Venezuela ના વચગાળાના રાષ્ટ્રપતિએ અન્ય દેશો માટે દ્વાર ખોલ્યા, ટ્રમ્પના દાવા ફગાવ્યા
- અમેરિકાએ ચોંકાવનારી કાર્યવાહી કર્યા બાદ વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિએ કહી મોટી વાત
- ઉત્તરના દેશોનો ઉર્જા લોભે આ પરિસ્થિતી ઉભી કરી હોવાનું જણાવ્યું
- ડેલ્સી રોડ્રિગ્ઝે સંસદને સંબોધન દરમિયાન અનેક હકીકતો જણાવી
Venezuela In-Charge President Open Door For Partnership, Slam Trump : વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે સંસદમાં સંબોધન દરમિયાન અમેરિકાના દાવાની ટીકા કરતા કહ્યું કે, ડ્રગ્સની હેરાફેરી, લોકશાહી અને માનવાધિકારના નામે લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે, અને તેનો વાસ્તવિક હેતુ દેશના વિશાળ તેલ ભંડાર પર કબજો કરવાનો છે. તેમણે આને "ઉત્તરીય દેશોનો ઉર્જા લોભ" ગણાવ્યો છે. વેનેઝુએલાની સંસદને સંબોધતા, રોડ્રિગ્ઝે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર નિશાન સાધ્યું, જેમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, અમેરિકાને વેનેઝુએલાની વચગાળાની સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે, અને અમેરિકા આવનારા વર્ષો સુધી દેશ અને તેના તેલ ભંડાર પર નિયંત્રણ જાળવી રાખશે.
રશિયા-ચીન તથા અન્ય માટે ભાગીદારીના દ્વાર ખોલ્યા
રોડ્રિગ્ઝે કહ્યું કે, આ બધા બહાના છે, કારણ કે હંમેશા એવો ભય રહે છે કે, વેનેઝુએલાના ઓઇલને ઉત્તરીય દેશોને સોંપવામાં આવશે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી કે, તેમની સરકાર તમામ માટે ઊર્જા સંબંધોને લઇને ખુલ્લી છે, અને વ્યાપારી કરારોમાં આર્થિક સહયોગ પારદર્શક રીતે આગળ વધારવા માંગે છે. તેમણે રશિયા અને ચીન જેવા અન્ય દેશો સાથે ઊર્જા ભાગીદારીના દરવાજા પણ ખુલ્લા રાખ્યા હોવાનું જણાવ્યું છે.
કારાકાસ વોશિંગ્ટનને જરૂરી બધું આપી રહ્યું છે
વેનેઝુએલાની સંસદને સંબોધતા, રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે, તેઓ એવા ઊર્જા સંબંધો માટે તૈયાર છે, જે તમામ પક્ષો માટે લાભદાયી હોય, અને વ્યાપારી કરારોમાં આર્થિક સહયોગ સ્પષ્ટ રીતે ઉલ્લેખિત કરવામાં આવે. આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા એવો દાવો કરવામાં આવ્યા બાદ આવ્યું છે કે, અમેરિકાને વેનેઝુએલાની વચગાળાની સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે, અને અમેરિકા આવનારા વર્ષો સુધી દેશ અને તેના વિશાળ ઓઇલના ભંડાર પર નિયંત્રણ જાળવી રાખશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, કારાકાસ વોશિંગ્ટનને જરૂરી બધું આપી રહ્યું છે, અને અમેરિકા ત્યાં અનિશ્ચિત સમય માટે રાજકીય પ્રભુત્વ જાળવી રાખશે.
ઊર્જા લોભ સંસાધનો કબજે કરવા માંગે છે
રોડ્રિગ્ઝે કહ્યું કે, "અમે ખરેખર ઊર્જા મહાસત્તા છીએ. આનાથી આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, કારણ કે, તમે બધા જાણો છો કે, ઉત્તરીય દેશોનો ઊર્જા લોભ આપણા દેશના સંસાધનો કબજે કરવા માંગે છે. અમે ડ્રગ્સની હેરાફેરી, લોકશાહી અને માનવ અધિકારો વિશેના તમામ ખોટા દાવાઓને નકારી કાઢ્યા છે. આ બધા બહાના હતા.
આ પણ વાંચો --------- શું શહબાઝ શરીફની ધરપકડ થશે? બલૂચિસ્તાને પાક. PM ને આપી સીધી ચેતવણી


