ટર સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સ (Military Helicopter Special Operations Force) ને માદુરોના કમ્પાઉન્ડમાં લઈ જઈ શકાયા. સ્થાનિક સમય મુજબ વહેલી સવારે 2:00 વાગ્યે યુએસ ખાસ દળોએ માદુરોના ઠેકાણા પર હુમલો કર્યો હતો. સમગ્ર ઓપરેશન 2 કલાક અને 20 મિનિટમાં પૂર્ણ થયું.
અમેરિકા વેનેઝુએલાનું શાસન ચલાવશે
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, રાતોરાત અમેરિકાના હુમલાઓના પરિણામે માદુરોની ધરપકડ થઈ હતી. હવે અમેરિકા વેનેઝુએલાનું શાસન ચલાવશે. લેટિન અમેરિકા (Latin America), યુરોપ (Europe), રશિયા (Russia) અને ચીન (China) સહિત અનેક દેશોએ અમેરિકાએ કરેલા હુમલાની સખત નિંદા કરી છે. આ દેશોએ તણાવ ઓછો કરવા અને પરિસ્થિતિને રોકવા હાકલ કરી છે.
આ પણ વાંચો------અમેરિકી સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની બેડરૂમમાંથી કરી ધરપકડ
આ પણ વાંચો------Bangladesh માં કટ્ટરપંથીઓ બેકાબૂ, પોલીસ સ્ટેશનમાં જ પોલીસ અધિકારીને આપી ખુલ્લી ધમકી


